પોરબંદર-સોમનાથ હાઈવે પર ખમખ્વાર અકસ્માત, કાર પલટી મારી જતા એક જ પરિવારના 3ના મોત
પોરબંદર-સોમનાથ હાઈવે પર ખમખ્વાર અકસ્માત, કાર પલટી મારી જતા એક જ પરિવારના 3ના મોત

પોરબંદર-સોમનાથ હાઈવે પર ખમખ્વાર અકસ્માત, કાર પલટી મારી જતા એક જ પરિવારના 3ના મોત

ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં આજે વધુ એક અકસ્માત પોરબંદર સોમનાથ હાઈવે પર થયો છે. જેમાં એક જ પરિવારના 3 યુવાનોના મોત થયા છે. જ્યારે 2 યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

મળતી માહિતી અનુસાર પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર નરવાઇ માતાજીના મંદિર નજીક આ અકસ્માત થયો છે. જેમાં કારમાં સવાર ત્રણ યુવાનના કરૂણ મોત થયાં હતાં. જ્યારે બેને ઈજા થતાં તેને પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કારમાં સવાર પાંચ જેટલા યુવાનો ખંભાળિયાના ખજૂરિયા ગામથી માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતાં. એ દરમિયાન અકસ્માત થયો હતો. કાર પોરબંદર નજીક નરવાઇ મંદિર અને ચીકાસા વચ્ચેના હાઇવે પર પહોંચતા જ એકાએક કાર પલટી મારી ડિવાઇડર સાથે અથડાઈ હતી.

મૃતકોના નામ

  • કિશન ચંદ્રાવાડિયા
  • મયૂર ચંદ્રાવાડિયા
  • ઘેલુભાઇ ચંદ્રાવાડિયા

ઈજાગ્રસ્તોના નામ

  • રાજુભાઇ ચંદ્રાવાડિયા
  • વજશીભાઇ નંદાણિયા

તમને જણાવી દયે કે રાજુ ચંદ્રાવાડિયા નામના યુવાનની સ્થિતિ ગંભીર જણાતાં તેને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ નરવાઇ માતાજી મંદિર નજીકના ધંધાર્થીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોની મદદ કરી હતી.

ખંભાળિયાના ખજૂરિયા ગામે રહેતો મયૂર ચંદ્રાવાડિયા નામનો યુવાન શીલ નજીક આવેલા લોએજ ગામની કોલેજમાં અભ્યાસ કરતો હતો. જેથી તેને કોઈ સર્ટીફિકેટ લેવાનું હોવાથી તેઓ પાંચેય જણા વહેલી સવારે પોતાના ઘરેથી લોએજ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્‍તામાં અકસ્માતે કાર પલટી જતાં ત્રણ યુવાન કાળનો કોળિયો બની ગયા હતાં. મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.