દરેક વ્યક્તિમાં કંઈ ખાસ હોય છે. જે તેને બીજાથી અલગ બનાવે છે. ખાસ કરીને કલા. વ્યક્તિમાં રહેલી કલા કલાકાર બનાવે છે. સાથે તેના વ્યક્તિત્વને અન્યથી તારે છે. આજે આપણે સુરતના એક આવા જ એક કલાકાર વિશે વાત કરવાના છે.
રસપ્રદ વાત એ છે કે, આ કલાકારનો જન્મ કોરોનાકાળ લાગું કરાયેલા લોકડાઉનમાં થયો. જી હા…આપણે સૌ જાણીએ છીએ કે, કોરોના કાળમાં સૌ કોઈ ઘરમાં કેદ રહેવા માટે મજબૂર થયા હતા.તે દરમિાયન ઘણાં લોકોએ આ સમયનો સદઉપયોગ કરીને કંઈને કંઈ શીખવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાંથી એક હતા સુરતમાં રહેતા ડીમ્પલ જરીવાલા.

સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા ડિમ્પલ ઝરીવાલાએ એક અનોખી કારીગરીમાં પ્રતિભા હાંસલ કરી છે. તેઓ એક વેંતથી નાના ગણપતિથી માંડી પતંગ બનાવવામાં માહિર છે. એકવાર પેન્સિલથી આર્ટ વર્ક કરતાં તેમને વિચાર આવ્યો કે, આવું જ કાર્વિગ વર્ક ઝાડના પાન પર થાય કેવું લાગે?
બસ આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે તેમણે કોરોનાકાળમાં પીપળા પાન પર કાર્વિગ આર્ટ બનાવવાનું શરૂ કર્યુ હતું. હાલમાં જ પુરા થયેલા વર્ષ 2020માં કોરોનાની મહામારીએ દેશ અને દુનિયાને મુશ્કેલીમાં મૂકી હતી. જેને લઈને તેમને પીપળાના પાન પર બાય બાય કોરોના 2020નું કાર્વિંગ આર્ટ બનાવ્યું હતું, ત્યાં જ હવે જ્યારે 16મી જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન ભારતના લોકોને મળવા જઈ રહી છે, ત્યારે આ વેક્સિનને આવકારવા માટે તેમને વેલકમ કોરોના વેક્સિન 2021નું કાર્વિંગ આર્ટ બનાવ્યું છે.