ભારતમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ઘણા લોકો તેની પૂજા પણ કરે છે. ગૌસેવાને સૌથી મોટો ગુણ પણ માનવામાં આવે છે. આ બધુ હોવા છતાં, અમે અમારી ગૌ માતા માટે રસ્તા પર આટલો કચરો છોડીએ છે. જે તેના જીવન માટે ખુબ હાનિકારક છે. ખાસ કરીને આપણે પ્લાસ્ટિકનો કચરો. અજાણતામાં આપણે રસ્તા પર જે કચરો ફેંકીએ છીએ તે ગાયના પેટમાં જાય છે.
હરિયાણાના ફરીદાબાદનો આ હ્રદયસ્પર્શી ઘટના પરથી તમે કદાચ સમજી કે, તમારી એક ભૂલ કોઈનો જીવ લઈ શકે છે. સગર્ભા ગાયના પેટમાંથી 71 કિલો કચરો નીકળ્યો હતો. આ કચરો મોટા ભાગે પ્લાસ્ટિકનો હતો. તેના પેટમાં ખૂબ જ કચરો હોવાના કારણે, ગર્ભાશયમાં ઉછરી રહેલા વાછરડા મૃત્યુ પામ્યું અને પછી ત્રણ દિવસ બાદ ગાયનું પણ મોત થયું હતું.
આ દિલધડક તસવીર આઈએફએસ અધિકારી પ્રવીણ આંગુસામીએ શેર કરી છે. આ તસવીર પોસ્ટ કરતાં તેમણે માહિતી આપી હતી કે, ફરીદાબાદમાં રહેતી આ સગર્ભા ગાયના પેટમાંથી 71 કિલો પ્લાસ્ટિક, નખ અને કચરો મળી આવ્યો છે. જેના કારણે ગાયની સાથે તેના ગર્ભાશયમાં ઉછરેલા વાછરડાનું મોત થયું છે. કારણ કે, કચરાને લીધે વાછરડાને મોટા થવા માટે પૂરતી જગ્યા મળી નહોતી.
પ્રવીણ આંગુસામીએ જણાવ્યું હતું કે, તે ખૂબ જ દુઃખની વાત છે કે, દેશમાં એક તરફ ગાયની પૂજા કરવામાં આવે છે અને બીજી બાજુ તેને મૃત્યુ ભેટમાં આપવામાં આવે છે. સોશયિલ મીડિયા પર લોકો આ સ્ટોરીને લઈને શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
પીપલ્સ ફોર એનિમલ ટ્રસ્ટ, ફરીદાબાદ દ્વારા ગાયને બચાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ ગાય માર્ગ અકસ્માતનો શિકાર બની હતી. સારવાર દરમિયાન ડોકટરોને જાણવા મળ્યું હતું કે, ગાયના પેટમાં થોડી સમસ્યા હતી. ત્યારબાદ તેનું ચાર કલાકનું ઓપરેશન કરવામાં આવ્યું.જેમાં નખ, પ્લાસ્ટિક, આરસ સહિતનો ઘણો કચરો પેટમાંથી બહાર કાઢાવામાં આવ્યો હતો.