પ્રખ્યાત ટીવી સીરિયલ તારક મહેતાના ઉલટા ચશ્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જેઠાલાલ બબીતાજીને આઈલવયૂ બોલે છે. તેમના બબીતાજીને પ્રપોઝ કરતા જ એચાનક બાપુજી આવી જાય છે. અને તે જેઠાલાલ સામે લાઠી લઈને દોડે છે. તેવામાં જેઠાલાલને બબીતાજીને આઈલવયુ કહેવું ભારે પડી જાય છે.
આપને જણાવી દઈએ કે, તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો એક લેટેસ્ટ પ્રોમો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં જેઠાલાલ બબીતા જીની સામે બેસીને આઈ લવ યૂ બોલતા જોવા મળી રહ્યા છે. જે તેમને ભારે પડી જાય છે. તેવામાં જેવા જ તેમના બાપૂજી આ વાત સાંભળી જાય છે અને તેઓ જેઠાલાલની ધોલાઈ કરવા માગે દંડો ઉચકાવી લે ચે. અને જેઠાલાલ પર ગુસ્સો કરીને બોલે છે કે, તેની આઈ લવ યૂ બોલવાની હિંમત કેવી રીતે થઈ.
બાપૂજીનો ગુસ્સો જોઈને જેઠાલાલની હાલત ખરાબ થઈ જાય છે. જોકે જેઠાલાલ હકીકતમાં બબીતાજીને પ્રપોઝ નહોતા કરી રહ્યા. પરંતુ જેઠાલાલ અને બબીતા જી એક નાટકનું રિહર્સલ કરી રહ્યા હોય છે. આ દરમિયાન જ્યારે જેઠાલાલ બબીતા જીને આઈ લવ યૂ બોલે છે કે, બાપૂજીની એન્ટ્રી થઈ જાય છે. આમપણ બધા જ દર્શકમિત્રો જાણે છે કે, જેઠાલાલ બબીતાજી કેટલા પસંદ કરે છે. તેવામાં દર્શકો આ એપિસોડની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
