
રાજકોટના ધોરાજી તાલુકામાં સતત વરસાદને કારણે મે મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ જામ્યો છે.ધોરાજીના કલાણા, છત્રાસા, પાટણવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસી ગયો છે. સતત વરસતા કમોસમી વરસાદથી વંથલી, માણાવદર, જૂનાગઢને જોડતા રોડ પર વરસાદી પાણી વહેવા લાગ્યું છે.
વરસાદી પાણી વહેતા માર્ગ પર વાહનવ્યવહારને અસર થઇ છે. તો આ તરફ છત્રાસામાં અનેક માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે. ભરઉનાળે પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું થયું નિર્માણ થયું છે. આ સાથે જ છત્રાસામાં સતત બીજી વાર કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થયા છે.
આ તરફ દ્વારકા જિલ્લામાં પણ તોફાની પવન સાથે વરસાદી આફત વરસી હતી.. તો ખેડામાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂત ચિંચત જોવા મળ્યા.. સતત 11માં દિવસે પણ વરસાદી માહોલ જોવા મળતા ઘરતીપુત્રોને રાતા પાણીએ રોવાના વારા આવ્યા છે.. જોકે હજૂ પણ આ આકાશી આફતની બે દિવસ માટે આગાહી કરવામાં આવી છે..