બિહારના હાજીપુરના એક પોલીસ સ્ટેશનમાં આખો દિવસ પ્રેમનો હાઈવોલ્ટેઝ ડ્રામા ચાલ્યો હતો. મળતી માહિતી મુજબ એક છોકરીની મુલાકાત એક છોકરા સાથે ફેસબૂક પર થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પણ છોકરાએ લગ્ન માટે ના પાડી દીધી હતી. જેથી છોકરી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પહોંચીને તેને ખુબ બબાલ કરી હતી. છોકરીના આ હાઈવોલ્ટેડ ડ્રામાને લઈને પોલીસ સ્ટેશનમાં લોકોની ભીડ એકઠી થઈ હતી અને આ નાટક આખો દિવસ ચાલ્યું હતું.
મહિલા પોલીસે પોલીસ કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશન બોલાવ્યો
સવાર સવારમાં છોકરી હાજીપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને જ્યાં તેમને પ્રેમી પોલીસ કોન્સ્ટેબલ પર એક વર્ષથી લગ્નની લાલચ આપી રેપ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. જે હાજીપુરના એક પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. છોકરીના આ આરોપને લઈને મહિલા પોલીસ સ્ટેશનનાં SHOએ આરોપી કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા જણાવ્યું હતું.

જાણો સગીરાએ શું આરોપ લગાવ્યો
પટનામાં રહેનાર સગીર છોકરીએ આરોપ લગાવ્યો હતો કે હાજીપુર પોલીસ લાઈનમાં તૈનાત કોન્સ્ટેબલ સાથે ફેસબૂક પર પ્રેમ થયો હતો. આરોપી પોલીસકર્મીએ પોલીસ લાઈન પાસે એક ભાડે મકાન રાખ્યું હતું અને બંને પતિ-પત્નીને જેમ ત્યાં રહેતા હતા.
પોલીસ સ્ટેશનમાં છોકરીએ લગ્ન કરવાની જીદ પકડી
પીડિતાના ગંભીર આરોપોને લઈને SHOએ આરોપી કોન્સ્ટેબલને તાત્કાલીક પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે ફરમાન કર્યું હતું. જે બાદ જે થયું તે કલ્પના પોલીસને પણ હતી નહીં. પોલીસ સ્ટેશનમાં આખો દિવસ નાટક ચાલ્યું હતું. પોલીસ સ્ટેશનમાં પોલીસ FIR લખવા માટે તૈયાર પણ થઈ ગઈ હતી. પણ છોકરીએ ફરિયાદ દાખલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને લગ્ન કરવા માટેની જીદ કરી હતી.
પોલીસ પીડિતાના પરિવારજનોને જાણ કરી
સમગ્ર મામલે મહિલા SHOએ છોકરીના પરિવારના લોકોને જાણ કરીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પોલીસે છોકરીન તેના પરિવારજનો સોંપી દીધી હતી અને આરોપી પોલીસકર્મીને લેખિતમાં શરતનામુ ભરાવીને પોલીસ લાઈનમાં મોકલી દીધો હતો.