તૌકતે વાવાઝોડાની જેમ જ ગુજરામાં ફુંકાશે પવન, આ વિસ્તારોમાં સુપડાધાર વરસાદ પડશે, જાણો એક ક્લીક પર
તૌકતે વાવાઝોડાની જેમ જ ગુજરામાં ફુંકાશે પવન, આ વિસ્તારોમાં સુપડાધાર વરસાદ પડશે, જાણો એક ક્લીક પર

તૌકતે વાવાઝોડાની જેમ જ ગુજરામાં ફુંકાશે પવન, આ વિસ્તારોમાં સુપડાધાર વરસાદ પડશે, જાણો એક ક્લીક પર

ગુજરાતમાં આગામી 3 દિવસ છુટાછવાયા વિસ્તારમાં સુપડાધાર વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજથી રવિવાર સુધી ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક ભાગોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાશે.

આજથી 19 જુન સુધીથી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે 20 જુન બાદ ચોમાસુ બેસે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં અંદાજે 2 ઈંચ જેટલો વરસાડ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયાં બાદ ચોમાસુ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોએ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. તો આજેપણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ તો આ તરફ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢમાં આગામીમાં 17 જૂનથી 20 જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. કચ્છ, શુક્રવારે અમદાવાદ, આણંદ, કચ્છ શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહીસાગર અને દાહોદ અને પંચમહાલમાં વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18મી જૂન સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 14થી 15 જુન વચ્ચે વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 15 જૂન બાદ દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર પર અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે તો વરસાદ પણ સારો વરસશે. બીજી તરફ બપોર બાદ જે વાદળો ઘેરાશે, તે વરસાદ લાવવામાં ખૂબજ અસરકારક સાબિત થશે. ત્યારે આ વર્ષે આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્રમાં 36 ઇંચ જેટલો કુલ વરસાદ પડશે. ચોમાસા પૂર્વે જે વરસાદ વરસશે તેનાથી બફારાનું પ્રમાણ સતત વધશે.

તમને જણાવી દયે કે 20 જૂનથી સમગ્ર રાજ્યમાં ચોમાસું જમાવટ કરશે. અત્યારે ચોમાસું દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશરની સંભાવના છે. આમ 20 જૂન પછી સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *