ભલે ઉત્તર ભારતના ખેડૂત સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં હોય, પરંતુ દક્ષિણ ભારતના ખેડૂતને ખુશ કરવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેનાથી દેશના આશરે 12 તટીય રાજ્યોમાં રહેતા લાખો ખેડૂતોને ઘણો ફાયદો થશે,
મળતી માહિતી અનુસાર, દક્ષિણ ભારતની પ્રમુખ ઉપજ નારિયેળનો ન્યૂનતમ ટેકાના ભાવમાં 375 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે. જેનું મૂલ્ય વર્ષ 2020-21 માટે 1035 રૂપિયા જાહેર કરવામાં આવ્યું છે.
નારિયેળના ટેકાના ભાવનું વળતર
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતાના મંત્રીમંડળમાં આર્થિક મામલોની સમિતિ દ્વારા બુધવારના રોજ યોજાયેલી બેઠકમાં નારિયેળના ટેકાના ભાવ 9960 રૂપિયાથી વધારીને 10335 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાના પ્રસ્તાવ વિશે ચર્ચા કરાઈ હતી.
માહિતી પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવેડકરે જણાવ્યું હતું કે, નારિયેળનું ઉપજ ભાવ 6805 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. જેમાં 52 ટકાનો વધારો કરીને ખેડૂતોના લાભકારી મૂલ્યમાં વધારો કર્યો છે.
લાખો ખેડૂતોને થશે ફાયદો….
જાવડેકર જણાવ્યું હતું કે, સૂકા નારિયેળના મૂલ્ય 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વૃદ્ધિ કરવામાં આવી છે અને ટેકા ભાવ 10600 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. જેમાં 55 ટકાનો વધારો કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયમાં સમુદ્રિય તટના 12 રાજ્યોના લાખો ખેડૂતોને લાભ મળશે.
તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે નારિયેળની ઉપજને ખાનગી સ્તરે ખરીદી લીધી છે. જો બજારમાં પર્યાપ્ત ભાવ નહીં મળે તો ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહાકારિતા વેચાણ મહાસંઘ અને ભારતીય રાષ્ટ્રીય સહકારી ગ્રાહક મહાસંઘ નારિયેળની ખરીદી કરશે.