અમેરિકાના કોપિટોલમાં થઇ હિંસક ઘટના બાદથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મે કડક એક્શન લેતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને સ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવ્યું છે. ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થવા બાદથી દુનિયાભરના મીડિયામાં ભારતીય મૂળની વિજયા ગડ્ડેનું નામ ચર્ચામાં આવ્યું છે.
ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં વિજયા ગડ્ડેની ભૂમિકા પ્રમુખ છે. હૈદરાબાદમાં જન્મેલી 45 વર્ષીય ભારતીય-અમેરીકિ વિજયા ગડ્ડે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરની શીર્ષ કાયદા, લોક નીતિ અને વિશ્વાસ તથા સુરક્ષાની પ્રમુખ છે.
અમેરીકી સંસદમાં થયેલી હિંસક ઘટનાઓ બાદ શુક્રવારે વિજયા ગડ્ડેએ ટ્વીટ કરતા કહ્યું હતું કે વધારે હિંસાના જોખમોને જોતા ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટને સ્થાયી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા આ દરમિયાન તેના 8.87 કરોડ ફોલોવર હતા. તથા તે પોતે 51 લોકોને ફોલો કરતા હતા.
કોણ છે વિજયા ગડ્ડે?
તમને જણાવી દઇએ કે વિજયા ગડ્ડેનો જન્મ ભારતમાં હૈદરાબાદમાં થયો હતો. વિજ્યાની ટ્વિટર પ્રોફાઇલ અનુસાર તે 2011માં ટ્વિટર સાથે જોડાઇ હતી. આ પહેલા તે અમેરિકી કંપની જૂનિપર નેટવર્ક્સમાં કામ કરતી હતી. વિજ્યા ન્યૂયોર્ક યુનિવર્સિટી લો સ્કૂલના ટ્રસ્ટી બોર્ડમાં પણ રહી ચૂકી છે. તેનું બાળપણ ટેક્સાસ અને ન્યૂજર્સીમાં વિત્યું હતું.
મહત્વનું છે કે અમેરિકી સંસદ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસક હુમલો કરી દીધો હતો. હુમલામાં એક પોલીસ ઓફિસર સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ પ્રકારની હિંસાત્મક ઘટના બીજીવાર ન થાય તેના માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું. આ સિવાય ફેસબૂક અને ઇસ્ટાગ્રામે પણ ટ્રમ્પના એકાઉન્ટ બંધ કરી દીધા હતા.
ફેસબૂકના સંસ્થાપક માર્ક જુકરબર્ગે એક નિવેદનમાં કહ્યું કે અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બિડેનના શપથ ગ્રહણ કરવા સુધી ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબૂક અને ઇસ્ટાગ્રામ ઉપયોગ કરી શકશે નહીં.
ટ્રમ્પ સમર્થકો કરી શકે છે સશસ્ત્ર હુમલો
અમેરિકી મીડિયા રિપોર્ટમાં પ્રાપ્ત જાણકારીઓના આધાર પર FBIએ કહ્યું કે તમામ 50 રાજ્યોની રાજધાનીઓમાં 16 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી વચ્ચે સશસ્ત્ર હુમલો કરવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે 20 જાન્યુઆરીએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. જ્યારે કમલા હેરિસ અમેરિકાની પહેલી અશ્વેત મહિલા રાષ્ટ્રપતિ પદના શપથ લેશે.