સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવતી ખીચડી તા. 16 ડિસેમ્બરથી તા. 15 જાન્યુઆરી દરમિયાન બનાવવામાં આવે છે. જેનો સ્વાદ રસિકોમાં અનેરું મહત્વ ધરાવે છે. ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવતી ખીચડી સુકા મેવાથી ભરપૂર હોય છે. જેમાં કાજુ, બદામ, લવિંગ, ખારેક, પિસ્તા, દ્રાક્ષ અને ગરમ મસાલાનો સમાવેશ થાય છે. તુવેરની દાળ અને જેટલા ચોખા એટલા જ ઘીમાં ખીચડી બનાવવામાં આવે છે. ઉપરાંત ખીચડી સાથે ભરેલા રવૈયાનું શાક અને કઢી ભગવાનને ધરાવવામાં આવે છે.
આ ખીચડીને ધનુમાસની ખીચડી પણ કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ તા. 16 ડિસેમ્બરથી તા. 15 જાન્યુઆરી સુધી સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ હોવાથી આ માસને ધનુમાસ કહેવાય છે.ડાકોર મંદિર ખાતે ધનુમાસ દરમિયાન ધનુમાસની ખીચડી બનાવી રાજા રણછોડને ધરાવવમાં આવતી હોય છે. ડાકોરના નગરજનો દ્વારા આ ખીચડી મોટી-મોટી વાડીઓ અને ધર્મશાળામાં બનાવમાં આવે છે.
આ ઉપરાંત ડાકોર બહાર રહેતા પોતાના સ્વજનોને આમંત્રણ પાઠવી ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે. ડાકોરમાં ધનુમાસ દરમ્યાન આશરે 50થી 60 લાખ રૂપિયાના ખર્ચે ખીચડી બનાવી સ્વજનોને પીરસવામાં આવે છે.
Теплица под заказ по размерам.