એક પત્નિ માટે તેના પતિની વફાદારી જ બધું જ હોય છે. એક મહિલા બધુ સહન કરી શકે છે. પણ કોઈ તેનો વિશ્વાસ તોડે એ તેને ક્યારેય સ્વીકાર્ય હોતું નથી. જ્યારે કોઈ પત્નીને ખબર પડે કે, તેની પત્નિ અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધમાં છે તો, તે મનથી ભાંગી પડે છે. આવું જ કંઈક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી સ્ટોરીમાં જોવા મળે છે.આવો જાણીએ શું છે સમગ્ર ઘટના..
ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી છેતરપિંડીની આ કહાણી આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમાં પતિને સેલ્ફી લેવી ખૂબ ભારે પડી છે. માહિતી અનુસાર, એક પતિએ તેની પત્નીને બાથરૂમમાંથી એક સેલ્ફી પાડીને મોકલી હતી. પરંતુ આ સેલ્ફીમાં તેની પત્નિએ કંઈક એવું જોઈ લીધુ કે તેણે તેના પતિને છૂટાછેડા આપી દીધા.

આ ઘટના અમેરિકાની છે. અહીં @shesough નામના યુઝરે તેના પતિએ કરેલા દગાને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. મહિલાએ કહ્યું કે, મારા પતિ ઓફિસના બહાને બહાર ગયા હતા. આ બિઝનેસ ટ્રિપ દરમિયાન તેમણે મને હોટલના ઓરડામાંથી એક સેલ્ફી મોકલી હતી. જ્યારે મેં આ સેલ્ફી ધ્યાનથી જોઇ, ત્યારે મને સમજાયું કે, તે ઓફિસની મીટિંગમાં નથી પણ એક મહિલા સાથે છે.
પીડિતાની પત્નીએ સોશિયલ મીડિયા પર તેના પતિ દ્વારા મોકલેલી સેલ્ફી શેર કરી હતી અને લોકોને આ ફોટો જોઈને તેમાં શું ગડબડ લાગે છે તે જણાવવા કહ્યું હતું. તસવીર ધીમે-ધીમે વાયરલ થવા લાગી. લોકોએ પણ તસવીર જોઈને ઢગલાબંધ કમેન્ટ આપવા લાગ્યા હતાં. કોઈએ કહ્યું કે, તે વ્યક્તિએ તેના લગ્નની વીંટી પહેરી નથી, તો પછી કોઈએ કહ્યું કે, તેણે બાથરૂમના અરીસાની પાસે છોકરીનો વાળ જોયો હશે, તો કેટલાક લોકોએ કહ્યું કે, બાથરૂમના ફ્લોર પર મહિલાઓનું પર્સ જોયું હશે.

એક યુઝરે કહ્યું કે, હું ઘણી હોટલોમાં રોકાઈ છું પણ હોટલવાળા ક્યારેય પણ હેર સ્ટ્રેઈટનર આપતા નથી. મને ખાતરી છે કે, કોઈ છોકરીના દ્વારા જ પીડિત પત્નીને ખબર પડી હશે કે તેનો પતિએ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે.
આ સમગ્ર ઘટના બાદ પતિએ તેની પત્નીને સ્પષ્ટતા કરી હતી કે, તે તેની મિત્રની રૂમમાં ગયો હતો. અને તે હેર સ્ટ્રેનર પણ તેનું જ હતું. આ વાત અનેકવાર સમજાવ્યાં બાદ પણ તેની પત્ની માની નહીં. અને મહિલાએ તેના પતિને છૂટાછેડા આપવાનું નક્કી કરી લીધું.

આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઘણી સ્ત્રીઓએ એવી પણ કમેન્ટ કરી હતી કે, પુરુષો ખૂબ મૂર્ખ હોય છે. તેઓ વધારે વિચારતા નથી. તો કેટલાક માણસોએ આ ભૂલથી પાઠ લીધો અને કહ્યું કે આગલી વખતે તેઓ પત્નીને સેલ્ફી મોકલતી વખતે ખાસ ધ્યાન રાખશે.