દુશ્મનોથી પરેશાન છો, તો કરો આ અચૂક ઉપાય, પછી દુશ્મનો તમારું કાંઈ નહીં બગાડી શકે
દુશ્મનોથી પરેશાન છો, તો કરો આ અચૂક ઉપાય, પછી દુશ્મનો તમારું કાંઈ નહીં બગાડી શકે

દુશ્મનોથી પરેશાન છો, તો કરો આ અચૂક ઉપાય, પછી દુશ્મનો તમારું કાંઈ નહીં બગાડી શકે

જીવનમાં અનેક પ્રકારના ઉતાર ચડાવ આવતા રહે છે. એવી જ રીતે આપણી જિંદગીમાં પણ અનેક દુશ્મનો પણ હોય છે. તો અનેક દોસ્તો પણ હોય છે. દોસ્તી અને દુશ્મની બંને એક બીજાના વિપરિત છે. પરંતુ જોવા જઈએ તો જીવમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે, જેમના મિત્રો વધુ હોય છે અને ચારેબાજુ તેના વખાણ જ થતા હોય છે. જ્યારે અનેક લોકો એવા પણ હોય છે જેમના મિત્રો ઓછા પરંતુ દુશ્મનો અનેક હોય છે. પરંતુ ક્યારેક જીવનમાં એવું પણ જોવા મળે છે કે, તમે જેને મિત્ર માનતા હોય તે પીઠ પાછળ તમારો દુશ્મન હોય છે.

દુશ્મનીનું કારણ કાંઈપણ હોઈ શકે છે, જેના કારણે તમારે અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. તેવામાં આજે અમે આપને કેટલાક એવા પણ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેના સંબંધમાં માન્યતા છે કે, તેને અપનાવવામાં દુશ્મન તમને ક્યારેય નુકસાન પહોંચાડી શક્તો નથી.

દુશ્મનોને શાંત કરવાનો ઉપાય
* જો કોઈ દુશ્મન તમને કોઈપણ કારણ વગર પરેશાન કરી રહ્યો છે, તો તેનાથી છૂટકારો મેળવવા માટે લાલ ચંદનથી તે વ્યક્તિનું નામ લખી નાખો. આ પત્રને મધની ડબ્બીમાં પલાળી દો. તમારો દુશ્મન ખુદ તેની મેળે શાંત થઈ જશે.

* જો કોઈ પોતાના દુશ્મનનો શાંત કરવા માગે છે તો તે 38 દાળા કાળા અડદ (ઉડદ)ની દાળના અને 40 ચોખાના દાળા ભેળવીને કોઈ ખાડામાં નાખી દો. ત્યાર બાદ તેના ઉપર લીંબૂને નીચોવી દો, લીંબીને નીચોવતા સમયે સતત તમારા દુશ્મનનું નામ જપતા રહો. આ ઉપાયના પ્રભાવથી તમારો દુશ્મન શાંત પડી જશે અને તમારું કાંઈપણ નહીં બગાળી શકે.

* જો કોઈ તમારી પાછળ હાથ ધોઈને પડ્યું છે અને કોઈપણ રીતે તમને નુકસાન પહોંચાડવા માગે છે. તો નિયમિત હનુમાનજીને ગોળ કે બુંદીનો ભોગ ધરો. આ સિવાય હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજીને લાલ રંગનું ગુલાબનું ફૂલ પણ ચ઼ડાવો અને બજરંગબાણનો પાઠ કરો.
* શુક્લપક્ષના કોઈપણ બુધવારના દિવસે 5 ગોમતી ચક્રોને પોતાના માથાની ચારો તરફ ફેરવીને ફેંકી દો. આ ટોટકા બાદ તમારો દુશ્મન તમને ક્યારેય નુકસાની નહીં પહોંચાડી શકે.

* જો તમે પોતાના શત્રુને વશીભૂત કરવા માગો છો. કે, કોઈપણ સાથે પોતાની દુશ્મનાવટને ખતમ કરવા માગો છો તો નાનકળી ઈલાયચી, લાલ ચંદન, સિંદૂર, કંગની, કકડસિંગીથી ધૂપ બનાવો. ત્યાર બાદ રોજ તે ધૂપને પોતાના દુશ્મનનું નામ લઈને સળગાવો. આ ટોટકાને કરવાથી થોડા જ દિવસોમાં તેની અસર તમને જોવા મળશે.

* જો તમે તમારા શત્રુને સમ્મોહિત કે, વશીભૂત કરવા માગો છો તો, પોતાના ગળામાં વૈજયંતી માળા ધારણ કરો. આ માળાના પ્રયોગથી તમે કોઈને પણ સમ્મોહિત કરી શકો છો. ભગવાન કૃષ્ણ પણ સદા વૈજયંતી માળા પહેરી રાખતા હતા. આ ટોટકાને કરવાથી ચોક્કસ પણે તમને ફાયદો થશે.

મોર પંખના ફાયદા
હવે વાત કરીએ ભગવાન શ્રી કૃષ્ણને અતિપ્રિય મોર પંખની… પૌરાણિક કાળમાં મહર્ષિયોં દ્વારા આ મોરપંખની કલમો બનાવીને મોટા-મોટા ગ્રંથો લખવામાં આવ્યા. બીજી તરફ ઘરમાં મોરપંખનું હોવું ખુબ શુભ માનવામાં આવે છે. તેના અનેક ફાયદાઓ પણ છે. ત્યારે આવો જાણીએ એક મોરનું પીછું કેટલાક પ્રકારની મુશ્કેલીઓને દૂર કરી શકે છે.

* જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની કમી વર્તાય ત્યારે તેણે પોતાના ખીચામાં કે પાકીટમાં એક મોરના પીંછાને રાખી લેવું અને સાથે જ જ્યારે પણ તેને હાથ લગાવો ત્યારે માથા પર લગાવતા શ્રીકૃષ્ણને યાદ કરો. આવું કરવા પર ક્યારેય તમારા જીવનમાં પૈસાની ખોટ નહીં વર્તાય.
* રાહૂ દોષના કારણે ઘરની બહાર ઉત્તર પૂર્વની દિશામાં મોર પંખને લગાવી દો, આવું કહવાથી રાહૂ દોષ દૂર થઈ જશે.

* જો તમારા લગ્ન જીવનમાં તણાવ ભર્યું વાતાવરણ છે તો પોતાના રૂમની અંદર મોરનું પીછું રાખો. આવું કરવાથી પતિ-પત્ની વચ્ચેપ્રેમ વધશે.
* જો તમારે કોઈની પણ સાથે દુશ્મની ખતમ કરવી છે તો. મોરપંખ પર હનુમાનજીના માથા પરના સિંદૂરથી તે દુશ્મનનું નામ મંગળવાર કે, શનિવારની રાત્રે લખીને તેને ઘરના પૂજા ઘરમાં રાખી દો. અને સવારે ઉઠીને વહેતા પાણીમાં વહાવી દો.

* ખરાબ નજરથી બાળકોને બચાવવા માટે બાળકને મોરપંખ ચાંદીન તાબીજમાં પહેરાવી દો.
* જો મોરનું પીછું ઘરની પૂર્વિ કે, ઉત્તર-પશ્ચિમ દિવારમાં કે પોતાના ખીચામાં કે, ડાયરીમાં રાખ્યું હોય તો રાહૂ ક્યારેય પણ તમને પરેશાન નહીં કરે. મોરપંખની પૂજા કરો અથવા બની શકે તો હંમેશા પોતાની પાસે રાખો. મોરપંખને ઘરમાં રાખવા પર પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.

દુશ્મનોથી મુક્તિ: રાશિ પ્રમાણે ઉપાય
મેષ:

મેષ રાશિના લોકોના સામાન્ય રીતે દુશ્મનો હોતા નથી. જો તે લોકોના દુશ્મનો છે, તો પછી તેનું કારણ પૈસા હોઈ શકે છે. દુશ્મનોને ઘટાડવા માટે પૈસાની આપ-લે સંપૂર્ણ ચોપડાઓમાં નોંધેલી રાખવી જોઈએ. સાથે જ બુધવારે ગણેશજીને દૂધ અર્પિત કરવું જોઈએ.

વૃષભ રાશિ
આ રાશિના લોકોના સ્વભાવ અને વાણીના કારણે તેમના દુશ્મનો બની જતા હોય છે. વૃષભ રાશિના લોકોની દુશ્મની પણ તેમની જીદના કારણે ખુબ લાંબી ચાલતી હોય છે. આવા લોકએ દુશ્મનોને ઓછા કરવા માટે ગુસ્સાને અને જિદ્દી પણાનો ત્યાગ કરવો જોઈએ. જેનાથી તમારા દુશ્મનો ઘટી જશે.

મિથુન રાશી
આ રાશિના લોકો ખુબ ગુસ્સા વાળા હોય છે. અને ઓછી સહનશક્તિ વાળા હોય છે. જેના કારણે જલદી તેમના દુશ્મનો વધી જતા હોય છે. જોકે આ રાશિના લોકોનુ દુશ્મની પણ ખુબ ઝડપી ખતમ થઈ જતી હોય છે. પરંતુ દુશ્મનાવટ ન થાય તે માટે તે માટે કોઈપણ કાર્યમાં તાત્કાલીક પોતાની રાય આપવાનું ટાળવું જોઈએ, સાથે દર મંગળવારે હનુમાનજીના દર્શન જરૂર કરવા જોઈએ.

કર્ક રાશિ
કર્ક રાશિ વાળા લોકોના ખુબ ગુપ્ત દુશ્મનો હોય છે. પરંતુ તેમના વ્યક્તિત્વના કારણે તેમના દુશ્મન તેનું કાંઈ બગાળી શક્તા નથી. આ રાશિના લોકોએ પોતાના દુશ્મનો ઓછા કરવા માટે લાગણીઓના ચક્કરમાં પડવાથી બચવું જોઈએ. આ સાથે જ દર ગરુવારે પીળા રંગનું તિલક કરવું જોઈએ.

સિંહ રાશિ
સિંહ રાશિના લોકોના દુશ્મનો ખુબ શક્તિશાળી હોય છે. આ રાશિના લોકોની દુશ્મની અને મિત્રતા બંને ભારી અને મજબૂત હોય છે. આવા લોકોએ દરેક બાબતમાં ગંભીર બનવાથી બચવું જોઈએ. સાથે જ પીપડાના જાળ નીચે સરસવના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ.

કન્યા રાશિ
કન્યા રાશિ વાળા લોકો ક્યારેય પોતાના દુશ્મનો બનવા જ નથી દેતા. તેઓ પોતાની બુદ્ધિથી જ પોતાના દુશ્મનો પર નિયંત્રણ મેળવી લેતા હોય છે. જોકે તેમ છતાં આ રાશિના લોકોએ પોતાના દુશ્મનોથી બચવા માટે સંતુલિત વ્યવહાર રપનો જોઈએ. શનિવારના દિવસે નીલા રંગના કપડા પહેરવા શરૂ કરવા જોઈએ.

તુલા રાશિ
સામાન્ય રીતે તુલા રાશિના લોકોએ દુશ્મનો ન બનાવવા જોઈએ. આ રાશિના લોકોને દુશ્મનોને લઈને કોઈ ચિંતા પણ નથી હોતી. છતાં આ રાશિના લોકોએ હંમેશા પોતાના દુશ્મનોથી સાવધાન રહેવું જોઈએ. ખાસકરીને પ્રેમનો મામલો હોય તો આ રાશિના લોકોના ગુપ્ત દુશ્મનો પણ બની જતા હોય છે. તુલા રાશિના લોકોએ દર ગુરૂવારના દિવસે પોતાના ઈસ્ટદેવને પીળા કલરનું ફૂલ ચડાવવું જોઈએ. આવું કરવા પર તમારો વિરોધી શાંત પડી જશે.

વૃશ્ચિક રાશિ
વશ્ચિક રાશિના લોકોના ખુબ ગુપ્ત દુશ્મનો હોય છે. આ રાશિના લોકોની બદલો લેવાની આદત હંમેશા હોય છે. એટલા માટે તમારે હંમેશા પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. આ સાથે જ કોઈ વાતને લઈને તમારે તાત્કાલીક કોઈપણ પ્રતિક્રિયા ન આપવી જોઈએ. તમારો પોતાના દુશ્મનોને શાંત રાખવા માટે મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

ધનુ રાશિ
ધનુ રાશિના લોકો હંમેશા ઝઘડો કરીને ખુદ જ પોતાના દુશ્મનો બનાવે છે. જેથી આ રાશિના લોકોએ હંમેશા કોઈ સાથે ઝઘડો કરવાથી બચવું જોઈએ. સાથે જ શિવજીને દર સોમવારે સફેદ રંગનું ફૂલ અર્પણ કરવું જોઈએ. આવું કરવા પર દુશ્મનો પણ ઓછા બનશે અને જે બન્યા હશે તેઓ પણ શાંત પડી જશે.

મકર રાશિ
મકર રાશિના લોકોના ન તો વધુ દુશ્મનો હોય છે કે, ન તો વધુ મિત્રો. અને જો દુશ્મનો હોય તો પણ તેઓ પોતાની બુદ્ધિથી તેને હરાવી દે છે. જોકે મકર રાશિના લોકોએ વધુ પડતી રાજનીતિ કરવાથી બચવું જોઈએ. સાથે જ દર બુધવારે કૃષ્ણને કુલષી જળ અર્પણ કરવું જોઈએ.

કુંભ રાશિ
આ રાશિના લોકોના દુશ્મનો ખુબ ઓછા હોય છે. પરંતુ જે પણ હોય છે તે ખુબ તાકાતવર હોય છે. ખાસ કરીને નજદીકના બે લોકો તેમને નુકસાન પહોંચાડતા હોય છે, જેનાથી તેમણે બચવું જોઈએ. સોમવારે ભગવાન શિવરને જળ અર્પણ કરવાથી તમામ દુશ્મનો પરાસ્ત થઈ જાય છે.

મીન રાશિ
મીન રાશિના લોકો દુશ્મની અને મિત્રતા વધુ નિભાવી શક્તા નથી. દુશ્મનો તમારા મિત્ર બન્યા રહે અને મિત્ર તમારા દુશ્મન ન બને તે માટે આ રાશિના લોકો ખુબ તાકાતવર હોય છે. જો તમે હનુમાનજી કે કાલભૈરવની પૂજા કરશો તો તમને હંમેશા રક્ષા કવચ મળશે. અને દુશ્મનો પણ તમારાથી દૂર રહેશે.

જો તમને હનુમાનજી પર અને પોતાના ભવિષ્ય પર વિશ્વાસ હોય તો, કમેન્ટમાં “જય બજરંગબલી” લખી લાઈક કરીને શેર અચૂક કરજો. હનુમાનજી તમને હંમેશા તમારા દુશ્મનોથી બચાવશે. જય બજરંગબલી

7 thoughts on “દુશ્મનોથી પરેશાન છો, તો કરો આ અચૂક ઉપાય, પછી દુશ્મનો તમારું કાંઈ નહીં બગાડી શકે

  1. It’s actually a great and useful piece of info. I’m glad that you just shared this useful information with us. Please stay us up to date like this. Thank you for sharing.

  2. It?¦s actually a nice and helpful piece of information. I?¦m happy that you simply shared this useful information with us. Please keep us up to date like this. Thank you for sharing.

  3. I like what you guys are up too. Such smart work and reporting! Keep up the superb works guys I’ve incorporated you guys to my blogroll. I think it will improve the value of my web site :).

Leave a Reply

Your email address will not be published.