દીકરીએ પરિવારની ખુશી માટે આપ્યું બલિદાન, લોકોએ કહ્યું દીકરી હોય તો આવી, હર્યભર્યા પરિવારમાં એવુ બન્યું કે છોકરીએ પોતાના જીજાજી સાથે લગ્ન કર્યા
દીકરીએ પરિવારની ખુશી માટે આપ્યું બલિદાન, લોકોએ કહ્યું દીકરી હોય તો આવી, હર્યભર્યા પરિવારમાં એવુ બન્યું કે છોકરીએ પોતાના જીજાજી સાથે લગ્ન કર્યા

દીકરીએ પરિવારની ખુશી માટે આપ્યું બલિદાન, લોકોએ કહ્યું દીકરી હોય તો આવી, હર્યભર્યા પરિવારમાં એવુ બન્યું કે છોકરીએ પોતાના જીજાજી સાથે લગ્ન કર્યા

ઘણી વખત જીવનમાં એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે કે જેને લઈને ખુશી માતમમાં બદલાઈ જથી હોય છે. અથવા તો ઘણી વખત એવું બને કે કેટલાક કિસ્સા આપણા દિલ ખુશ કરી દે છે. આજે અમે આપને એક એવા કિસ્સા સાથે અવગત કરાવવા જઈ રહ્યાં છીએ કે જે સાંભળીને તમે પણ દિકરીના વખાણ કરશો.

વાત કરીએ જેતપુરના નવાગઢ ગામમાં રહેતા ચંદુભાઇ સાવલિયાની પુત્રીની. ચંદુભાઈ સાવલિયાની પુત્રી કોમલે 4 વર્ષ પહેલા પોતાના જીજાજી સાથે લગ્ન કર્યા હતા. દીકરીએ કેમ કુંવારા છોકરા સાથે લગ્ન ન કર્યા અને પોતાના જીજાજી સાથે લગ્ન કર્યા તે સાંભળીને તમને પણ નવાઈ લાગશે.

તમને જણાવી દયે કે કોમલની મોટી બહેનનું અકસ્માતમાં મોત થતા તેના પુત્રની જવાબદારી સંભાળવા માસી મટી કોમલ માં બની હતી. કોમલના લગ્ન 3 ડિસેમ્બર 2016ના થયા હતા. આજે 4 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. અને આજે તેઓનું લગ્ન જીવન સફળ છે.

મળતી માહિતી અનુસાર જેતપુરના નવાગઢ ગામમાં ચંદુભાઇ સાવલીયાના ચાર સંતાનો પૈકી ખૂબ જ લાડકોડમાં ઉછરેલી સૌથી નાની પુત્રી કોમલ છે. પણ મોટી બહેનનું મોત થતાં મોટી બહેનના પુત્રના લાલનપાલન માટે માસી મટી મા બનવાનો ખૂબ જ સાહસિક નિર્ણય લીધો હતો. અને તેને જીજાજી સાથે લગ્ન કરી એક હાથ વગરના પુત્રને અપનાવી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

દિકરીએ લીધેલા આ નિર્ણયથી પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. દીકરી કોમલે એકદમ સાદગીથી આર્ય સમાજ વિધિથી લગ્ન કર્યા હતા અને એક હાથ વગરના ભાણીયાને અપનાવી લીધો હતો.

તમને જણાવી દયે કે કોમલના પિતાનું અવસાન આજથી 6 વર્ષ પહેલા થયું હતું. જે બાદ દીકરીનું અવસાન થતાં પરિવારમા માતમ છવાઈ ગયો છે. એક દિવસ કોમલની મોટી બહેન અવનીબેન તેના દીકરા સ્મિત અને મામા હિતેશભાઇ સાથે નવાગઢ મામાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે નવાગઢ પાસે જ અકસ્માત થતાં અવનીબેનનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં દિકરા સ્મિતનો જમણો હાથ કપાઈ ગયો હતો.

ત્યારે આ સ્થિતિમાં કોમલે આટલો મોટો નિર્ણય લેતા પરિવારમાં ખુશી છવાઈ ગયો હતો. કારણ કે દીકરાને માસી સમાન મા મળી ગઈ અને એક પરિવાર તૂટતા બચી ગયો હતો. હાલ કોમલ ખુબ ખુશીભરેલું જીવન જીવી રહી છે.