કહેવાય છે ને કે, કોશિશિ કરને વાલો કી કભી હાર નહીં હોતી… એકવાર તમે મનમાં નક્કી કરી લો કે, અને પછી તમારા ધ્યેયને પૂરું કરવા માટે મથી પડો તો, ભગવાન પણ તમને સફળતાથી દૂર રાખી શકતા નથી. બસ તમારામાં મહેનત કરવાની ધગશ હોવી જોઈએ. ઘણા લોકો સપના પૂરા ન થવા પાછળ તેમની અસુવિધાને જવાબદાર ગણાવે છે. જ્યારે ઘણાં લોકો પાસે સુવિધાઓ હોવા છતાં પણ તેમના સપના પૂરા થતાં નથી.
આજે અમે તમને એક એવા વ્યક્તિને વિશે જણાવીશું જેને પોતાની અસુવિધાઓ વચ્ચે પોતાના સપનાને હકીકત બનાવી છે. આ સ્ટોરી આગ્રાના મનોજકુમાર અગ્રવાલ છે. આશરે 2016માં જ્યારે મનોજ 22 વર્ષનો હતો. તે સમયે, અચાનક તેનું નામ અખબારો અને ટીવી ચેનલો પર છવાઈ ગયું. આનું કારણ મનોજની ગરીબ પરિવારમાંથી હોવા છતાં સીએ બનવાની કહાણી હતી. જે આજે લોકોની પ્રેરણા બની ગયો છે. સાથે એ લોકો માટે સબક પણ છે, જે પોતાની અસુવિધાએ કોસતા રહે છે.

મનોજ તેના પિતાને આગ્રાના નેશનલ હાઇવે -2 પાસે ચાની દુકાનમાં મદદ કરતો હતો. આ સાથે, પોતાનો પણ અભ્યાસ કરતો હતો. મનોજને પાંચ ભાઈ-બહેન છે. તે બધામાં સૌથી વધારે ભણેલો છે. મનોજની ભણવાની પ્રેરણા તેને પિતાની પરિસ્થિતિ અને સંઘર્ષને જોઈને મળી છે.
મનોજ તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેના પિતાને આપે છે. તેઓ મને કહે છે કે, જો મારા પિતાએ મને ટેકો ન આપ્યો હોત, તો આજે મેં સફળતા મેળવી ન હોત. મારા પિતા ક્યારેય શાળાએ ગયા નહોતા. તેમણે પરિવારને સાથ આપવા માટે તેમના સાસરાની હોટલમાં પણ કામ કર્યું હતું. મારા પિતાની સખત મહેનત જોઈને, મારામાં કંઈક કરવાની ઇચ્છા જાગી.
આજે મનોજ સીએ બની ગયો છે અને તેના પરિવારનું નામ ગૌરવિંત કરી રહ્યો છે. તે તેના પરિવારને સુખ-સુવિધાથી ભરેલું જીવન આપી રહ્યો છે. મનોજ તેની સખત મહેનતને સફળતાની ચાવી ગણાવે છે. તે રોજ 6 થી 7 કલાકનો જ અભ્યાસ કરતો હતો. આ સિવાય તે પપ્પાની ચાની દુકાનમાં દિવસના બે કલાક આપતો હતો.
મનોજ ખુશ છે કે, તે આજે સારી જગ્યા પર પહોંચી ગયો છે અને પિતાની જેમ ચા વેચતો નથી. મનોજની સ્ટોરી તે બધા લોકો માટે પ્રેરણારૂપ છે જે માને છે કે વ્યક્તિને સપના પૂરા કરવા માટે ધનિક બનવું જરૂરી છે. પરંતુ આવું નથી. ગરીબ વ્યક્તિ પણ તેના બધા સપના પૂરા કરી શકે છે.
Reading your article helped me a lot, but I still had some doubts at the time, could I ask you for advice? Thanks.