બાળપણની કેટલીક પળો એવી હોય છે, જે આપણને હંમેશા યાદ રહે છે. બાળપણમાં મમ્મી-પપ્પા તરફથી મળતો ઘરખર્ચ બાળકો માટે હંમેશા ખાસ રહે છે. ઘણી વખત તો પોકેટમની લઈને ઝઘડો પણ થતો હોય છે. એ વખતે ભલે એ સામાન્ય લાગતો હોય, પણ પાછળથી આવી જ બધી કેટલીક યાદગીરી આપણા જીવનમાં સૌથી ખાસ પળો હોય છે.
એક સામાન્ય માતા-પિતાની જેમ જાણીતા બિઝનેસમેન અને રિલાયન્ય ઈન્ડસ્ટ્રીઝના ચેયરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ પોતાના દીકરાને બાળપણમાં કેટલી પોકેટમની આપતા હતા.જેના વિશે જાણીને તમે હેરાન થઈ જશો.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન નીતા અંબાણીએ ઈશા અંબાણી પીરામલ, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બાળપણમાં તેમને આપતા પોકેટમની વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે પોતાના બાળકોને ફક્ત પાંચ રૂપિયા જ આપતા હતા.
આ વાત પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે, તે આવું એટલાં માટે કરતાં હતા કારણ કે, તેમના બાળકો જીવનમાં પૈસાનું મહત્વ સમજી શકે. ભલે તે કોઈ પણ પરિવારમાંથી હોય, દરેક વ્યક્તિને પૈસાની વેલ્યૂ ખબર હોવી જોઈએ.
આગળ વાત કરતાં તેમણે એમ પણ કહ્યું હતું કે, અનંત એકવાર તેમની પાસે પોકેટમની વધારવાની વાત કરવા આવ્યો હતો. અનંતે તેમની પાસે આવીને કહ્યું કે, મમ્મી મારે આજે 10 રૂપિયા જોઈએ છે. હવેથી મને 10 રૂપિયા આપજો. કારણ કે, સ્કૂલમાં બધા મને અંબાણી છે કે, ભીખારી કહીને ચિઢવે છે. આ સાંભળ્યાં બાદ મુકેશ અને નીતાએ પોતાના બાળકોની પોકેટમની વધારી હતી.