દુનિયાની પહેલી એવી બેંક જ્યાં એકપણ માણસ નથી, આવી રીતે થાય છે કામ...
દુનિયાની પહેલી એવી બેંક જ્યાં એકપણ માણસ નથી, આવી રીતે થાય છે કામ…

દુનિયાની પહેલી એવી બેંક જ્યાં એકપણ માણસ નથી, આવી રીતે થાય છે કામ…

જ્યારે પણ કોઇ બેંકમાં જઇએ છીએ ત્યારે આપણું કોઇપણ કામ બેંકના કર્મચારી કરે છે. પરંતુ અમે એમ કહીએ કે એક બેંક એવી પણ છે. જ્યાં કોઇપણ કર્મચારી નથી. તેમ છતાં ગ્રાહક પોતાનું કામ સરળતાથી કરે છે. આ બેંક આપણા પડોશી દેશ ચીનમાં છે.

શંધાઇમાં બેંક સંબંધિત તમામ કાર્ય રોબોર્ટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ વાળી મશીનો દ્વારા થાય છે. અહીંયા ગ્રાહકોના તમામ કામો સરળતાથી થાય છે અને સમય પણ બચે છે. અહીંયા રહેલા રોબોટ્સ CCTV કેમેરા દ્વારા ગ્રાહકોની વાતને સમજે છે. એટલું જ નહીં આ રોબોર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ દ્વારા ગ્રાહકોના સવાલોના જવાબ પણ આપે છે. બેંકમાં કર્મચારીઓનું જે પણ કામ છે તે રોબોટ્સ અને મશીનો સરળતાથી કરે છે.

માણસોની જેમ વાત કરે છે રોબોટ
અહીંની ખાસ વાત અહીંના રોબોટ છે. આ રોબોટ માણસોને કેમેરા અને અન્ય સેંસર્સ દ્વારા જોવે છે અને સમજે છે. જ્યારે તેમના આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ તેમને માણસોના સવાલોના જવાબ આપવા કાબિલ બનાવે છે.

ગેટ પર હ્યુમનોઇડથી સ્વાગત
કોઇપણ વ્યક્તિ બેંકમાં પ્રવેશ કરે છે. ત્યારે એક ઇન્ટેલિજેન્ટ હ્યુમનોઇડ રોબોટ તેમનું સ્વાગત કરે છે. તમે તેને કામ સંબંધિત દરેક સવાલ કરી શકો છો. જેના માટે તે તમારી મદદ કરે છે.

અકાઉન્ટ ખોલવાથી લઇને પૈસા મોકલવા સુધી
તમને જાણીને હેરાની થશે કે આ રોબોટ અને સ્માર્ટ મશીનો અકાઉન્ટ ખોલવાથી લઇને મની ટ્રાંસફર સુધીના દરેક કામ કરે છે. જે એક બેંક કર્મચારી કરે છે. જોકે એક્સપર્ટની માનવામાં આવે તો રોબોટ્સ ક્યારેય બેંક કર્મચારીની જગ્યા લઇ શકતા નથી. માણસની સમજથી આર્ટિફિશિયલ ખુબ જ દૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *