વેબ સીરીઝ તાંડવને લઈને વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. મુંબઈ અને લખનઉ મેકર્સ સહિત કલાકારો પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સોમવારના રોજ પણ દેશભરમાં તાંડવના વિરોધમાં પ્રદર્શન થયા હતા. જેના પગલે સૂચના પ્રસારણ મંત્રાલયે તાત્કાલિક ધોરણ તાંડવના મેકર્સને આ સંબંધે નિર્દેશ જાહેર કર્યો હતો.
આ દરમિયાન કંગનાએ તાંડવ વેબ સીરીઝની ઝાટકણી કાઢતા કપિલ મિશ્રાના એક ટ્વીટને રીટ્વીટ કરતાં કટાક્ષ કર્યો હતો. બીજેપી નેતા કપિલ મિશ્રાને ટ્વીટ કરતાં લખ્યું હતું કે, અલી અબ્બાસ ઝફરજી, ક્યારેક તમે તમારા ધર્મને પર ફિલ્મ બનાવી માફી જુઓ. સારી અભિવ્યક્તિની આઝાદી આપણા અમારા જ ધર્મની સાથે કેમ? ક્યારેક તમારા એકમાત્ર ઈષ્ટ પર મજાક ઉડાવી શરમ સામનો કરો. પોતાના ગુનાની હિસાબ ભારતની ન્યાય વ્યવસ્થા કરશે. જેરીલો કન્ટેટન પરત લો, તાંડવને હટાવવું જ પડશે.
माफ़ी माँगने केलिये बचेगा कहाँ? ये तो सीधा गला काट देते हैं, जिहादी देश फ़तवा निकाल देते हैं लिब्रु मीडिया वर्चूअल लिंचिंग कर देती है, तुम्हें ना सिर्फ़ जान से मार दिया जाएगा बल्कि उस मौत को भी जस्टिफ़ाई किया जाएगा, बोलो @aliabbaszafar है हिम्मत अल्लाह का मज़ाक़ उड़ाने की ? https://t.co/NYASyuVS2i
— Kangana Ranaut (@KanganaTeam) January 18, 2021
બાદમાં કપિલ મિશ્રાના ટ્વીટને શેરતા કરતાં કંગનાએ લખ્યું હતું કે,માફી માગવા માટે જીવતો રહેશે ખરો? તે તો સીધુ ગળું જ કાપી નાખે છે. જિહાદી દેશ ફતવા કાઢશે. લિબ્રુ મીડિયા વર્ચુઅલ લિચિંગ કરી દેશે. તેમને ફક્ત મારવામાં નહીં આવે પણ તેની મોતને લઈને જસ્ટીફાઈ પણ કરવામાં આવશે.
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં કેસ દાખલ થયા પછી એમેઝોન પ્રાઈમ સીરીઝની વેબસીરીઝ ‘તાંડવ’ ના નિર્માતાઓએ માફી માગી છે. આ સંદર્ભમાં જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વેબસીરીઝના કલાકારો અને ક્રૂનો કોઈ પણ વ્યક્તિ, જાતિ, સમુદાય, સંસ્થા, ધર્મ અથવા ધાર્મિક વિચારનું અપમાન કરવાનો ઇરાદો નહોતો. ‘તાંડવ’ ની સ્ટાર કાસ્ટ અને ક્રૂએ લોકોએ ઉભી કરેલી ચિંતાઓનું ધ્યાન રાખ્યું છે અને જો આનાથી કોઈની લાગણી દુભાય છે, તો અમે માફી માંગીએ છીએ. ‘