જામનગરમાં રાજભા ગઢવીના યોજાયેલા ડાયરામાં થયો લાખો રૂપિયાનો વરસાદ, ગૌશાળાનું નામ પડ્યું તો લોકોએ મનમુકી વરસાવ્યા પૈસા

ગુજરાતમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પૈસાની નોટો ઉડાવવાની ફેશન બની ગઈ છે. ત્યારે ફરીવાર જામનગરથી નોટોનો વરસાદ થતો હોય તેવી તસ્વીરો સામે આવી છે. વિભાપરના એક ડાયરામાં લોકોએ કલાકારો પર નોટોનો વરસાદ કરી દીધો હતો.

જય વચ્છરાજ ગૌ સેવા ટ્ર્સ્ટ વિભાપર દ્વારા આ ડાયરાનુ આયોજન કરાયુ હતુ. જાણવા મળ્યુ છે કે, ગૌ-સેવાના હેતુથી આ લોકડાયરાનુ આયોજન કરાયુ હતુ. જેમાં લોકો દ્વારા આ નોટોનો વરસાદ કરાયો હતો. જોકે આપણે ત્યાં ગાયને માતા માનવામાં આવે છે. અને ગાયના નામે જ્યારે દાન કરવાનું હોય ત્યારે કોઈપણ પાછળ વળીને નથી જોઈતું.

મહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાં લોકડાયરો ખુબ પ્રચલીત છે. અહીં લોકો તહેવારોમાં અને કોઈ મોટા અવસરો પર લોક ડાયરાનું આયોજન કરે છે. જેથી ધર્માદામાં લોકો લાખો રૂપિયાનું દાન કરે. જામનગર ખાતે પણ રાજભા ગઢવી અને અન્ય કલાકારોની ધૂન પર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો..