રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક હ્દયદ્રાવક ઘટના સામે આવી છે. જેના કારણે ઘટનાસ્થળે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દેવરે પોતાની સગી ભાભી જે ગર્ભવતિ હતી, તેની છાતી પર ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ઓરોપીએ પોલીસે નિવેદન આપતાં કહ્યું હતું કે, મૃતક પોતાના જાતે ગોળી મારીને આપઘાત કરવા માગતી હતી. જો કે, હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘટનાને અંજામ આપતી વખતે મૃતકની સાસું પણ હાજર હતી. સાસુ અને વહુના વચ્ચેના એક નાનકડા ઝઘડાએ એવું ઘાતક રૂપ લઈ લીધુ કે મૃતકના દેવરને ખૂબ ગુસ્સો આવ્યો અને તેને ભાભી પલ્લવીને છાતીમાં ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી. આ ખબર ફેલાતા સોસાયટીમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જો કે, સારિયાવાળા લોહીથી લથપથ મૃતકને હોસ્પિટલ ગઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેેને મૃત જાહેર કરી હતી.
મૃતક પલ્લવીના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, પોતાની કરતાં મોટા ઘરમાં દીકરીના લગ્ન કરાવ્યા હતા. સાસરીવાળાએ તેમની પાસેથી દહેજ પણ આપ્યું હતું. જોથી સાસરીવાળી દીકરીને કોઈ તકલીફ ના આપે, પરંતુ સાસરી તેને અપશુકનિયાળ ગણીને વારંવાર હેરાન કરતા હતાં. શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા.
સાસુ પણ પલ્લવીને માર મારતી હતી. દહેજને લઈને તેને રોજેરોજ મ્હેણા-ટોણા મારતી હતી. એટલું જ નહીં, પલ્લવીને સાસુ તેના બીજા નાના દીકરા સાથે પણ સંબંધ બાંધવા માટે દબાણ કરતી હતી. કહેતી હતી કે, તારા બે-બે પતિ છે. તું બંને સાથે સંબંધ રાખ…
Reading your article helped me a lot and I agree with you. But I still have some doubts, can you clarify for me? I’ll keep an eye out for your answers.