છત્તીસગઢથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ રાજ્યના એક પોલીસકર્મી પર લોકોની છેતરપિંડીનો આરોપ છે. એટલું જ નહીં પોલીસ કર્મચારીની સાથે તેની પત્ની પણ લોકો સાથે જૂઠ્ઠું બોલીને પૈસાની છેતરપિંડી કરતી હતી. તે બંનેએ સાથે મળીને ઘણા લોકોનો શિકાર કર્યો છે અને પૈસાની છેતરપિંડી કરી છે.
મળતી માહિતી મુજબ આ પોલીસ કર્મચારી તેની પત્નીની તબિયત ખરાબ હોવાની કાહણી સાંભળતો હતો અને તેમની પાસેથી આર્થિક મદદ માંગતો હતો. લોકો આ દુઃખભરી કહાણી સાંભળીને ભાવુક થઈ જતા હતા અને તેમને પૈસા આપતા હતા. તે જ રીતે, તેની પત્નીએ પણ એક દર્દીભરી કહાણી સંભળાવીને લોકોને છેતર્યા હતા. આ ઘટના છત્તીસગઢના બિલાસપુરની છે.
એવું કહેવાઈ રહ્યું છે કે, કોલસ્ટેબલ વિકાસસિંઘ અને તેની પત્ની પુષ્પા સિંઘ, જે સારાકાંડા પોલીસ સ્ટેશનના 112 માં પોસ્ટ પર ફરજ બજાવે છે, તે બંને લોકોને બીમારીની કહાણી સંભળાવતા હતા. તે કહેતા કે, તેને ટીબી થઈ ગયો છે અને તેની પાસે ઈલાજના પૈસા નથી. એટલે લોકો તેમની દર્દીભરી વાતો આવી જતાંઅને તેમની મદદ કરતાં હતા. આ રીતે આ બંને પત-પત્નિએ લોકોને જુદી-જુદી બીમારીઓના બહાને લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ બંનેએ છેતરપિંડી હેઠળ 50 લાખ રૂપિયાથી વધુ રકમ એકરાવી હતી.
માંદગીનો પ્રવાહ બનાવીને તેણે ઘણા લોકો પાસેથી પૈસા લીધા હતા. તે જ સમયે, જ્યારે આ લોકોએ પૈસા પાછા આપવાની માંગ કરી હતી, ત્યારે તેઓએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. આ રીતે, તેમની સત્ય દરેકને જાહેર કરવામાં આવી. અસંખ્ય પરિવારોએ આ બંને સામે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે પુલિસવાળાએ તેની પત્ની સાથે મળીને ઘણા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.
આ બાબતે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શનિપ રાત્રેએ જણાવ્યું હતું કે ,પોલીસ લાઇનમાં રહેતા કોન્સ્ટેબલ વિકાસસિંઘ હાલમાં સરકાંડા પોલીસ સ્ટેશનમાં ડાયલ 112 માં પોસ્ટ કરે છે. તેની પત્ની પુષ્પાસિંહે મહિલા કોન્સ્ટેબલે અંબે સિંઘને જણાવ્યું હતું કે તેમને ટી.બી. છે અને તેમની પાસે સારવારના પૈસા નથી. એટલે અંબેસિંહે તેને મદદ કરવા માટે 10 લાખ રૂપિયા આપ્યા. એટલું જ નહીં, અંબે સિંહે તો તેના દાગીના પણ વેચી દીધા. જેથી તેઓ મદદ કરી શકે. પરંતુ પાછળથી અંબે સિંહને ખબર પડી કે પુષ્પાને કોઈ રોગ નથી. જ્યારે તેણે પૈસા માંગ્યા ત્યારે ચાર્જ વિકાસસિંહ અને તેની પત્ની પુષ્પા સિંહે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો.
અંબે સિંહની જેમ, તુર્કાદિહમાં રહેતા સુખનંદન પટેલે, તોરવા પોલીસ મથકમાં તૈનાત કોન્સ્ટેબલ અશ્વિની પટેલના સસરા પણ મહિલાએ છેતર્યા હતા. કહ્યું હતું કે તેણીને બાળક નથી. એટલુ તે ટેસ્ટટ્યુબ બાળક ઇચ્છે છે. તેને પૈસાની જરૂર છે. આ સાંભળીને સુખાનંદન પટેલે 10 લાખ રૂપિયા આપ્યા. આ રીતે આરોપી વિકાસસિંહ અને પુષ્પા સિંહે વિવિધ બીમારીને બહાને તેમના મકાનમાં કામ કરતી બાઈને પણ છોડી નહોતી. અને તેની પાસેથી પણ 20,000 રૂપિયા પડાવી લીધા હતા.
વિકાસસિંહ અને પુષ્પા સિંહ સામે આવી અનેક ફરિયાદો સિવિલ લાઇન પોલીસમાં નોંધાઈ હતી. જે બાદ તંત્રએ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓ વિરુદ્ધ કલમ 420 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.