
જામનગરમાં આમ તો ઠેકઠેકાણે દબાણ અંગે છાશવારે રાવ ઉઠતી હોય છે. પરંતુ જામનગર શહેરમાં આવેલ બર્ધન ચોક વિસ્તાર દબાણ મામલે વર્ષોથી કુખ્યાત છે. આ વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યાના પુત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કુસુમબેન પંડ્યાનો પુત્ર હાથમાં દંડો લઈ જાણે ‘દાદા’ બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આગાઉની ઘટનાનો આ વીડિયો સામે આવતા ચકચાર જાગી છે. કથિત વાયરલ વીડિયોમાં આ શખ્સ વેપારીઓને ધમકાવતો હોવાનું નજરે પડે છે.
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં શેરીગલીમાં પર અનેક સ્થળે દબાણ કરવામાં આવ્યું હોવાથી ટ્રાંફિક જામ થાય છે. રેકડી, પાથરણાવાળાઓને છાશવારે સૂચના આપવા ઉપરાંત કાર્યવાહી કરવા છતાં પણ આ દબાણ અટક્યા નથી. એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે દબાણના આ દુષણને સ્થાનિક નેતાઓ જ રૂપિયાના જોરે પોષણ આપે છે. જેથી આ સમય ઉકેલાતી નથી. ગેરકાયદે દબાણ મામલે આ વિસ્તાર વર્ષોથી બદનામીનો માર ભોગવી રહ્યો છે. ત્યારે હાલમા વાયરલ થયેલા વીડિયોમા દબાણ મામલે જ નેતાનો પુત્ર રોફ ઝાળતો નજરે પડે છે. ફાંટીને ધુમાંડે ગયેલ પુત્ર વેપારીને દબાવવા ગયો હોવાનો વીડિયો સામે આવ્યો છે.