જાદુઈ વસ્તુથી ઓછુ નથી આ ઘી અને પાણીનું મિશ્રણ, જે પીવાથી કબજિયાતની સમસ્યાનો થશે અબુલ ઘા
જાદુઈ વસ્તુથી ઓછુ નથી આ ઘી અને પાણીનું મિશ્રણ, જે પીવાથી કબજિયાતની સમસ્યાનો થશે અબુલ ઘા

જાદુઈ વસ્તુથી ઓછુ નથી આ ઘી અને પાણીનું મિશ્રણ, જે પીવાથી કબજિયાતની સમસ્યાનો થશે અબુલ ઘા

કબજિયાતની સમસ્યા થવા પર નવસેકુ પાણી અને ઘીના મિશ્રણનું સેવન કરવું. તેને એક સાથે ખાવાથી કબજિયાતથી રાહત મળે છે અને પેટ એકદમ સાફ થઈ જાય છે. ઘણા લોકોને જમવાનું પચાવવામાં મુશ્કેલી થતી હોય છે. જેના કારણે કબજિયાત રહે છે. કબજિયાતની સમસ્યાને સમય પર ઠીક કરવામાં ન આવે તો શરીરમાં અન્ય રોગો પણ થઈ શકે છે. જેથી નવસેકા પાણી સાથે ઘીનું મિશ્રણ કરીને તેનું સેવન કરવું.

આ કારણે થાય છે કબજિયાતની સમસ્યા
શરીરમાં પાણીની કમી હોવાના કારણે કબજિયાતની પરેશાની રહે છે. જેથી જે લોકો ઓછુ પાણી પીવે છે. તેને પેટની સમસ્યા વધુ રહે છે. આ સિવાય જે લોકો જંકફુડ, ફાસ્ટફુડ અને વધુ માત્રામાં કેફીનનો સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થાય છે. તમે દવા વગર પણ આ સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો. આયુર્વેદિક નુસ્ખાથી તમે કબજિયાત મટાડી શકો છો. ઘી અને ગરમ પાણીનું સેવન કરવાથી પેટને આરામ મળે છે. આ બંને વસ્તુ એક સાથે ખાવાથી કબજિયાત દુર થાય છે.

ઘી શરીરમાં ચીકાસ લાવે છે. જે આંતરડામાં જમા મળને સરળતાથી બહાર નીકાળી શકે છે. જેથી કબજિયાતથી છુટકારો મળે છે. ઘીમાં બાયટ્રિક એસિડ વધુ માત્રામાં હોય છે.

ઘી અને નવસેકા પાણી સાથે જોડાયેલા લાભ

  • જે લોકો આ પાણીનું સેવન કરે છે તેના હાડકા પર સારી અસર પડે છે અને હાડકા મજબૂત બને છે. જેથી જે લોકોના હાડકા નબળા છે અને જે લોકોને હાડકાની સમસ્યા રહ્યાં કરે છે. તેને આ પાણીનું સેવન કરવું જોઈએ.
  • આંતરડામાં મેટાબોલિકને બરાબર કરવા માટે ઘી અને પાણીનું સેવન કરવું જોઈએ.
  • મન અને મગજ માટે ઉત્તમ છે ઘી. આ પાણીથી સારી એવી ઉંઘ આવે છે.
  • ગરમ પાણીમાં ઘી પીવાથી ડાયાબિટીસના રોગમાં પણ આરામ મળે છે
  • વજન ઘટાડવા માટે ઘી ખુબ ફાયદાકારક છે.

આ રીતે કરો ઘી અને પાણીનું સેવન
નવસેકા પાણી સાથે ઘીનું સેવન કરવું. રાતે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ઘી નાખવું. આ પાણી દરરોજ પીવું. આ પાણી તમે રાતે પિવાના બદલે વહેલી સવારે ખાલી પેટ પણ પી શકો છો.

Leave a Reply

Your email address will not be published.