મહિલાઓ અને પુરૂષો બંને આજના જમાનામાં એકબીજાના બરાબર છે. મહિલાઓ દરેક ફિલ્ડમાં પુરીષોની બરાબરની ટક્કર આપે છે. જો કે આજ પણ કેટલાક લોકો મહિલાઓને પુરૂષો સાથે ઓછી આંકી રહ્યાં છે. એવામાં આ વાતને લઈને લોકોને જાગૃત કરવા ખુબ જરૂરી છે. ત્યારે નેપાળમાં ઈન્ટરનેશનલ વુમન્સ ડે પર એક અનોખી પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જેન્ડર સમાનતાનો સંદેશ આપવા માટે પત્નીઓએ પતિને ખંભા પર ઉઠાવીને ભાગી હતી.
રેસમાં 16 કપલ્સે ભાગ લીધો
આ અનોખી રેસની પ્રતિયોગિતા સોમવારે ઈન્ટરનેશનલ વુમન્સ ડે પર નેપાળના દેવઘાટ વિલેજ કાઉન્સીલ દ્વારા લોકલ સ્કૂલના ગ્રાઉન્ડમાં રાખવામાં આવી હતી. આ 100 મીટરની રેસ હતી.જેમં મહિલાઓએ ભાગ લઈને પતિને ખંભા પર ઉઠાવ્યાં હતા. આ દોડમાં અલગ અલગ પ્રકારની ઉંમરના 16 કપલ્સે ભાગ લીધો છે.

મહિલાઓને પ્રાથમિકતા આપવી જોઈએ
આ અનોખી રેસમાં ભાગ લેનાર એક પ્રતિભાગી પશુપતિ શ્રેષઠાએ ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે મે આ રેસમાં તેને પોતાના પતિને ખંભા પર ઉઠાવીને ભાગ લીધો હતો. હું અહિંયા ખુબ બહાદુરી અને લગન સાથે આી હતી. હું ભલે જીતી શકી નહીં. પણ તેને ખુશી છે કે મહિલાઓને પ્રાથમિકતા અને રિસ્પેક્ટ આપવામાં આવી રહી છે.
સ્પર્ધા જોવા દૂર દૂરથી લોકો આવ્યાં
આ અનોખી રેસ જે સ્કૂલમાં રાખવામાં હતી તે સ્કૂલ નેપાલની રાજધાની કાઠમાંડુથી 150 કિલોમીટર દુર છે. આ અનોખી કેસને જોવા માટે લોકો દુર દુરથી આવ્યાં હતા. આ પ્રતિયોગિતામાં ભાગ લેનાર તમામ કપલને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
ભાગ લેનારને સર્ટિફિકેટ અપાયું
આ સ્પર્ધા આયોજિત કરનાર વિલેજ કાઉન્સિલના ચીફ દુર્ગા બહાદુર થાપાએ ANIને જણાવ્યું હતું કે આ એક દોસ્તાના ખેલ હતો. જેમાં જીતના આધાર પર કોઈ વિશેષ કોઈ ઈનામ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે જે લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
આવતા વર્ષે પણ આ સ્પર્ધા યોજાશે
થાપાએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્પર્ધાના માધ્યમથી મહિલાઓને પોતાની તાકાત દેખાડવા માટે અવસર આપવા માંગતા હતા. મહિલાઓમાં પણ પુરૂષોની જેમ તાકાત હોય છે. તેમનું કહેવું છે કે તેઓ દર વર્ષે આ પ્રતિયોગીતાનું આયોજન કરશે.