
72 દિવસના જેલવાસ બાદ લોકકલાકાર દેવાયત ખવડના શરતી જામીન મંજૂર, રાજકોટમાં નહીં કરી શકે પ્રવેશ, અગાઉ પાંચ વખત જામીન અરજી નામંજૂર થઈ હતી..
શું હતો સમગ્ર મામલો ?
દેવાયત ખવડ અને તેના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
પોલીસ પક્કડથી દૂર હતો દેવાયત ખવડ
હકીકતમાં દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને લઈ પોલીસ દેવાયત ખવડના ગામ દૂધઇ પહોંચી હતી અને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો. દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. અને ત્યારથી લઈને આજ સુધી દેવાયત ખવડ જેલમાં છે.. હવે જામીન મળતા દેવાયત ખવડ બહાર આવશે..