પોર્ન સ્ટાર સની લિયોનીની લક્ઝરી લાઈફ જોઈને આંખો ફાટી જશે, અમેરિકા અને મુંબઈમાં છે કરોડોનું ઘર, આવી છે તેની લાઈફસ્ટાઈલ
પોર્ન સ્ટાર સની લિયોનીની લક્ઝરી લાઈફ જોઈને આંખો ફાટી જશે, અમેરિકા અને મુંબઈમાં છે કરોડોનું ઘર, આવી છે તેની લાઈફસ્ટાઈલ

પોર્ન સ્ટાર સની લિયોનીની લક્ઝરી લાઈફ જોઈને આંખો ફાટી જશે, અમેરિકા અને મુંબઈમાં છે કરોડોનું ઘર, આવી છે તેની લાઈફસ્ટાઈલ

પોર્ન ફિલ્મોની સાથે સાથે બોલિવૂડમાં આગવી ઓળખ ધરાવનાર અભિનેત્રી સન્ની લિયોનીની નું નામ આજે ખુબ જ જાણીતુ બની ગયું છે. કેનેડિયન શીખ પરિવારમાં જન્મેલી કરણજીત કૌર વ્હોરાએ આજે ​​સની લિયોન તરીકે ઓળખ મેળવી છે. સની લિયોનીના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. તેને પોતાના બોલ્ડ અવતારથી લોકોને ઘાયલ કર્યાં છે.

આજે આ પોર્ન સ્ટાર સની લિયોનીનું નામ બોલિવૂડની સફળ અભિનેત્રીઓના નામમાં સામેલ છે. જેને કોઈનો પણ સહારો લીધા વગર બોલિવૂડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. તેને બોલિવૂડમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. જેમ કે રાગિની SMS 2, રઈસ, વન નાઈટ સ્ટેન્ડ, જિસ્મ 2, તેરા ઈંતજાર અને હેટ સ્ટોરી 2.

આજે સની લિયોની લક્ઝરી લાઈફ જીવી રહી છે. તે ફિલ્મો સિવાય જાહેરાત અને ફોટોશૂટ દ્વારા મોટી કમાણી કરે છે. આ સાથે જ તે ઘણા રિયાલીટી શો પણ કરે છે. આ સાથે જ તે ઘણા રિયાલિટી શોમાં મહેમાન તરીકે પણ આવે છે. જેના દ્વારા તે કરોડોની કમાણી કરે છે.

સની લિયોનીની કુલ સંપત્તી 2 કરોડ ડોલર છે. જે વાર્ષિક 15 કરોડની કમાણી કરે છે. સનીએ તેના 36માં જન્મદિવસ પર અમેરિકામાં એક ભવ્ય બંગલો ખરીદ્યો હતો. બીજી બાજુ એક સન્ની બંગલો શેરમન ઓક્સ, લોન્સ એન્જલસમાં પણ સ્થિત છે. જેમાં 5 બેડરૂમ, એક હોમ થિયેટર, સ્વીમીંગ પૂલ, આઉટડોર ડાઇનિંગ એરિયા અને બગીચો પણ છે.

અમેરિકાની સાથે સાથે મુંબઈ અંધેરીમાં પણ સનીનું એક પેન્ટહાઉસ છે. જેની કિંમત પણ કરોડોમાં છે. સનીને વધુ કારનો શોખ છે. જેથી તેને પાસે માસેરાતી ક્વાટ્રોપોર્ટેથી બીએમડબ્લ્યુ 7 સુધીની કાર છે.

સનીએ લાંબા સમયથી એમટીવીના મોટા શો ‘સ્પ્લિટ્સવિલા’ ની પણ હોસ્ટ કરી છે. જોકે, બોલિવૂડ અભિનેત્રી બન્યા બાદ તેણે હવે આ બધા કામ બંધ કરી દીધા છે. અને આજે તેઓ માત્ર જાહેરાતો, ફિલ્મો અને શૂટમાં જ જોવા મળે છે.

સનીએ વર્ષ 2011માં ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા હતા. સનીને એક દત્તક લીધેલી દિકરી છે. જે બાદ સનીએ 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. આમ સની 3 બાળકોની માતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *