દ્વારકામાં ગુરુપૂર્ણિમાએ ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, દ્વારકાધીશના ચમત્કારને જોવા ઉમટ્યા લોકો, જુઓ વીડિયો
દ્વારકામાં ગુરુપૂર્ણિમાએ ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, દ્વારકાધીશના ચમત્કારને જોવા ઉમટ્યા લોકો, જુઓ વીડિયો

દ્વારકામાં ગુરુપૂર્ણિમાએ ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, દ્વારકાધીશના ચમત્કારને જોવા ઉમટ્યા લોકો, જુઓ વીડિયો

તાજેતરમાં જ દ્વારકામાં ભારે વરસાદ સમયે દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી પડવાની ઘટના સામે આવી હતી. જે બાદ લોકોની દ્વારકામાં વધુને વધુ ભીડ ઉમટી રહી છે. લોકો ભગવાન કૃષ્ણના એ ચમત્કારને જોવા માટે ઉમટી રહ્યા છે. તેવામાં આજે ગુરુપૂર્ણિમાના દિવસે દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. હજારોની સંખ્યામાં ભક્તો દ્વારકામાં ઉપટી પડ્યા હતા.

ગુરુપૂર્ણિમાનું ખાસ મહત્વ
દ્વારકામાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ રહેલું છે. એવું કહેવાય છે કે, ગુરુપૂર્ણિમાના દિવસે ભક્તો દર વર્ષે હજારો ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા માટે ઉમટે છે. એટવું જ નહીં આ દિવસે ગોમતીઘાટમાં સ્નાન કરવાનું પણ ખુબ મહત્વ માનવામાં આવે છે. જેથી હજારો લાખો લોકો પોતાના પરિવારો સાથે ગોમતીઘાટમાં ડુબકી લગાવે છે. અને ધન્યતા અનુભવે છે.

કોરોનાની ગાઈડલાઈનું ઉલ્લંઘન
જોકે ભક્તિભાવ દરેક વ્યક્તિમાં હોય છે. પરંતુ અહીં ક્યાંકને ક્યાંક લોકો ભક્તિભાવમાં એટલા લીન હતા કે, કોરોનાના નીયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા. મોટા ભાગના લોકો માસ્ક વીના જ દ્વારકાધીશના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. જોકે સોશિયલ ડિસ્ટન્સ તો અહીં ક્યાંય ન જોવા મળ્યું. આ ગંભીર બેદરકારી કહેવાય પરંતુ અહીં કાયદાનું પાલન કરાવવાનો અધિકાર તંત્ર અને પોલીસ પાસે છે.

વીજળી પડવાની ઘટના બાદ લોકો વધુ આકર્ષાયા
આપણે જાણીએ જ છીએ કે, થોડા દિવસો પહેલા જ્યારે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. તે દરમિયાન ભગવાન દ્વારકાધીશનો એક ચમત્કાર પણ જોવા મળ્યો હતો. જેમાં જ્યારે વીજળીના કડાકા અને ભડાકા થઈ રહ્યા હતા.. વીજળી દ્વારકા વાસીઓ પર પડવાની તૈયારીમાં હતી. ત્યારે તે વીજળીને ભગવાન દ્વારીકાધીશે પોતાના શીખર પર હરી લીધી હતી. અને તેમાં ધ્વજા અંડીત થઈ હતી.

જો તમે પણ ભગવાન દ્વારકાધીશના ભક્ત છો. અને દ્વારકાધીશને માનો છો તો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી લાઈક અને શેર કરજો…

Leave a Reply

Your email address will not be published.