પૈસા માટે માણસ શું..શું કરી શકે છે. તેનો અંદાજ તમે આ કમકમાટી ભરી ઘટના પછી જાણીને ચોંકી જશો. કારણ કે, આવો જ એક કિસ્સો ડીસાના કાતરવા નજીક સામે આવ્યો છે. જ્યાં એક મહિના પહેલા કાર એક્સીડન્ટમાં થયેલા મહિલાના મોત મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ખુલાસા પ્રમાણે, મહિલાના પતિ લલીત ટાંકે જ પોતાના મિત્ર સાથે મળીને પોતાની પત્નીની હત્યાની સોંપારી આપી હતી. ત્યાર બાદ અકસ્માતમાં આ સમગ્ર ઘટનાને અકસ્માત ગણાવાની કોશિશ કરી. પરંતુ પોલીસને જ્યારે શંકા ગઈ તો પોલીસે મહિલાના પતિની ધરપકડ કરી અને તપાસ કરતાં ચોંકાવનારું કારણ આવ્યું કે, પૈસા માટે મહિલાની હત્યા કરાવવામાં આવી છે.
કરોડોનો વીમો મેળવવા ષડયંત્ર
પોલીસે શંકાના આધારે જ્યારે તપાસ હાથ ધરી તો એ વાત સામે આવી કે, મહિલાના પતિએ કરોડો રૂપિયાના વીમાના પૈસા મેળવવા માટે પોતાની પતિનું કાર એક્સીડન્ટ કરાવીને મૃત્યુ દર્શવવાનો પ્રયાસ કર્યો છે.
ધાનેરાના આલવાડ ગામની ઘટના
પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, ધાનેરાના આલવાડા ગામના રહેવાસી અને હાલ ડીસાની બી.ડી. પાર્ક સોસાયટીમાં રહેતા લલિત ટાંક, ગત 26મી ડિસેમ્બરે પત્ની દક્ષાબેન સાથે ગેળા ગામે હનુમાનજીના મંદિરે પગપાળા દર્શન કરવા જતો હતો. આ દરમિયાન વહેલી સવારે કાતરવા નજીક એક પુરપાટ ઝડપે આવતી કારે દક્ષાબેનને ટક્કર મારી અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું. જોકે ત્યારબાદ આ સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને દક્ષાબેનના પરિવારે સવાલો ઉઠાવ્યા હતા. જેના આધારે ભીલડી પોલીસે તપાસ હાથ ધરી અને પુછપરછ કરી તો સમગ્ર ષડયંત્રનો ભાંડો ફૂટ્યો.
ફોનની ડિટેઈસ પરથી ફૂટ્યો ભાંડો
પોલીસે જ્યારે શંકાના આધારે તપાસ હાથ ધરી. તો મહિલાના પતિની કોલ ડિટેઈલ નિકાળવામાં આવી. જેના પરથી મહિલાના પતિ પર શંકાની સૂઈ જતા તપાસ હાથ ધરી અને મહિલાના પતિ લલિતની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી તો સમગ્ર ષડયંત્રનો ભાંડ઼ો ફૂડ્યો કે, દક્ષા બેનના નામે કરોડો રૂપિયાનો વીમો છે. જે વીમાની રકમ મેળવવા માટે પતિએ મિત્રની મદદથી આ ષડયંત્ર રચ્યું હતું. હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ઼ કરી તપાસ હાથ ધરી છે.