શાહરુખ ખાન ભલે આજે એક સુખી વૈવાહિક જીવન વીતાવી રહ્યો હોય. પણ એક સમય હતો, જ્યારે તેનું જીવન ઉથલ-પાથલ થઈ ગયું હતું. વર્ષ 2011માં ફિલ્મ ડૉન 2ની શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડાના અફેરની ખબરો ચર્ચામાં હતી.

રિપોર્ટસ અનુસાર, પરિસ્થિતિ એટલીલ બધી ખરાબ થઈ ગઈ હતી કે,આ બંનેના સંબંધના કારણે ગૌરી ખાન તલાક લેવા માગતી હતી. 21 વર્ષ પહેલા એટલે કે 2000માં મિસ ઈન્ડિયાની કોમ્પિટીશન દરમિયાન શાહરૂખાને સૌથી પહેલા પ્રિયંકાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. જેના જવાબમાં પ્રિયંકાએ એવી વાત કહી હતી કે, શાહરુખ દંગ રહી ગયો હતો.
આ વાત વર્ષ 2000ની છે, જ્યારે પ્રિયંકાએ મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં ટોપ 10માં પહોંચી હતી. શાહરુખ ખાન તે શૉની જૂરીમાં સામેલ હતો અને મલાઈકા અરોરા તેની હૉસ્ટ હતી.

ઈવેન્ટ દરમિયાન શાહરુખાને 17 વર્ષિય પ્રિયંકા ચોપડાનું પ્રઝેસ ઓફ માઈન્ડ ચેક કરવા માટે એક સવાલ કર્યો હતો. જો કે, શાહરુખ ખાને પહેલા જ કહી દીધું હતું કે, આ એક કાલ્પનિક સવાલ છે.
સવાલમાં શાહરૂખે પ્રિયંકાને પૂછ્યું હતું કે, તું કોની સાથે લગ્ન કરીશ? અઝહરુદ્દીન જેવા મહાન ક્રિકેટર સાથે, જેમને ઘણા રિકૉર્ડ બનાવીને દેશનું ગૌરવ વધાર્યુ છે. કે પછી મારા જેવા હિન્દી ફિલ્મ સ્ટાર સાથે.

આ પ્રશ્નનો જવાબ આપતા પ્રિયંકા કહ્યું હતુંકે, હું ભારતના એક મહાન ખેલાડી સાથે લગ્ન કરીશ. કારણ કે, જ્યારે હું ઘરે આવીશ ત્યારે તે પણ ઘરે આવશે. અને અમે બંને એકબીજાને સપોર્ટ કરીશું. હું તેને તેના શ્રેષ્ઠ પ્રદર્શન વિશે જણાવીશ, હું મારા પતિ પર ગર્વ કરીશ. કારણ કે, તે એક મહાન વ્યક્તિત્વનો માલિક હશે.

ઉલ્લેખનીય છે કે, આ કોમ્પિટિશનના 6 વર્ષ બાદ બંનેએ સુપરહિટ ફિલ્મ ડૉનમાં સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મ હિટ થયા બાદ પ્રિયંકા અને શાહરૂખની જોડી 2011માં ફિલ્મ ડૉન-2માં જોવા મળી હતી.
આ ફિલ્મ દરમિયાન બંનેના અફેરની ચર્ચા થવા લાગી હતી. વાત એટલી બધી ફેલાઈ હતી કે, શાહરુખની પત્નીએ તલાક લેવાનો નિર્ણય કરી લીધો હતો. ત્યારે શાહરુખે તેને સમજાવીને વચન આપ્યું હતું કે, હવેથી તે પ્રિયંકા સાથે કામ કરશે નહીં. બસ, ત્યારથી બંને એકસાથે કોઈ ફિલ્મમાં જોવા મળ્યાં નથી.
આમ, તો પ્રિયંકા ઈન્ડસ્ટ્રીમાં ઘણા અભિનેતા સાથેના લિન્કઅપના કારણે ચર્ચામાં રહી છે, જેમાં હરમન બાવેજા, શાહિદ કપૂર અને અક્ષય કુમારનું નામ સામેલ છે.
ડિસેમ્બર 2018માં પ્રિયંકાએ પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકી સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ હિન્દુ અને ક્રિશ્ચિન રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.