
જ્યારે આપણે કોઈ પણ રસ્તા પરથી પસાર થઈએ ત્યારે આપણી આંખોની સામે કેટલીક એવી વ્યક્તિઓ દેખાય છે જેમની વધેલી દાઢી, અસ્ત-વ્યસ્ત વધેલા વાળ અને શરીરમાંથી સખત દુર્ગંધ આવે. કેટલીક વાર તો એવું પણ બને છે કે આવા લોકો રસ્તાની વચ્ચોવચ સૂતેલા જોવા મળે છે. પણ આપણે આવા લોકોને નજરઅંદાજ કરીને ત્યાંથી પસાર થઈ જઈએ છીએ. આજે જે વ્યક્તિની વાત કરવી છે એ વ્યક્તિ આવા લોકોને નજરઅંદાજ કરવાની જગ્યાએ તેમની પાસે જઈને તેમને પ્રભુજી તરીકે સંબોધીને તેમનું જીવન સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ વ્યક્તિ એટલે ‘પોપટભાઈ આહીર’.
‘પોપટભાઈ’ એટલે કે ‘રજની આહીર’ કે જેણે અગાઉ સોશિયલ મીડિયા પર પોતાનો વ્લોગ બનાવવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમને આવેલા એક વિચારને કારણે તેઓ લોકોમાં જાણીતા બન્યા. આ પોપટભાઈએ હમણાં જ પોતાના જીવનની બીજી ઈનિંગ્સની શરૂઆત કરી છે. એટલે કે પાયલ નામની યુવતી સાથે સગાઈ કરી છે. સગાઈના ફોટા અને વીડિયો પણ પોપટભાઈના સેવાકીય વીડિયોની જેમ જ વાઈરલ થઈ રહ્યા છે. ત્યારે ‘રજની આહીરે’ ‘દિવ્ય ભાસ્કર’ સાથે તેમનું નામ પોપટ કેમ પડ્યું? જીવનમાં થયેલા સંઘર્ષથી લઈને તેમની અહીં સુધીની સફર કેવી રહી, અત્યાર સુધીમાં કેટલા પ્રભુજીનું જીવન બદલી ચૂક્યા છે? અને તેમનાં ભાવિ પત્ની પાયલ વિશે વાતચીત કરી હતી.

‘રજની’ માંથી ‘પોપટ’ તરીકેની ઓળખ કઈ રીતે મળી?
કોઈ બાળકનો જન્મ થાય પછી તેની ઓળખ માટે તેને નામ અપાય છે. આ નામની સાથે પરિવારના સભ્યો પણ તેનું હુલામણું નામ રાખતા હોય છે જે તેની ઓળખ બની જાય છે. એવું જ કંઈક રજની આહિરના કિસ્સામાં બન્યું. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમને ખૂબ જ બોલવાનો શોખ અને કંઈક ને કંઈક બોલવાના શોખને કારણે તેમને પોપટનું હુલામણું નામ મળ્યું. એ સમયે રજનીભાઈને કોઈ પોપટ કહીને સંબોધન કરતા તો તેમને ખૂબ જ ગમતું હતું. એ સમયે પરિવાર તરફથી મળેલું હુલામણું નામ જ આજે તેમની ઓળખ બની ગયું.
પોપટભાઈના જન્મથી લઈને પરિવાર અંગે જ્યારે પૂછ્યું ત્યારે તેમને ડૂમો ભરાઈ જાય છે. દબાયેલા અવાજે પોપટભાઈ કહે છે કે, અમે અમદાવાદમાં ભગવાન નગરની ચાલીમાં રહેતા હતા. જ્યાં મારો જન્મ થયો પણ જન્મ થયાને લગભગ એકાદ વર્ષ જેટલો સમય માંડ વીત્યો હશે ત્યાં મારા પિતાનું અવસાન થયું ને પિતાની છત્રછાયા ગુમાવવી પડી. એટલે આજ સુધી પિતાનો પ્રેમ શું હોય તેની મને ખબર નથી, પિતાનું અવસાન થતાં મારી અને મારા મોટાભાઈની સંપૂર્ણ જવાબદારી પણ મારી માતા ઉપર આવી ગઈ. પરિવારની પરિસ્થિતિ કંઈ ખાસ ન હોવાના કારણે અમે મહુવા નજીક આવેલા અમારા વાઘનગર ગામમાં દાદા-દાદી સાથે જતાં રહ્યાં.
લગભગ 10 વર્ષ સુધી પોપટભાઈનો પરિવાર ગામડે રહ્યો. પરિવારમાં બે બાળકો હોવાના કારણે તેમના મોજશોખથી લઈને પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ પ્રશ્ન પણ મારી મમ્મી સામે ઊભો હતો. પણ આ પરિસ્થિતિમાં મારી મમ્મી ક્યારેય ડગી નથી. અમારું ગુજરાન ચલાવવા તે સરકારી યોજના અંતર્ગત ગામમાં ખાડા પણ ખોદવા જતી અને રસ્તાઓ બનાવવાની કામગીરી કરવા પણ જતાં. મને હજી પણ યાદ છે કે હું મારી મમ્મી સાથે ત્યાં જતો. મારી મમ્મી ખાડા ખોડતી અને અમે તેમની બાજુમાં બેસતા અને રમતા. એ સમયે દિવસનું કમાઈને દિવસનું ખાતા એવી પરિસ્થિતિ હતી.
જેમ તેમ કરીને દિવસો વિતતા હતા ને પોપટભાઈ ત્રીજા ધોરણમાં આવ્યા. પૈસાના ભોગે બાળકોનું ભણતર ન બગડે એ માટે તેમના પરિવારે નિર્ણય કર્યો ને તેમને ભાવનગરમાં આવેલા નંદકુંવરબા બાલાઆશ્રમમાં મૂકવામાં આવ્યા. આ એવો આશ્રમ હતો કે જેમાં સિંગલ પેરેન્ટ્સનાં બાળકોને રાખીને ભણાવવામાં આવતાં હતાં. આશ્રમમાં રહીને ભણવાના કારણે પોપટભાઈને પુસ્તકની સાથે સાથે સમાજમાં પણ કઈ રીતે ઉપયોગી બની શકાય તે અંગેનું જ્ઞાન મળતું. એટલે તેમની આજે ચાલી રહેલી સેવાનાં બીજ આ આશ્રમની શિક્ષામાંથી જ મળ્યાં છે તેમ કહીએ તો પણ કંઈ ખોટું નહીં.
આશ્રમમાં લગભગ 9મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી રજનીભાઈ પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયા જ્યાં તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો ને તેઓ કોલેજમાં આવ્યા. આ દરમિયાન કોલેજમાં અન્ય છોકરાઓને જોઈને તેમને એવું થતું કે તેમને આવી લાઈફ સ્ટાઈલ ક્યારે મળશે. આવી પરિસ્થિતિમાં મોજશોખ તો દૂર પણ કોલેજ પહોંચવા ટિકિટ માટે ઘરેથી માત્ર 10 રૂપિયા જ મળતા હતા. એ સમયે તેઓ એ પૈસામાંથી પાંચ રૂપિયા બચાવીને તેમાંથી આલુપૂરી ખાતા. એટલે મોજશોખ પૂરો થશે એ તો ખૂબ જ દૂરની વાત લાગતી.
પણ એક તરફ પરિવારની વધતી જવાબદારી અને બીજી તરફ મોજશોખ. પણ આખરે તો પૈસાની જ આવશ્યતા હતી. એટલે પોપટભાઈએ સંઘર્ષનો જ રસ્તો અપનાવ્યો. ગેસની બોટલો વેચવાનું શરૂ કર્યું. જેમાં તેમને કમિશન એજન્ટ તરીકેની કામગીરી કરી. એ પછી તો સુરતના વરાછા વિસ્તારમાં આલુપૂરીની લારીથી લઈને જેમાં સૌથી વધારે પૈસા મળતા એ કામગીરી કરવાનું શરૂ કર્યું. સમય વિત્યોને 2014નું એ વર્ષ આવ્યું. આ દરમિયાન મલ્ટિ લેવલ માર્કેટિંગની પણ શરૂઆત કરી. કોઈ પણ બિઝનેસ હોય તેમાં પૈસાની જરૂરિયાત પડે જ એટલે પોપટભાઈએ એમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કર્યું. આમ દિવસો વિત્યા પણ નફો થવાની જગ્યાએ તેમના માથે 60 થી 65 હજારનું દેવું થઈ ગયું. પણ આ વિશે તેમના ઘરે પણ કોઈ વ્યક્તિને ખબર ન હતી.

આ દિવસો દરમિયાન સતત પોપટભાઈ પર વ્યાજ માટેના ફોન આવતા ને સમય આવ્યો કે તેમના ઘરે પણ આ વાત અંગે જાણ થઈ ગઈ કે તેમણે 60 થી 65 હજાર રૂપિયાનું દેવું કર્યું છે. આ દેવું કઈ રીતે પૂરું થશે તેવા ચિંતન સાથે પોપટભાઈ મોબાઈલના બિઝનેસ સાથે સંકળાયેલા તેમના મિત્રને મળવા પહોંચે છે. ત્યાં જઈને આખા ઘટનાક્રમ વિશે વાત કરે છે. જો કે, એ મિત્ર તરફથી પોપટભાઈને ફાઈનાન્સિયલ સપોર્ટ તો ન મળ્યો પણ પૈસા કમાવવાનો રસ્તો જરૂરથી મળ્યો. એ મિત્રએ પોપટભાઈને મોબાઈલ એસેસરીઝ અને ટફન ગ્લાસનો ઘંઘો શરૂ કરવાનો આઈડિયા
વરાછામાં આવેલી સીતાનગર ચોકડી પાસે કાઉન્ટ મૂકીને મોબાઈલના ટફન નાખવાની શરૂઆત કરી. આ દરમિયાન દરરોજના 50થી 500 રૂપિયા સુધી મળતા તો જ્યારે રવિવાર હોય તો 1 હજાર રૂપિયા સુધીની કમાણી થવા લાગી. આ સમયે પોપટભાઈએ મલ્ટિ લેવલ માર્કેટિંગની સ્ટ્રેટેજીને ટફન ગ્લાસમાં અપનાવી. એ સમયે મોબાઈલની દુકાનમાં મળતા 100 રૂપિયાના ટફન ગ્લાસને તેઓ માત્ર 40થી 50 રૂપિયામાં નાખી આપતાં જેના કારણે તેમના ગ્રાહકોની સંખ્યામાં પણ ધીરે ધીરે વધારો થવા લાગ્યો. બિઝનેસ વધતાં પોપટભાઈ સુરત, ભરૂચ, કોલકાતા, ઓરિસ્સા અને રાંચીમાં પણ ટફન ગ્લાસ નાખવાનું શરૂ કર્યું ને હવે પહેલાં કરતાં તેમની પરિસ્થિતિ પણ ખૂબ જ સારી થવા લાગી.
જ્યારે પોપટભાઈ ટફન ગ્લાસના સ્ટોલ પર કામ કરતા ત્યારે નવરાસની પળોમાં યુટ્યૂબ અને ફેસબુક પર વીડિયો જોતા હતા. ત્યારે તેઓ વિચાર કરતા કે આવા વીડિયો બનાવવા પાછળ લોકોનો ઉદ્દેશ્ય શું છે. કેમ લોકો આ પ્રકારના વીડિયો બનાવી રહ્યા છે. ત્યારે થોડું ઘણું સર્ચ કરતાં તેમને ખબર પડી કે જો તમે સારું કન્ટેન્ટ બનાવો તો ગૂગલ પણ તમને પૈસા આપે છે. આ જોઈને ભૂખ્યાને ભોજન મળ્યું હોય તેમ પૈસા કમાવવા માટે પોપટભાઈએ પણ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેમણે સૌથી પહેલાં પોપટભાઈ ટફન ગ્લાસવાળા નામથી એક વીડિયો બનાવ્યો. આ પ્રક્રિયા હવે તેમના જીવનમાં રૂટિન બની ગઈ. વીડિયો બનાવવાના અને પોતાના પેજ પર અપલોડ કરવાના લગભગ ત્રણ વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી પણ તેમાં જોઈએ એવી સફળતા ન મળી.

કહેવાય છે ને કે સંધર્ષ વગર સફળતા નથી મળતી. નિષ્ફળતા મળવા છતાં પોપટભાઈએ વીડિયો બનાવવાના શરૂ રાખ્યા ને એક વાર તેઓ પોતાના મિત્રો સાથે વીડિયો બનાવવા સુરતના મહારાણા પ્રતાપ ઉદ્યાન પહોંચ્યા. જ્યાં તેમણે એક માજીને પાણીની બોટલ વેચતાં જોયાં એટલે એમની પરિસ્થિતિ જોઈને તેમની પાસે ગયા અને તેમની સાથેની વાતચીતનો વીડિયો બનાવ્યો, પણ એ વીડિયો પણ યુટ્યૂબમાં ન ચાલ્યો. હાથ પર હાથ રાખીને બેસી રહેવાની જગ્યાએ પોપટભાઈએ એ વીડિયોને ફેસબુકમાં મૂકવાનું વિચાર્યું. ઘડિયાળમાં બરોબર 6 વાગીને 18 મિનિટનો સમય હતો ને એ વીડિયો તેમણે ફેસબુકમાં પોસ્ટ કર્યો જોતજોતામાં તો એ ખૂબ જ વાઈરલ થઈ ગયો. એ પછી તો પોપટભાઈએ લગભગ દોઢ વર્ષ સુધી સાંજના 6 વાગીને 18 મિનિટે જ વીડિયો મૂક્યા, ને રજનીના જીવનનો એ સમય તેના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ ગયો.
પોપટભાઈના જીવનની હવે નવી શરૂઆત થઈ. પોપટભાઈએ રોડસાઈડ પર રહેતાં લોકોને નવડાવા ધોવડાવાથી લઈને તેમને કપડાં અને ભોજન પૂરું પાડવાની શરૂઆત કરી અને તેના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂક્યા. આ સિલસિલો હવે આગળ ને આગળ વધતો ગયો. ઠેકઠેકાણેથી રોડ ઉપર રહેતા નિરાધાર લોકોની મદદ માટેના ફોન આવવાના શરૂ થઈ ગયા. શરૂઆતમાં તો ખૂબ જ ઓછા લોકોના કોલ આવવાના કારણે પોપોટભાઈ પોતે જ બધી જગ્યાએ પહોંચી જતાં પણ ધીરે ધીરે લોકો સુધી આ પ્રકારનું કન્ટેન્ટ પહોંચવાના કારણે કોલની આવવાની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો. આ કામગીરીને હવે તેમણે એનજીઓ થકી કરવાનો નિર્ણય કર્યો. પણ એનજીઓ શું છે તે કઈ રીતે કામ કરે છે. એ વિશે કોઈ જ માહિતી નહોતી. જેના કારણે પહેલાં તો એ વિશેની માહિતી મેળવી અને એનજીઓની શરૂઆત કરી.
પહેલી નજરે ખૂબ જ સરળ લાગતી આ કામગીરીમાં પોપટભાઈને અનેક અનુભવો થયા છે. એ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં આણંદના ઉમેરઠ પાસેથી અમને એક કોલ આવ્યો હતો એ પછી અમે ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે એક બાળક કચરાપેટીની અંદર રહેતો હતો અને તેને જ તેણે ઘર બનાવી લીધું હતું. એ પછી તેને અમે આણંદમાં અમારી જે આશ્રમની સુવિધા છે ત્યાં લઈને આવ્યા. આ દરમિયાન તેનો વીડિયો પણ અમે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ જોઈને અમારા ઉપર ફોન આવ્યો કે આ તો અમારો દીકરો છે. એટલે અમે તેમના ફેમિલીને ત્યાં બોવાવ્યું અને તેનું વેરિફિકેશન કરીને તેમના પરિવારને એ દીકરો સોંપવામાં આવ્યો. લગભગ ત્રણ વર્ષ પહેલાં એ દીકરો તેમનાથી દૂર થયો હતો જે ફરી પાછો મળી જતાં પરિવારે ખૂબ જ આશીર્વાદ આપ્યા હતા.

‘તમે જ તમારા વિસ્તારના પોપટભાઈ બની જાવ’
પોપટભાઈને હવે તો સમગ્ર ગુજરાતભરમાંથી આવા લોકો અંગે કોલ આવી રહ્યા છે. એટલે તેઓ કઈ રીતે બધું મેનેજ કરે છે તે અંગે પૂછતાં તેમણે કહ્યું કે, અમે એક હેલ્પલાઈન સેવા શરૂ કરી છે. તેમાં હવે ખૂબ જ ફોન આવવાના શરૂ થઈ ગયા છે. પણ જ્યારે લોકો કોલ કરે છે ત્યારે ઘણી વાર એવું બને છે કે કેટલાક લોકોની એવી પણ ડિમાન્ડ હોય છે કે પોપટભાઈ જ ફોન ઉપાડે અને તેમની સાથે વાત કરે, તો કેટલાક લોકોની એવી પણ ડિમાન્ડ હોય છે કે પોપટભાઈ જ રૂબરૂ આવે પણ બધું જ મેનેજ કરવાનું હોવાના કારણે હવે બધી જગ્યાએ પહોંચવું શક્ય નથી બનતું, છતાં પણ લોકોના પ્રેમના કારણે જવાનો પ્રયત્ન કરું છું. પણ મારી દરેક લોકોને એક અપીલ છે કે આવા વ્યક્તિ જો તમને પણ જોવા મળે તો એમની પાસે જાવ એમની શું જરૂરિયાત છે તે જાણીને તેમને મદદ કરીને તમે પણ પોપટભાઈ બની જાવ.
‘દેશનો સૌથી પહેલો સોશિયલ મીડિયા આશ્રમ બનશે’
પોપટભાઈ ઉર્ફે રજનીભાઈ આહીર પોતાના આગામી પ્રોજેક્ટ અંગે કહે છે કે, આમ તો સરકાર દ્વારા પણ સેલ્ટર હોમ બનાવવામાં આવે છે. પણ હવે અમે નક્કી કર્યું છે કે, આવા નિરર્થક લોકો રહી શકે અને પોતાનું જીવન ત્યાં જ રહીને ગાળી શકે એ માટે મહુવા ભાવનગર હાઈવે ઉપર સોશિયલ મીડિયા આશ્રમ બનાવી રહ્યા છીએ. જેમાં ત્રણ માળની ઈમારત ઊભી થશે અને અહીં લગભગ 700 થી 800 લોકો એકસાથે રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. લગભગ 15 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આ આશ્રમના નિર્માણ માટે પોપટભાઈએ ફંડ પણ ઉઘરાવ્યું નથી. જે લોકો સામે ચાલીને મદદ કરવા માગે છે તેમની પાસેથી ફંડ અને બાકીની સેવા લીધી છે.

પહેલી નજરે ખૂબ જ સરળ લાગતી આ કામગીરીમાં પોપટભાઈને અનેક અનુભવો થયા છે. એ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં આણંદના ઉમેરઠ પાસેથી અમને એક કોલ આવ્યો હતો એ પછી અમે ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે એક બાળક કચરાપેટીની અંદર રહેતો હતો અને તેને જ તેણે ઘર બનાવી લીધું હતું. એ પછી તેને અમે આણંદમાં અમારી જે આશ્રમની સુવિધા છે ત્યાં લઈને આવ્યા. આ દરમિયાન તેનો વીડિયો પણ અમે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ જોઈને અમારા ઉપર ફોન આવ્યો કે આ તો અમારો દીકરો છે. એટલે અમે તેમના ફેમિલીને ત્યાં બોવાવ્યું અને તેનું વેરિફિકેશન કરીને તેમના પરિવારને એ દીકરો સોંપવામાં આવ્યો. લગભગ ત્રણ વર્ષ પહેલાં એ દીકરો તેમનાથી દૂર થયો હતો જે ફરી પાછો મળી જતાં પરિવારે ખૂબ જ આશીર્વાદ આપ્યા હતા.
‘તમે જ તમારા વિસ્તારના પોપટભાઈ બની જાવ’
પોપટભાઈને હવે તો સમગ્ર ગુજરાતભરમાંથી આવા લોકો અંગે કોલ આવી રહ્યા છે. એટલે તેઓ કઈ રીતે બધું મેનેજ કરે છે તે અંગે પૂછતાં તેમણે કહ્યું કે, અમે એક હેલ્પલાઈન સેવા શરૂ કરી છે. તેમાં હવે ખૂબ જ ફોન આવવાના શરૂ થઈ ગયા છે. પણ જ્યારે લોકો કોલ કરે છે ત્યારે ઘણી વાર એવું બને છે કે કેટલાક લોકોની એવી પણ ડિમાન્ડ હોય છે કે પોપટભાઈ જ ફોન ઉપાડે અને તેમની સાથે વાત કરે, તો કેટલાક લોકોની એવી પણ ડિમાન્ડ હોય છે કે પોપટભાઈ જ રૂબરૂ આવે પણ બધું જ મેનેજ કરવાનું હોવાના કારણે હવે બધી જગ્યાએ પહોંચવું શક્ય નથી બનતું, છતાં પણ લોકોના પ્રેમના કારણે જવાનો પ્રયત્ન કરું છું. પણ મારી દરેક લોકોને એક અપીલ છે કે આવા વ્યક્તિ જો તમને પણ જોવા મળે તો એમની પાસે જાવ એમની શું જરૂરિયાત છે તે જાણીને તેમને મદદ કરીને તમે પણ પોપટભાઈ બની જાવ.
‘દેશનો સૌથી પહેલો સોશિયલ મીડિયા આશ્રમ બનશે’
પોપટભાઈ ઉર્ફે રજનીભાઈ આહીર પોતાના આગામી પ્રોજેક્ટ અંગે કહે છે કે, આમ તો સરકાર દ્વારા પણ સેલ્ટર હોમ બનાવવામાં આવે છે. પણ હવે અમે નક્કી કર્યું છે કે, આવા નિરર્થક લોકો રહી શકે અને પોતાનું જીવન ત્યાં જ રહીને ગાળી શકે એ માટે મહુવા ભાવનગર હાઈવે ઉપર સોશિયલ મીડિયા આશ્રમ બનાવી રહ્યા છીએ. જેમાં ત્રણ માળની ઈમારત ઊભી થશે અને અહીં લગભગ 700 થી 800 લોકો એકસાથે રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. લગભગ 15 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આ આશ્રમના નિર્માણ માટે પોપટભાઈએ ફંડ પણ ઉઘરાવ્યું નથી. જે લોકો સામે ચાલીને મદદ કરવા માગે છે તેમની પાસેથી ફંડ અને બાકીની સેવા લીધી છે.
આવા લોકોને તમે પ્રભુજી કેમ કહો છો?
હજી તો આ સવાલ પૂરો થાય એ પહેલાં જ રજની આહીર કહે છે કે, જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય છે ત્યારે તેમની સ્થિતિ બિલકુલ નાના બાળક જેવી જ હોય છે. આપણા ઘરે પણ બાળક હોય છે ત્યારે આપણે કહેતા હોય છે કે આ તો ભગવાનનું સ્વરૂપ છે. એ સમયે તે ન ગમતી હરકતો કરે તો પણ ચલાવી લઈએ છીએ. એવું જ રોડ પર રહેતા અને માનસિક બીમાર લોકોમાં પણ છે. એટલે ભલે તેમની ઉંમર 50 વર્ષ કે તેનાથી વધારે હોય પણ તેમની બુદ્ધિમત્તા તો નાના બાળક જેવી જ હોય છે. એટલે અમને તેમને પ્રભુજી કહીએ છીએ. આ પાછળ બીજું એવું પણ કારણ છે કે, દરેક ધર્મમાં કહેવામાં આવે છે કે આપણા આ ભગવાન છે. અમારી ટીમના અને એમાં પણ મારા પોતાના વિચાર એવા છે કે, દરેક વ્યક્તિના દિલમાં ભગવાન વસેલો છે અને આપણે એને શોધવાની જરૂર છે. એટલે અમે તેમને ભગવાન તરીકે સંબોધીએ છીએ. અમારી પાસે આ કામ પણ ભગવાન જ કરાવે છે. અમે તો માત્ર નિમિત્ત જ બનીએ છીએ.

પોપટભાઈ અને તેમની ટીમ દ્વારા અત્યાર સુધીમાં હજારો લોકોનું રેસ્ક્યુ કરી ચૂકી છે. તો અત્યાર સુધીમાં તેમની ટીમ ઉપર લાખથી વધુ કોલ આવી ચૂક્યા છે. દિવસે ને દિવસે વધી રહેલા કોલની સંખ્યાને જોતા પોપટભાઈ અને તેમની ટીમ દ્વારા એક કોલ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં બહેનો કામ કરે છે. એ બહેનો તમામ વિગતો મેળવીને જે તે વિસ્તારના અમારા વોલિયન્ટિયર્સને માહિતી આપે છે જે બાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવે છે.
કોણ છે પોપટભાઈનાં ભાવિ પત્ની પાયલ?
પાયલ મૂળ તળાજા નજીક આવેલા પાવઠી ગામનાં વતની છે અને હાલમાં સુરતમાં તેઓ પોતાના પરિવાર સાથે રહે છે. હાલમાં તેઓ ગવર્નમેન્ટ પરીક્ષાઓ માટેની તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યાં છે. રજની આહીરને સોશિયલ મીડિયા ઉપર રહીને કામ કરવું ગમે છે જ્યારે પાયલ તેનાથી વિપરીત છે. તેમને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેવું જરા પણ ગમતું નથી.

તમારી મુલાકાત પાયલ સાથે કઈ રીતે થઈ?
પોપટભાઈએ પોતાની પહેલી મુલાકાત અંગે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પાયલ સાથે પહેલી મુલાકાત મારાં પરિવારજનોએ કરાવી હતી. હું હંમેશાં એવું વિચારતો કે એવા પાત્ર સાથે લગ્ન કરવા છે કે જે મને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આપે, ખરેખર પાયલ ખૂબ જ દયાળુ અને લાગણીશીલ છે. તેની ભાવના પણ ખૂબ જ સારી છે. એટલે હવે તેઓ અમારી સાથે જોડાયાં છે ત્યારે તેમના થકી સમાજને શું મેસેજ આપી શકીએ છીએ તે એ સૌથી મોટી વાત છે.
પાયલ સાથે સૌથી પહેલાં શું વાત થઈ?
પોપટભાઈ હસતાં હસતાં કહે છે કે, આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લગભગ સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના લોકો મને ઓળખે છે પણ જ્યારે મારી પહેલી મુલાકાત પાયલ સાથે થઈ ત્યારે તે મને ન તો નામથી કે ન તો સોશિયલ મીડિયાથી ઓળખતાં. થોડી અજીબ લાગે તેવી વાત હતી પણ એ સમયે એ વાત સાંભળીને મને ખૂબ જ ગમ્યું. એ પછી જ્યારે તેમને મારા કામ વિશે ખબર પડી કે હોમલેશ લોકો માટે કામ કરે છે તો તેમને ખૂબ જ ખુશી થઈ.

‘પાયલને પસંદ કર્યા પહેલાં તેની પરીક્ષા લીધી’
કહેવાય છે ને કે દરેક વ્યક્તિનો જે સ્વભાવ અલગ અલગ હોય છે. એમાં પણ ખાસ કરીને છોકરીઓની એવી ટેવ હોય છે કે જરા પણ ખરાબ જોઈને તેઓ ત્યાંથી દૂર જતાં રહેતાં હોય છે, આવું તો મારાથી ન થઈ શકે એટલે તેમના સ્વભાવની પરીક્ષા કરવા માટે હું તેમને રેસ્ક્યુ કરવા માટે સાથે લઈ ગયો. જ્યાં એ ભાઈ પેન્ટમાં જ પેશાબ કરતા હતા. તેમના શરીરમાંથી અને મોંમાંથી દારૂની દુર્ગંધ મારતી હતી. છતાં પણ મેં જોયું તો તેમણે આખા રેસ્ક્યુ દરમિયાન જરા પણ કોઈ ફરિયાદ નથી કરી. આ જોઈને મને પણ ખૂબ જ ખુશી થઈ હતી. એ પણ એવું માને છે કે સમાજને કઈ રીતે સારો બનાવી શકું. તેમનો લોકહિતનો સ્વભાવ પણ મને ખૂબ જ ગમ્યો અને તેના આધારે મેં તેમની પસંદગી કરી.