ચીનમાં કોરોના વાયરસનું સંક્રમણ પ્રશાસન અને જનતા માટે સતત નવી મુશ્કેલી લઇને આવી રહ્યું છે. ઉત્તરી ચીનાં મોટી માત્રામાં આઇસ્ક્રીમમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. આ ઘટના ઉત્તરી ચીનની છે. એ બાદ ચીની અધિકારીઓએ હજારો પેક સંક્રમિત આઇસક્રીમને સીઝ કરી દીધા છે.
આઇસક્રીમમાં સંક્રમણની આ ઘટના ઉત્તરી તિયાનજિન નગર નિગમની છે. અહીંયા પર Tianjin Daqiaodao ફૂડ કંપની દ્વારા બનાવવામાં આવેલી આઇસ્ક્રીમમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. હવે ચીની અધિકારીઓ એ લોકોની શોધખોળ કરવામાં લાગ્યા છે. જેમને આઇસક્રીમ ખાઇ ચૂક્યા છે. તેમનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
ચીનમાં આઇસ્ક્રીમ પણ કોરોના પોઝિટિવ
ચીની અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા Tianjin Daqiaodaoના તમામ પ્રોડક્ટને સીલ કરી જપ્ત કરી લીધા છે. તેમાં પહેલા અધિકારીઓએ 3 સેમ્પલની તપાસ કરવા માટે ટેસ્ટિંગ લેબ મોકલ્યા હતા. અહીંયા તમામ સેમ્પલ કોરોના વાયરસના મળી આવ્યા છે.
ન્યૂઝીલેન્ડથી મંગાવ્યો મિલ્ડ પાવડર
હવે કંપનીનો દાવો છે કે અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે કે આઇસ્ક્રીમ બનાવવા માટે કંપનીએ કાચા માલનો ઉપયોગ કર્યો હતો. તે ન્યૂઝીલેન્ડ અને યુક્રેનથી મંગાવ્યો હતો. કંપનીનું કહેવું છે કે બેંચ નબંરના આધાર પર જાણવા મળ્યું કે મિલ્ડ પાવડર ન્યૂઝીલેન્ડથી મંગાવ્યો હતો અને પ્રોડક્ટ યુક્રેનથી મંગાવી હતી.
ફેક્ટરીનો આખો સ્ટાફ ક્વોરોન્ટાઇન
અંગ્રેજી વેબસાઇટ ધ ઇન્ડિપેન્ડેન્ટ અનુસાર આઇસક્રીમ સેમ્પલમાં કોરોના વાયરસના સેમ્પલની ખબર મળતા જ કંપનીના તમામ 1662 કર્મચારીઓને ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. અને તેમનું તાત્કાલિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાં 700 લોકો કોરોના નેગેટિવ આવ્યા છે. અનેયના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
હજારો પેકેટ આઇસ્ક્રીમ માર્કેટમાં હાજર
તિયાનજિનના અધિકારીઓનું કહેવું છે કે કંપની દ્વારા સંક્રમિત આઇસ્ક્રીમના 4836 પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી 2089 આઇસક્રીમને તાત્કાલિક જપ્ત કરી લેવામાં આવ્યા છે. જ્યારે 2747 બોક્સ આઇસ્ક્રીમ માર્કેટમાં ડિલીવરી માટે ચાલ્યા ગયા છે. તેમાંથી 935 બોક્સ આઇસ્ક્રીમ હજુ માર્કેટમાં હાજર છે. અધિકારીઓ અનુસાર 65 બોક્સનું વેચાણ થઇ ચૂક્યું છે.
આ વચ્ચે તિયાનજિતમાં આઇસક્રીમના પેકેટ ફેક્ટરી પ્લાન્ટને સેનેટાઇઝ કર્યા છે. આ સિવાય સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું છે કે જો તેમને આઇસક્રીમ ખરીદી હોય તો તાત્કાલિક હોસ્પિટલને જાણ કરો. તમને જણાવી દઇએ કે વુહાન શહેરમાંથી જ કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો છે.
I’m really delighted I stumbled upon this write-up. It was an intriguing and informative post that maintained me engaged from commencement to finish. The authoritative figure’s writing style was captivating and simple to comprehend, and the observations they offered were both interesting and educational.Should you are fascinated in healing crystals, please explore my site for remarkable and well researched facts.