
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર આ શૉનું જોરદાર ફેન ફોલોઈંગ છે. ફેન્સ દરેક પાત્ર વિશે વધુ ને વધુ જાણવા માગે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી આ કોમેડી સિરિયલ એક પછી એક વિવાદોમાં સપડાઈ રહી છે. હવે આ શૉ વિશે ગંભીર સમાચાર આવ્યા છે કે શૉમાં ‘રોશન સિંહ સોઢી’ની પત્નીનો રોલ નિભાવનાર ‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોને અલવિદા કહી દીધું છે. એટલું જ નહીં તેણે અસિત મોદી પર જાતીય સતામણી જેવા ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
‘દિવ્ય ભાસ્કરે’ શૉના એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર સોહેલ સાથે વાત કરી હતી અને તેમણે પોતાનો પક્ષ આપતા કહ્યું હતું, ‘જેનિફરને એવું લાગી રહ્યું હતું કે શો માટે તેની પાછળ ભાગીશું, પરંતુ અમે એવું કર્યું નહીં. હવે તે પોતાની સસ્તી પબ્લિસિટી કરી રહી છે. તેણે જે કંઈ પણ આક્ષેપો મૂક્યા છે, તે તમામ ખોટાં છે. અમારી ટીમ તરફથી ઑફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કરશે.’ દિવ્ય ભાસ્કરે અસિત મોદી તથા જતિન બજાજ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેમાંથી કોઈએ ફોન રીસિવ કર્યા નહોતા.

જેનિફરે અસિત મોદી પર જાતીય સતામણી જેવા ગંભીર આરોપો પણ લગાવ્યા
‘છેલ્લા ઘણાં સમયથી મારી સાથે આવું થઇ રહ્યું છે’ : જેનિફર
જેનિફરે કહ્યું, ‘છેલ્લા ઘણા સમયથી મારી સાથે આવું થઈ રહ્યું છે પરંતુ અસિત, તેની પુત્રી અને પરિવારના કારણે અત્યાર સુધી હું ચૂપ રહી હતી. 2019માં, મેં મારા કો-સ્ટાર્સને આ જાતીય સતામણી વિશે જણાવ્યું હતું, તે સમયે તેઓએ મને ટેકો આપ્યો હતો. પરંતુ આજે મારા પતિ અને મારા સાસરિયાં સિવાય કોઈ મારા સમર્થનમાં નથી.’
હકિકતમાં 2019થી જ્યારે અમે શૂટિંગ માટે સિંગાપોર ગયા હતા. ત્યારથી અસિત મારી સાથે ગેરવર્તન કરી રહ્યો છે. ઘણી વખત તે હોટલના રૂમમાં આવવાનું પણ કહેતા હતા, પછી જ્યારે હું ના પાડતી ત્યારે તે કહેતા હતો કે તે મજાક કરી રહ્યો છે. લોકો સામે મારા હોઠ વગેરેની પ્રશંસા પણ કરતા હતા. મને પર્સનલ મેસેજ કરતા હતા જેને હું ઇગ્નોર કરતી તો આડકતરી રીતે મારો સંપર્ક કરતા હતા, મેં કેટલીવાર ના પાડી હતી. મેં જેટલી વાર ના પાડી તેટલો તે વધારે મને હેરાન કરી છે.
‘જો તું મારી નજીક હોત તો હું તને ગળે લગાડી દેત.’
વધુમાં કહ્યું, ‘મારી મેરેજ એનિવર્સરીનાં બીજા દિવસે તેઓ મને ફોન કરીને કહે છે કે હવે વર્ષગાંઠ પૂરી થઈ ગઈ છે, રૂમમાં આવો. મને તે સમયે બહુ જ ખરાબ લાગ્યું હતું અને ખૂબ રડતી હતી. એક દિવસ મને કોઈ અંગત સમસ્યા હતી, અસિતે ફોન કરીને કહ્યું તો તેઓએ મને કહ્યું કે ‘જો તું મારી નજીક હોત તો હું તને ગળે લગાડી દેત.’ તેમણે જે રીતે કહ્યું તે કહેવાની રીત ખુબ જ ગંદી હતી. આવી ઘણી ઘટનાઓ બની હતી, હું શરૂઆતમાં સમજી શકી ન હતી, પરંતુ પછી જેમ-જેમ હું સમજતી ગઈ તેમ-તેમ મારી તકલીફો વધી અને અંતે અસિતે મારા કોલ ઉપાડવાનું બંધ કરી દીધું અને પ્રોફેશનલ મેસેજ હતા તેને અવગણવાનું શરૂ કર્યું, .મારી રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે.મારો પગાર સૌથી ઓછો હતો અને હું સેટ પર મારી પાસે શોટ હોય કે ન હોય સૌથી વધુ બેસી રહેતી હતી. પર્સનલ અને પ્રોફેશનલ હેરેસમેન્ટ કરવાનું શરૂ કર્યું. માત્ર અસિત જ નહીં પરંતુ તેની ટીમના સભ્યો સોહેલ અને જતીન પણ આ હેરાનગતિમાં સામેલ છે.’

’24 માર્ચે ટિમ તરફથી મને મેસેજ આવ્યો’ : જેનિફર
આ હોળીમાં મારે મારી પુત્રી સાથે સમય પસાર કરવો હતો. તે સમયે મારા સિવાય ટીમના તમામ સભ્યોને મેનેજ કરી દીધું હતું. જ્યારે જબરદસ્તીથી બહાર ગઈ ત્યારે ત્યારે શોના સોહેલ અને ક્રિએટિવ વ્યક્તિ જતિને મને ખૂબ જ ખરું-ખોટું સંભળાવ્યું હતું. મારી ગાડીને રોકી. હું રડી રહી હતી. આ ઘટના 7 માર્ચે બની હતી, તે દિવસ પછી મેં સેટ પર જવાનું બંધ કરી દીધું હતું. 24 માર્ચે મને ટીમ તરફથી મેસેજ મળ્યો કે મારા કારણે તેઓ નુકસાનનો સામનો કરી રહ્યા છે.તેઓ મને ડરાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હું બિલકુલ ડરીશ નહીં.
વકીલની સલાહ બાદ ફરિયાદ નોંધાવી
આ બાદ મેં મારા એક વકીલ મિત્રની મદદ લીધી, તેની સાથે આ વાત શેર કરી અને તેની સલાહને અનુસરીને અસિત અને તેની ટીમ સામે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો. હવે ભલે શોના લોકો મને સાથ ન આપી રહ્યા હોય, પરંતુ મારા પરિવારના સભ્યોની મદદથી હું પાછળ હટીશ નહીં. હું માત્ર મારા માટે જ નહીં પણ મારા જેવા કલાકારો માટે પણ ન્યાય ઈચ્છું છું જેઓ આવી જાતીય સતામણીનો ભોગ બને છે. મને કામમાંથી કાઢી મુકવાનો ડર હતો, તેથી જ હું આટલા સમય સુધી ચૂપ રહી પણ હવે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેનિફર હાલમાં તેના હોમટાઉનમાં છે.તેના પરિવારના એક સભ્યના મૃત્યુને કારણે તે તેના ઘરે ગઈ છે.