હવે સમય બદલાઈ રહ્યો છે. લોકો પોતાના જેન્ડરને લઈ અને એક્ટ્રેક્શનને લઈને ખુલીને વાત કરી રહ્યાં છે. સાથે પોતાના ઈન્ટ્રેસ્ટ લઈને સ્પષ્ટતાની રાખીને આગળ વધી રહ્યાં છે. જો કે, ઘણાં લોકો આ વાત અનુભવ થોડો મોડો થાય છે. આજે અમે આ જ વિષયને લઈને સ્ટોરી જણાવી રહ્યાં છે.
આ વાત રાષ્ટ્રીય પુસ્કાર વિજેતા ડિરેક્ટર સોનાલી બોઝની છે. જે બાયોસેક્યુઅલ છે. પરંતુ તેમને આ વાતનો અંદાજ પહેલા આવ્યો નહોતો. સોનાલીએ એક ઈન્ટરવ્યૂ વાત કરતાં જણાવ્યું હતું કે, પહેલા તે આ વિષય પર વાત કરતાં ડરતી હતી. સાથે તેને આશા પણ હતી કે, તે આ પરિસ્થિતિનો સામનો કરી શકશે.
સોનાલીએ કહ્યું કે, એક એજ્યુકેશન કાર્યક્રમમાં દરમિયાન તેતે ખબર પડી કે, તે બાયોસેક્યુઅલ છે.આ કાર્યક્રમ દરમિયાન જ શેરલ નામની છોકરી ભારત આવી હતી. તે છોકરી સાથે મુલાકાત થઈ અને તેની સાથે 2 વર્ષ રહ્યાં બાદ તેને તે યુવતી સાથે પ્રેમ પણ થઈ ગયો. સોનાલીએ માર્ગારીટા વિથ ધ સ્ટ્રોમાં કલ્કી કેકલા અને ધ સ્કાય ઈઝ પિન્કમાં ફિલ્મમાં પ્રિયંકા ચોપડા સાથે કામ કર્યુ છે.
બોડી ટચ થતાં શરીરમાં ધ્રુજારી વછૂટતી હતી….
આગળ વાત કરતાં સોનાલીએ જણાવ્યું કે, 6 મહિના તેની સાથે રહેતા પછી મને સમજાયું કે તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છે. તેને શ્રેષ્ઠ મિત્ર બનવા કરતા જુદો અનુભવ થયો હતો. કારણ કે, તેના શરીરને ટચ કરતાંની સાથે જ કરંટ લાગતો હતો. અમે આ વસ્તુને ઓળખી અને સ્વીકારી લીધી છે પરંતુ અમે આ વાત અમારા સ્ત્રી મિત્રોને પણ કહેવાતા ડરતા હતા. હું આશા રાખું છું કે આજના યુવાનો પણ આ મુદ્દે હવે કોઈ શરમ નહીં રાખે અનેઆગળ આવીને વધુ હિંમત બતાવશે.
સોનાલીએ મહિલાઓ અને પુરુષો વચ્ચેની કુદરતી લાગણી વિશે વાત કરી. તેણે કહ્યું કે, હું જાણું છું કે, હું દ્વિલિંગી છું, કારણ કે, મારો પહેલા બોયફ્રેન્ડ હતો. અને મારે માટે તે ખૂબ નોર્મલ હતું. ત્યારબાદ મેં લગ્ન કર્યા. તે દરમિયાન હું જાણતી નહોતી. દ્વિલિંગીત્વ જેવી વસ્તુ પણ હોય છે. હું બંને લોકો સાથે સામાન્ય લાઈફસ્ટાઈલ જીવી શકું છું.