લગ્ન દરેક છોકરીનું સૌથી સુંદર સપનું છે. જેમાં તે સૌથી સુંદર દેખાવવાની ઈચ્છા રાખે છે. સોળ કહેવાય છે કે, શ્રુંગાર વગર સ્ત્રી અધૂરી હોય છે. તૈયાર થવું, ઘરેણાં પહેરવા એ તેનો અધિકાર છે. આમ, શ્રુંગાર કરીને દરેક સ્ત્રી સંપૂર્ણતા અનુભવે છે. પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યાં છે, જેમાં એક યુવતીને આ શૃગાંર કરવું નુકસાનકારક સાબિત થઈ થયું છે.
હાલ મોટાભાગની યુવતી તૈયાર તવા માટે બ્યુટી પાર્લર જાય છે. જ્યાં તેમની સુંદરતાં વધારવા માટે અનેક બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજે તમને એવી ઘટના વિશે જણાવીશું જેમાં આ બ્યુટી પ્રોડક્ટે સુદરતા વધારવાનું નહીં પણ તેના ચહેરાને કદરૂપુ બનાવી દીધું હતું. એટલે તમે બ્યુટી પાર્લર જતાં ખાસ કાળજી રાખજો. નહીં તો તમારે પણ રડવાના દિવસો આવી શકે છે.
આ ઘટના આસામની છે. વિદેશમાં અભ્યાસ કરતી યુવતી પોતાની ફ્રેન્ડના લગ્નમાં સામેલ થવા માટે આવી હતી. લગ્ન પહેલા તે તૈયાર થવા માટે બ્યુટી પાર્લર ગઈ હતી. આ દરમિયાન તેનો ચહેરો બળી ગયો હતો. ત્યારબાદ યુવતીએ ફેસબુક લાઈવ કરીને પાર્લર માલિક ઉપર આક્ષેપો કર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, આસામના સિલચાર વિસ્તારમાં બિનિતા નાથ નામની યુવતી ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપવા માટે આવી હતી. બિનિતા નાથ અત્યારે ઈટાલીમાં પોસ્ટ ડોક્ટરેટનો અભ્યાસ કરતી હતી. બિનિતા એનઆઈટીમાં અભ્યાસ કર્યો છે. બિનિતા ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપવા પોતાના વતન સિલચાર આવી હતી.