ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અને ખુબ સુંદર અભિનેત્રીઓમાં કામ્યા પંજાબીનું નામ સામેલ છે. કામ્યા હંમેશા તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. આજે અમે તમને કામ્યાના અંગત જીવન સાથે જોડાયેલા રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યાં છે. જેના વિશે અભિનેત્રીએ હમણાં જ ખુલાસો કર્યો છે. કામ્યાનો જન્મ મુંબઈમાં 13 ઓગસ્ટ 1979ના થયો હતો. તે પંજાબી ટીવી સિરિયલનો એક ભાગ પણ રહી ચૂકી છે. કામ્યા પંજાબીએ બંટી નેગી સાથે લગ્ન કર્યાં હતા. લગ્નના 10 વર્ષ બાદ તેના આ સંબંધ પણ પૂર્ણ વિરામ મૂકાયું હતું અને બંનેના તલાક થઈ ગયા હતા. ત્યારે સાક્ષાત્કારમાં કામ્યાએ પોતાના લગ્નથી લઈને બેબી પ્લાનિંગ સુધીની વાત કરી છે… આવો શું કહ્યું છે આ બધા પર તેને…

તમને જણાવી દયે કે હાલ કામ્યા શમભ સાથે ખુશીથી પોતાનું જીવન પસાર કરી રહી છે. 2013માં બંટી સાથે તલાક લીધા બાદ કામ્યાએ શભમ સાથે લગ્ન કર્યાં હતા. મહત્વનું છે કે બંનેના આ બીજા લગ્ન હતા, કામ્યાને બંટી નેગીથી એક દીકરી આરા છે જે કામ્યા સાથે રહે છે. જ્યારે શભમ પણ એક દિકરાનો બાપ છે. કામ્યાએ શભમ સાથે લગ્નને લઈને જણાવ્યું હતું કે આ વર્ષ આખુ પ્લાનિંગમાં ગયું છે કે કોણ મુંબઈમાં રહેશે અને કોણ દિલ્હીમાં….

શભમ હાલ દિલ્હીમાં છે. કામ્યાએ કહ્યું કે તે ડેલી શોપ એક્ટર છે. જેથી ખબર નથી કે અમે બંને હવે ક્યારે મળીશું. કંઈ પ્લાનિંગ કર્યું નથી, અમારા લગ્ન બાદ તરત લોકડાઉન થઈ ગયું હતું. જેથી અમને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો અવસર મળ્યો હતો. પણ શભમ અત્યારે બીઝી થઈ ગયો છે. કારણ કે તે હેલ્થકેયર ઈન્ડસ્ટ્રીમાં છે. કામ્યાએ નંગી સાથેના સંબંધને લઈને કહ્યું કે બંટી સાથે લગ્નને 10 વર્ષ આપ્યા હતા. મે આ સંબંધ બચાવવા માટે ઘણા પ્રયાસ કર્યાં હતા. હું અલગ થવા માંગતી ન હતી.

વધુમાં કહ્યું કે હું બધુ સહન કરતી હતી. જ્યારે હું એવોર્ડ ફંક્શનમાંથી ઘરે આવુ ત્યારે એવો વિચાર આવતો કે હું એ જ છોકરી છુને કે જે થોડા સમય પહેલા ફંકશનમાં ખુશીથી નાચતી હતી. હું ઘરે આવ્યા બાદ ખુશ રહી શકતી ન હતી. મે બંટીને વધુ એક મોકો આવ્યો હતો. જે દરમિયાન આરાનો જન્મ થયો હતો. જે બાદ પણ તે વર્ક આઉટ કરી શક્યો ન હતો. જે બાદ મારા પરિવાર અને મિત્રો ઈચ્છતા હતા કે હું આ સંબંધનો અંત લાવી દવ.

આ દરમિયાન બંટીનું રોડ એક્સીડન્ટ થતાં તે રેસ્ટ પર હતો. છતાં પણ તે મારા સાથે ઝઘડો કરતો હતો. પછી હું ઘર છોડીને ચાલી ગઈ હતી તેમ છતાં તેમાં કોઈ સુધારો આવ્યો ન હતો. જો કે મારા ગયા પછી તે આરાનું ખુબ ધ્યાન રાખતો હતો. પણ આ દરમિયાન તેનામાં કોઈ સુધારો આવ્યો ન હતો. વધુમાં તેને કહ્યું કે બંટી અને શભમની મુલાકાત થઈ ચૂકી છે. મે આરાને તેના પિતાથી ક્યારેય દુર રાખી નથી. તે આરાને મળવા ઘરે આવે છે. અમારા વચ્ચે ઘણી રિસ્પેક્ટફુલ રિલેશનશિપ છે.

કામ્યાએ બેબી પ્લાનિંગ વિશે વાત કરતા કહ્યું કે શભમ અને હું બાળકો કરવા ઈચ્છતા નથી. અમારી પાસે બે બાળકો છે. અમે આરા અને ઈશાન સાથે ખુબ ખુશ છીએ. હવે અમે અમારી લાઈફ એન્જોય કરવા માંગીએ છીએ. ઈશાન અને આરા વચ્ચે પણ સારૂ બોન્ડિંગ થઈ રહ્યું છે.