દીકરીને જોઈ રડતાં-રડતાં પિતાએ કહ્યું કે, દહેજમાં ક્રેટા કાર ના આપી શક્યો તો દીકરીને ….
દીકરીને જોઈ રડતાં-રડતાં પિતાએ કહ્યું કે, દહેજમાં ક્રેટા કાર ના આપી શક્યો તો દીકરીને ….

દીકરીને જોઈ રડતાં-રડતાં પિતાએ કહ્યું કે, દહેજમાં ક્રેટા કાર ના આપી શક્યો તો દીકરીને ….

હાલ, ભલે લોકો મહિલા સશક્તિકરણની વાત કરી રહ્યાં હોય, પણ હજુય ઘણા લોકો એવા છે, જે દહેજ પ્રથાના નામે દીકરી પર ત્રાસ ગુજારે છે. તેનું શારિરીક અને માનસિક શોષણ કરે છે. વળી, ઘણાં, કિસ્સામાં તો સૉ કોલ્ડ એજ્યુકેટેડ ગણાતાં લોકો પણ દહેજના નામે છોકરીના પિયર પાસેથી મોટી-મોટી માગ કરે છે. એટલું જ નહીં, પૈસાના લાલચું લોકો તો, દીકરીની હત્યા પણ કરતાં વિચારતા નથી. આજે અમે તમને આવી એક ઘટના વિશે જણાવા જઈ રહ્યાં છે. જ્યાં દહેજના ભૂખ્યાં સાસરીવાળાએ છોકરીની જિંદગી વેરવિખેર કરી નાખી. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના…

ગુરુગ્રામમાં એક પરિણિતાનું મોત થતાં ચકચાર મચી છે. મૃતકના પરિવારમાં પતિ અને સાસરીવાળા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાયો છે. મૃતકની ઓળખ તનુજા તરીકે સામે આવી છે. તે એક બેન્કમાં કામ કરતી હતી. પિતાનો આરોપ છે કે, તે દહેજમાં જમાઈને ક્રેટા કાર આપી શક્યાં નહોતા. એટલે સાસરીવાળાએ તનુજાને ઝેર આપીને મારી નાખી.

તનુજા ગુરુગ્રામના હયાતપુરમાં એક ખાનગી બેન્કમાં એક્ઝિક્યૂટિવ તરીકે ફરજ બજાવતી હતી. તનુજાના લગ્ન 24 મે 2020માં ખરખડી ગામના રહેતા સંદીપ સાથે થયા હતા. તેના અરેન્જ મેરેજ હતા. 3 દિવસ પહેલા એટલે 7 માર્ચના રોજ સંદીપે તનુજાના પરિવારને ફોન કરીને જણાવ્યું હતું કે, તનુજાને હૉસ્પિટલમાં એડમિટ કરી છે.

મૃતકના પિતાએ તેના પતિ અને સાસરીવાળા વિરુદ્ધ IPC કલમ હેઠળ 304 અને ધારા 498એ એટલે કે, દહેજની માગણી સહિતની અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તનુજાના પિતાએ જણાવ્યું હતું કે,લગ્ન બાદ તે ક્રેટા ગાડી ન આપી શક્યાં એટલે દીકરીના સાસરીવાળાએ તેની હત્યા કરી નાખી હતી.

મળતી માહિતી અનુસાર, સંદિપ અને તેનો પરિવાર તનુજાને મ્હેણા ટોણા મારતો હતો. તેનું શારિરીક અને માનસિક શોષણ કરતા હતા. જો કે, ઘણીવાર આ વાતને લઈ બંને પરિવાર વચ્ચે વાતચીત પણ થઈ હતી. પરંતુ સંદિપ અને તેના પરિવારની માંગ સતત વધી રહી હતી. આ દરમિયાન અચાનક તનુજાના મોતની ખબર મળી હતી. હવે થાણા બિવાસપુર પોલીસ આરોપીઓની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *