હિન્દુ ધર્મમાં પ્રદક્ષિણાનું વિશેષ મહત્વ છે. મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ મંદિરની ચારે તરફ પ્રદશિક્ષણા કરવામાં આવે છે. વૈદિકકાળતીવ્યક્તિ, દેવમૂર્તિ, પવિત્ર સ્થાનોને પ્રભાવિત કરવા અથવા તો તેના સન્માનનું કાર્ય સમજે છે.
ધાર્મિક માન્યતા અનુસાર, મંદિરની આજુબાજુ પ્રદક્ષિણા કરવાથી સકારાત્મક ઊર્જાનું સંચાર થાય છે. મંદિરમાં પરિક્રમા જમણી બાજુથીશરૂ કરવી જોઈએ. કહેવાય છે કે, પ્રદક્ષિણા કરવાથી જીવનમાં શુભતાઆવે છે. અને જીવનમાં એક નવી સરાત્મકતા આવે છે.
આ દિશામાં કરવી જોઈએ પ્રદક્ષિણા…
ધર્માશાસ્ત્રોમાં કહેવાયું છે કે, ભગવાનની પ્રદક્ષિણા કરવાથી અક્ષયપુણ્ય મળે છે અને પાપ નષ્ટ થાય છે. તમામ દેવી દેવતાઓના પરિક્રમાના સંબંધિત અલગ-અલગ નિયમ છે. એવું કહેવાય છે કે, ભીના કપડામાં પ્રદક્ષિણા કરવાથી અધિક લાભ મળે છે. ઘણાં મંદિરોમાં જળકુંડમાં સ્નાન કરીને લોકોને ભીના કપડામાં પ્રદક્ષિણા કરતા જોયા હશે. આનું કારણ છે કે, આ પવિત્ર સ્થાન પરની ઊર્જા શરીરમાં પ્રવેશે છે.
પ્રદક્ષિણાની કથા…
પ્રદક્ષિણા વિશે કહેવાય છે કે, જ્યારે ગણેશજી અને કાર્તિકેય વચ્ચે શ્રેષ્ઠ કોણ છે??નો પ્રશ્ન ઉભો થયો ત્યારે આ વાતને સાબિત કરવા માટે બંને વચ્ચે સૃષ્ટિની પ્રદક્ષિણા કરવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગણેશજીએ મા પાર્વતી અને શિવજીની પ્રદક્ષિણા કરીને સૌના જીત લીધા હતા.
તેમણે કહ્યું હતું કે, માતા-પિતાની પ્રદક્ષિણા સૃષ્ટિની પ્રદક્ષિણા કર્યા બરાબર છે. તેમને માતા-પિતામાં આખું બ્રહ્માડ જોવા મળ્યું હતું એને આ પ્રદક્ષિણા કોઈ તીર્થધામ સમાન છે. બસ ત્યારથી મંદિરની પ્રદક્ષિણાનું અનેરુ મહત્વ જોવા મળે છે.
પ્રદક્ષિણા કરતી આ વાતોનું રાખો ખાસ ધ્યાન…
જાણો પ્રદક્ષિણાનું શું છે મહત્વ…
- પ્રદક્ષિણા કરતી વખતે મનમાં શુભ ભાવ રાખી પ્રદક્ષિણા કરવી ધીમે-ધીમે ભગવાનનું સ્મરણ કરતા-કરતાં કરવી
પ્રદક્ષિણા દરમિયાન સાંસારિક વિષયો સંબંધિત વાતો કરવી જોઈએ નહીં.
પ્રદક્ષિણા કરતી વખતે પાછળ ફરીને જોવું નહીં. મજાક-મસ્તી કરવી નહીં અને ઉંચા અવાજે બોલવું નહીં.
દરેક પ્રદક્ષિણા કરતી વખતે પ્રતિમાને પ્રણામ કરવું ભૂલવું નહીં.
પ્રદક્ષિણા કરતી વખતે પીઠ ન બતાવવી.
આપણે જ્યારે પણ કોઈ મંદિરમાં જઈએ છીએ, તો ત્યાં આપણે ઘણા લોકોને મંદિરની પરિક્રમા કરતાં જોઈએ છીએ.આ દરમિયાન હંમેશા લોકોના મનમાં સવાલ થાય છે કે આપણે કેટલી પરિક્રમા કરવી જોઈએ? તેનો જવાબ એ વાત પર નિર્ભર છે કે તમે કયા ભગવાનના દર્શન કરી રહ્યા છો.
શાસ્ત્રો અનુસાર, દરેક ભગવાન માટે અલગ-અલગ સંખ્યામાં પરિક્રમા કરવામાં આવે છે. જેમ કે, સૂર્યદેવની 7 વખત પરિક્રમા કરવામાં આવે છે. ગણેશજીની 4 વખત જ્યારે હનુમાનજીની ૩ વખત પ્રદક્ષિણા થાય છે. જ્યારે ભગવાન વિષ્ણુ અને તેમના બધા અવતારોની 4 વખત પ્રદક્ષિણા કરવાનો નિયમ છે. દુર્ગા માતાજીની ફક્ત એક જ પ્રદક્ષિણા કરવામાં આવે છે. શિવજીની વાત કરવામાં આવે તો, તેમની અડધી પ્રદક્ષિણા કરવામાં આવે છે. તેનું કારણ છે કે, શિવલિંગની જલધારાને ઓળંગવી જોઈએ નહીં. જ્યારે તમે જલધારા સુધી પહોંચો છો તો તે પરિક્રમા પૂર્ણ થયેલી માનવામાં આવે છે.
જ્યારે પણ તમે પરિક્રમા કરો ત્યારે “यानि कानि च पापानि जन्मांतर कृतानि च। तानि सवार्णि नश्यन्तु प्रदक्षिणे पदे-पदे।।“ મંત્રનો જાપ કરો.તેનો અર્થ છે કે, તમારા દ્વારા જાણતા-અજાણતા આ જન્મ કે પૂર્વ જન્મમાં જે પણ પાપ થયા હોય, તે પરિક્રમાની સાથે નષ્ટ થાય અને ભગવાન તમને સદબુદ્ધિ આપે.