કુંભના મેળામાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર નાગા સાધુ હોય છે. નાગા સાધુઓના જીવન તમામ સાધુઓની તુલનામાં સૌથી વધારે કષ્ટ થાય છે. તેનો સંબંધ શૈવ પરંપરાની સ્થાપનાથી માનવામાં આવે છે. આવો જાણીએ કેવી રીતે બને છે. નાગા સાધુ અને કેવું હોય છે તેમનું જીવન…

13 અખાડામાંથી બનાવાઇ છે નાગા સાધુ
કુંભમાં સામેલ થનારા 13 અખાડામાંથી સૌથી વધારે નાગા સાધુ જૂના અખાડાથી બનાવામાં આવે છે. નાગા સાધુ બનાવાથી પહેલા તેમને અનેક પરીક્ષાઓનો સામનો કરવો પડે છે. તેમની અને તેમના પુરા પરિવારની તપાસ કરવામાં આવે છે. તેમને અનેક વર્ષો સુધી ગુરુઓની સેવા કરવી પડે છે. સાથે જ પોતાની ઇચ્છાઓને ત્યાગવી પડે છે.

કેવી રીતે બને છે નાગા સાધુ
ઇતિહાસના પન્નાઓમાં નાગા સાધુઓનું અસ્તિત્વ સૌથી જૂના છે. નાગા સાધુ બનવા માટે મહાકુંભ દરમિયાન જ પ્રક્રિયા શરૂ થઇ જાય છે. તેના માટે તેમને બ્રહ્મચર્યની પરીક્ષા દેવી પડે છે. તેમાં 6 મહિનાથી લઇને 12 વર્ષ સુધીનો સમય લાગી જાય છે. બ્રહ્મચર્યની પરીક્ષા પાસ કર્યા બાદ વ્યક્તિને મહાપુરૂષનો દરજ્જો આપવામાં આવે છે. તેમના માટે પાંચ ગુરુ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, શક્તિ, સુર્ય અને ગણેશ નિર્ધારિત કરવામાં આવે છે. તે બાદ નાગા સાધુઓના વાળ કપાવે છે. કુંભ દરમિયાન લોકોને ગંગા નદીમાં 108 ડુબકિયો લગાવવી પડે છે.

મહાપુરૂષ બાદ આવી રીતે બને છે અવધૂત
મહાપુરૂષ બાદ જ નાગા સાધુઓની અવધૂત બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. તેમને સ્વંય શ્રાદ્ધ કરીને પોતાનું પિંડદાન કરવું પડે છે. આ દરમિયાન સાધુ બનનારા લોકોને 24 કલાક સુધી વિના કપડા અખાડાના ધ્વજની નીચે ઉભા રહેવું પડે છે. પરીક્ષાઓમાં સફળ થવા બાદ જ તેમને નાગા સાધુઓ બનાવવામાં આવે છે.

કયા સ્થાનો પર બનાવાઇ છે નાગા સાધુ
કુંભનું આયોજન હરિદ્વારમાં ગંગા, ઉજ્જૈનની શિપ્રા, નાસિકની ગોદાવરી અને ઇલાહાબાદમાં જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનું મિલ થાય છે. આ ચાર પવિત્ર સ્થાનો પર થાય છે. એટલા માટે નાગા સાધુ બનવાની પ્રક્રિયા પણ આ ચાર જગ્યાઓ પર થાય છે. માન્યતા છે કે એ ચાર જગ્યાઓ પર અમૃતની બુંદો પડી હતી. ત્યારથી આજ સુધી કુંભનું આયોજન આ ચાર જગ્યાઓ પર કરવામાં આવે છે.

નાગા સાધુઓના નામ
અલગ અલગ સ્થાનો પર નાગા સાધુઓની દીક્ષા લેનારા સાધુઓ અલગ અલગ નામથી જાય છે. અલાહાબાદ, પ્રયાગરાજમાં દીક્ષા લેનારાને નાગા કહેવામાં આવે છે. હરિદ્વારમાં દીક્ષા લેનારાને બર્ફાની નાગા કહેવામાં આવે છે. ઉજ્જૈનમાં દીક્ષા લેનારાને ખુની નાગા કહે છે. જ્યારે નાસિકમાં દીક્ષા લેનારાને ખિચડિયા નાગા કહે છે.

શરીર પર લગાવે છે રાખ
નાગા સાધુ બન્યા બાદ આ તમામ પોતાના શરીર પર કોઇ મડદાની રાખને શુદ્ધ કરીને લગાવે છે. જો મડદાની રાખ ઉપલબ્ધ ના હોય તો હવનની રાખ લગાવે છે.

જમીન પર સુવે છે
નાગા સાધુ ગળા અને હાથમાં રુદ્રાક્ષ અને ફૂલોની માળા ધારણ કરે છે. નાગા સાધુઓને માત્ર જમીન પર સુવાની મંજૂરી હોય છે. તેમના માટે તે ગાદલાનો ઉપયોગ પણ કરી શકતા નથી. નાગા સાધુ બનવા બાદ તેમને નિયમનું પાલન કરવું અનિવાર્ય હોય છે. નાગા સાધુઓનું જીવન ખુબ જ રહસ્યમયી હોય છે. કુભ બાદ તે ક્યાય ગાયબ થઇ જાય છે. કહેવામાં આવે છે કે નાગા સાધુ જંગલના રસ્તેથી મોડી રાતે યાત્રા કરે છે. એટલા માટે કોઇને નજર આવતા નથી.

નાગા સાધુ સમય
સમય પર પોતાની જગ્યા બદલતા રહે છે. આ કારણે તેમની યોગ્ય સ્થિતિનું જાણકારી લગાવવા ખુબ મુશ્કેલ બને છે. આ લોકો ગુપ્ત સ્થાન પર રહીને જ તપસ્યા કરે છે.