જો તમને પણ આ સંકેતો મળી રહ્યો હોય તો સમજી લેજો કે બજરંગબલી તમારા પર પ્રસન્ન થયા છે
જો તમને પણ આ સંકેતો મળી રહ્યો હોય તો સમજી લેજો કે બજરંગબલી તમારા પર પ્રસન્ન થયા છે

જો તમને પણ આ સંકેતો મળી રહ્યો હોય તો સમજી લેજો કે બજરંગબલી તમારા પર પ્રસન્ન થયા છે

તમને જણાવી દયે કે જ્યારે જ્યારે ભક્ત સુંદરકાંડના પાઠ અને શ્રીરામકથાના પાઠ કરે છે ત્યારે ભક્ત હનુમાનજીની હાજરીનો ચોક્કસ પણે અનુભવ કરે છે. કહેવાય છે કે હનુમાનજી કળયુગમાં પણ વિદ્યમાન છે. હનુમાનજીના આશિર્વાદ મળી ગયા. તો સમજો બધા કામ બની ગયા.

સર્વશક્તિમાન શ્રીરામ ભક્ત હનુમાન હંમેશા પોતાના ભક્તો પર આશિર્વાદ વરસાવે છે. હનુમાનજીની પૂજાથી આર્થિક, સ્વાસ્થ્ય, નકારાત્મક ઉર્જા અને ડર સંબંધી સમસ્યાઓથી તમને મુક્તિ મળે છે. દરેક વ્યક્તિ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મહેનત કરે છે. ત્યારે જો તમને કેટલાક પ્રકારના સંકેત મળે તો સમજી જજો કે હનુમાનજી તમારા પર પ્રસન્ન છે.

હનુમાનજીની કૃપાના સંકેત.

  • તમને સપનામાં કોઈ વ્યક્તિ ધાર્મિક કાર્યો કરતુ દેખાય અથવા તો તમે પોતે કોઈ ધાર્મિક કાર્ય કરી રહ્યા હોવ તેવું દેખાય એટલે કે તમે સપનામાં કોઈ પૂજા પાઠ થતા જોવો મળે તો સમજવું કે ટુંક સમયમાં જ તમારી પ્રગતિ થવાની છે.
  • જો તમને સપનામાં એવું દેખાય કે કોઈ વ્યક્તિ હનુમાનજીનો પ્રસાદ વહેંચી રહ્યું છે અથવા હનુમાનજીનો પ્રસાદ લોકોમાં વહેંચાતો દેખાય તો સમજવું કે હનુમાનજીની કૃપા તમારા પર છે અને તે એક શુભ સંકેત છે. તેનો મતલબ છે કે નજીકના ભવિષ્યમાં તમારા જીવનમાં કંઈક શુભ થવાનું છે અને હનુમાનજી તમારી સાથે જ છે
  • જો કોઈ પણ વ્યક્તિના સ્વપ્નમાં હનુમાનજી અથવા ભગવાન રામ આવીને દર્શન આપે તો પ્રભુની કૃપા તમારા પર હંમેશા રહે છે. જે વ્યક્તિની હથેળી ઉપર મંગળ રેખા સ્પષ્ટ દેખાઈ રહી છે, તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published.