ભારત પોતાની વિભિન્ન સંસ્કૃતિઓ સાથે-સાથે પોતાની ધાર્મિક માન્યતાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભારતમાં લોકો વિવિધ ધર્મ પાળે છે. ભારતમાં આવેલા દરેક મંદિર કોઈને કોઈ ખાસિયતને લઈને જાણીતા છે. આસ્થા ખુબ મોટી વસ્તું છે. જો મનમાં આસ્થા વિશ્વાસ અને ભગવાન પ્રત્યે સાચી નિષ્ઠા હોય તો દુનિયાની એવી કોઇ તાકાત નથી, જે તમને સફળ થતા રોકી શકે. ભારત દેશમાં ઘણા ચમત્કારીત સ્થળ છે. ત્યારે આજે અમે તમને એવા મંદિર વિશે જણાવશું જેના વિશે તમે ભાગ્યેજ સાંભળ્યુ હશે.

દેહરાદુનથી 128 કિલોમીટર દૂર આવેલું છે મંદિર
આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવશું કે જેની માન્યતા છે કે ત્યાં મૃત વ્યક્તિ પણ જીવીત થઇ જાય છે. આ વાત સાંભળવામાં તમને આશ્ચર્ય લાગશે. પરંતું માન્યતાઓ મુજબ અહીં મૃત વ્યક્તિ પણ જીવીત થઇ જાય છે. આ સ્થળ આવેલું છે ઉત્તરાખંડમાં. સમુદ્ર સપાટીથી લગભગ 1372 મીટર ઉંચાઈ પર આવેલું આ ગામ દેહરાદુનથી 128 કિલોમીટર દૂર આવેલું છે.

અહીંયા છે ભગવાન શિવની પ્રાચીન મૂર્તી
હિમાલયની વાદીઓમાં પ્રકૃતીની ગોદમાં વસેલું આ મંદિર ભગવાન શિવનું છે. જ્યાં ભગવાન શિવજીની પ્રાચીન મૂર્તી છે. પ્રાચીન મંદિરોમાં ઘેરાયેલું આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બનેલું છે. આ ઉપરાંત અહીં થયેલ ખોદકામમાં ઘણા પ્રાચીન શિવલીંગ મળી આવ્યા છે. લાખામંડળ નામની જગ્યા પર સ્થિત મંદિર પોતાની ચમત્કારી શક્તિઓ માટે ભારત જ નહીં દુનિયાભરમાં જાણીતુ છે. કહેવામાં આવે છે કે અહીં થયેલા ખોદકામ દરમિયાન અનેક શિવલિંગ મળી આવ્યા હતાં. જેને ખુબ પ્રાચીન માનવામાં આવતા હતા. ભગવાન શિવની ચમત્કારી શક્તિઓથી ભરપુર આ મંદિરમાં ભક્તોની ભીડ જામેલી હોય છે. મંદિર વિશે જણાવાયું છે કે અહિં સ્થિત શિવલિંગ સ્વયંભૂ છે જેનો અર્થ એ છે કે આ શિવલિંગ સ્વયં પ્રગટ થયુ હતુ.

ખોદકામ કરતા હજારો શિવલિંગ મળ્યા હતાં
અહિંયાની એક માન્યા મુજબ કોઈ પણ વ્યક્તિનું શબ અહીં લાવવામાં આવે તો તેમાં આત્માનો પ્રવેશ પુનઃ થાય છે અને તે વ્યક્તિ સજીવન થાય છે. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં ખોદકામ દરમિયાન ઘણા બધા શિવલિંગ નીકળતા અને એકવાર આ જગ્યાએ ખોદકામ કરતા હજારો શિવલિંગ મળ્યા હતાં.
