પતિની હેવાનિયતથી કંટાળીને લેફ્ટિનેંટ ઓફિસરે કરી આત્મહત્યા, મોત પહેલા ભાઈને કોલ કરી જણાવી સમગ્ર હકિકત
પતિની હેવાનિયતથી કંટાળીને લેફ્ટિનેંટ ઓફિસરે કરી આત્મહત્યા, મોત પહેલા ભાઈને કોલ કરી જણાવી સમગ્ર હકિકત

પતિની હેવાનિયતથી કંટાળીને લેફ્ટિનેંટ ઓફિસરે કરી આત્મહત્યા, મોત પહેલા ભાઈને કોલ કરી જણાવી સમગ્ર હકિકત

દહેજ લેવુ અને આપવું બંને કાનૂની રીતે ગુનો બને છે. પરંતુ તેમ છતાં આજે ઘણા છોકરા પક્ષના લોકો લગ્ન પહેલા દહેજ માંગે છે. પણ ઘણા છોકરા પક્ષના લોકો લગ્ન બાદ પણ દહેજનો ત્રાસ આપીને છોકરીઓને પરેશાન કરે છે. એવું નથી કે ભણેલા ગણેલા લોકો દહેજની માંગણી કરતા નથી. પરંતુ તમને જણાવી દયે કે મોટા ભાગના કિસ્સા ભણેલા ગણેલા લોકોના ઘરમાંથી જ વધારે સામે આવે છે. હવે હરિયાણાના અંબાલાની આ દુખભરી ઘટનાને જ લઈ લો.

મળતી માહિતી અનુસાર સોમવારે અંબાલા કેંટમાં ભારતીય સેનાની મેડિકલ કોરમાં તૈનાત કેપ્ટન સાક્ષીની લાશ પોતાના ઘરમાંથી પંખા પર લટકેલી હાલતમાં મળી આવી હતી. સાક્ષી છાવનીના રેસકોર્સ સ્થિત આવાસમાં રહે છે. સાક્ષીના ઘરના લોકોને જ્યારે સાક્ષીના મોતની ખબર મળી કે તરત જ તેઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું હતું.

પરિવારના લોકો સાક્ષી પાસે પહોંચ્યા ત્યા સુધીમાં તો સાક્ષી ભગવાન પાસે જઈ ચૂકી હતી. શરૂઆતની તપાસમાં પોલીસે સ્યુસાઈડ કેસ માન્યો હતો. પરંતુ ત્યારે સ્યુસાઈડનું કારણ સામે આવ્યું તો પોલીસનું લોહી પણ ઉકળી ઉઠ્યું હતું.

સાક્ષી આમ તો દિલ્લીની રહેવાસી છે. પરંતુ 2018માં તેના લગ્ન નવનીત સાથે થયા હતા. તેનો પતિ ભારતીય વાયુસેનામાં સ્ક્કાડ્રન લીડર છે. તેનું વર્તમાન પોસ્ટિંગ અંબાલા કેંટમાં છે. એવામાં સાક્ષી પોતાના પતિ સાથે અંબાલા છાવણીના રેસકોર્સ સ્થિત એક મકાનમાં રહેતી હતી. સાક્ષીનો પતિ એક ઉંચા અને ઉજ્જતદાર પદ પર તૈનાત છે. તેના સારી એવી સેલેરી પણ છે. તેમ છતાં તે દહેજના લાલચી છે. સાક્ષીના પરિવારના લોકોએ દાવો કર્યો છે. વાંરવાર દહેજની માંગણીથીં કંટાળીને સાક્ષીએ આત્મહત્યા કરી લીધી છે.

સાક્ષી તેના પતિના ત્રાસથી કંટાળી ચૂકી હતી. તેનો પતિ સાક્ષીને વારંવાર મારપીટ કરતો હતો. ડિસેમ્બર 2020માં સાક્ષીને ખુબ માર માર્યો હતો. ત્યારે ઘરના લોકોએ આમને સામને બેસીને બેસીને સમજુતી કરવામાં આવી હતી. થોડા દિવસ બાદ પણ આ ઘટના જ રિપિટ થઈ હતી. સાક્ષીના પિતાએ કહ્યું કે અમને જાણ પણ ન હતી કે મારી દિકરીનો પતિ આટલો હેવાન હશે. તે સ્કવાડ્રન લીડર જેવા પદ પર તૈનાત છે. તેમ છતાં તેની આવી હરકતો હતી.

સાક્ષીના ઘરના લોકોએ નવનીત પર દહેજની માંગનો આરોપ લગાવ્યો છે. પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બીજી તરફ સાક્ષીના ભાઈએ પોલીસને જણાવ્યું કે સ્યુસાઈડ કરતા પહેલા તેની બહેને તેને એક કોલ કર્યો હતો. તેને રોતા રોતા કહ્યું કે નવનીતે ફરી મારી સાથે મારપીટ કરી રહ્યો છે. એવામાં મેં તેને કહ્યું કે અમે સવારે આવીએ છીએ. જો કે બાદમાં મારી બહેનના મૃત્યુના સમાચાર સામે આવ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *