પત્નીના ચારિત્ર પર શંકા થતા દારૂડિયા પતિએ પત્ની સાથે એવી ક્રુરતા કરી હતી કે જે સાંભળીને સૌ ચોોંકી ગયા હતા હતા. આ ઘટના બની છે મધ્યપ્રદેશમાં. કે જ્યાં હેવાન પતિએ તેની પત્નીને કુહાડી વડે એક હાથની હથેળી અને એક પગનો પંજો કાપી નાંખ્યો હતો. પડોશીઓએ જ્યારે પત્નીની અવાજ સાંભળી તો તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં જઈને પાડોશીઓ પણ ચોંકી ગયા હતા. ભયાનક દ્રશ્યો જોઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી
આરોપી પતિ પત્ની પર ખોટી શંકા રકરતો હતો
ઘટનાની વિગત અનુસાર મધ્યપ્રદેશમાં મંગળવારે રાત્રે આશરે 11:30 વાગે નિશાતપુરા સ્થિત પારસ કોલોનીની છે. અહીં હોશંગાબાદ સ્થિત 32 વર્ષિય પ્રીતમ સિંહ સિસોદિયા પત્ની સંગીતા અને 7 વર્ષના દિકરા સાથે રહે છે. પતિ પ્રીતમ મજુરી કામ કરે છે જ્યારે પત્ની સંગીતા એક ફેક્ટરીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. તેણી અઠવાડિયે 15 દિવસે મળવા માટે આવતી હતી. દિકરો પિતા પાસે જ રહે છે. પતિ દારૂ પીને આવ્યા બાદ પત્ની પર ખોટી શંકા-કુશંકા કરતો હતો.
પોલીસે પોતાની સુજબુજથી આરોપીને ઝડપી પાડ્યો
મળતી માહિતી અનુસાર પતિ જ્યારે મજુરી કરીને ઘરે આવતો ત્યારે સંગીતા ફોન પર વધુ વાતો કરતી હતી. જેને લઈને બંને વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. ત્યારે મંગળવારે રાત્રે પતિ દારૂના નશામાં ઘરે આવ્યો હતો અને ગુસ્સે થઈને પત્ની પર શંકા-કુશંકા કરીને પત્નીની એક હાથની હથેળી અને એક પગજો કુહાડીથી કાપી નાખ્યો હતો. જેથી સંગીતા બેહોશ થઈ ગઈ હતી. ઘટના બાદ આરોપી પ્રીતમ ઘર પર જ રહ્યો હતો. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી તો તે ત્યાં કુહાડી લઈને ઉભો હતો. તે કહેતો હતો કે પોલીસ તેને પકડવા આવશે તો તેની ઉપર પણ હુમલો કરશે. પણ પોલીસે પોતાની સુજબુજથી આરોપીને પકડી પાડ્યો હતો.
કાપેલા હાથ-પગ લઈને પોલીસ હોસ્પિટલ પહોંચી
જે બાદ પોલીસે કાપી નાંખવામાં આવેલી હથેળી તથા પગના પંજાને એક બેગમાં ભરી પીડિતાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હથેળીનું રી-ઈંપ્લાંન્ટેશન કરવામાં આવ્યું છે. હથેળીના હાંડકાને તાર વડે તથા લોહીની નશોને જોડવામાં આવી છે. જો કે આ મહિલાના હાથ સફળતાપૂર્વક કામ કરે છે નહીં તે તો 2-3 દિવસ બાદ સામે આશે.
6 કલાક સુધી ઓપરેશન ચાલુ રહ્યું હતું
4 ડોક્ટરની ટીમ દ્વારા 6 કલાક ઓપરેશન ચાલ્યું હતું. અહીં લાંબા સમય સુધી ઓપરેશન કર્યાં બાદ ડોક્ટરોએ હથેળીનું રી-ઈંપ્લાંટ કર્યું છે. જ્યારે પગના પંજાની પ્લાસ્ટીક સર્જરી કરી છે. જોકે મહિલા જીવ પરનું જોખમ ટળી ગયું છે. ડોક્ટર્સનું કહેવું છે કે હથેળી મૂવમેન્ટ કરી રહી છે કે નહીં તેની જાણ 48 કલાક બાદ જ જાણી શકાશે.