કોરોના કાળના કારણે વર્ષ 2020 સૌ કોઈ માટે ખરાબ રહ્યું છે. લોકડાઉનના કારણે મોટાભાગના લોકોને બેરોજગારીનો સામનો કરવો પડ્યો હતો. તો વળી કેટલાંક લોકોના ધંધો બંધ તેઓ દેવામાં ડૂબી ગયા હતા.
આવું જ કંઈક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ સાથે થયું છે. કોરોના કારણે જેઠાલાલના ધંધો બંધ રહેતા તેના ભારે નુકસાન થયું હતું અને દેવામાં ડૂબી ગયો છે. આજ-કાલ તે ખૂબ ચિંતામાં દેખાઈ રહ્યો છે અને તેને ગોકુલધામ છોડવાનો નિર્ણય લઈ લીધો છે.
જી હા… તમને સૌને ખડખડાટ હસાવનાર જેઠલાલ આજ-કાલ એટલો બધો ચિંતા રહે છે કે, તે ગોકુલધામ છોડવા મજબૂર થયો છે. તમે કંઈ બીજું વિચારો તે પહેલા તમને જણાવી દઈએ કે, અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉની વાત કરી રહ્યાં છે. જેમાં જેઠાલાલને ધંધાને ભારે નુકસાન થયું છે. તેને એક નિર્ણય લેવાનું વિચાર્યુ્ છે. આવો જાણીએ, આખરે શું છે સમગ્ર ઘટના…
જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સનો ધંધો પણ કોરોના રોગચાળા અને લોકડાઉનની પકડમાં આવી ગયો છે અને તેના કારણે ધંધામાં મોટું નુકસાન થયું છે. લોકડાઉનમાં, જેઠાલાલ એક વેપારીને ક્રેડિટ પર મોટો ઓર્ડર ડિલીવર કરે છે. કોરોનાને કારણે, લોકડાઉનમાં એમની દુકાન બંધ રહેવાના કારણે બધા વ્યવહાર થંભી જાય છે અને તેમની ચુકવણી અટકી જાય છે. લોકડાઉન ખુલ્યાના થોડા દિવસો પછી, જ્યારે જેઠાલાલ વેપારીને ચુકવણી માટે બોલાવે છે, ત્યારે વેપારી જેઠાલાલને ચુકવણી ચૂકવવાનો ઇનકાર કરે છે. એટલું જ નહીં, તે વેપારી જેઠાલાલને તેના પોતાના નુકસાન વિશે જણાવે છે.
આમ, લોકડાઉનના કારણે જેઠાલાલનો ધંધો ઠપ્પ થઈ જતાં તેને ભારે કિંમત ચૂકવવી પડી રહી છે અને હારી થાકી ને ગોકુલધાન છોડવાનો નિર્ણય છે. હવે આગળ શું થશે એ તો આગળના એપિસોડમાં જ જોવા મળશે.