મહાત્મા ગાંધીએ અહિંસાનો પાઠ આખી દુનિયાને ભણાવ્યો છે. દરેક લોકો ગાંધીજીની અહિંસાની મૂર્તી ગણાવી રહ્યાં છે. માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના ઘણા દેશોમાં પણ લોકો ગાંધીજીના આ રસ્તાને અપવાની રહ્યાં છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ મ્યાનમારમાં જોવા મળ્યું હતું. મ્યાનમારમાં સૈન્ય બળવાખોરી સામે ચાલતા વિરોધને દબાવવા માટે સૈનિકો સતત ગોળીબાર કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં 68 પ્રદર્શનકારીનાં મોત થઈ ગયાં છે. આ વિરોધ દરમિયાન મંગળવારની એક એવી તસવીર સામે આવી છે કે જેને લઈને લોકો પણ દંગ રહી ગયા હતા.
જાણો નને શું કહ્યું.
કાચિનના માયિત્કિનામાં સૈનિકો ગોળીબાર કરતા હતાં. આ સમયે નન સિસ્ટર એન રોઝ નૂ તાવંગ સામે આવીને ઊભાં રહી ગયાં હતાં. તેમણે સૈનિકોને કહ્યું, બાળકો, મહિલાઓ અને પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવવાનું બંધ કરો. નનને સૈનિકોને કહ્યું કે સૌથી પહેલા મને ગોળી મારો, હું ત્યાં સુધી નહીં હું અહીંયાથી ક્યાંય નહીં જાવ. જ્યાં સુધી તમે જતા ના રહો અથવા મારૂં મોત ન થઈ જાય ત્યાં સુધી હું અહિંયા જ રહીશ.
જાણો કેમ નન સામે ઝુક્યા સૈનિકો?
નન સિસ્ટર રોઝનું આ પ્રકારનું વર્તન જોઈને સૈનિકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. અને તેઓએ બંદૂકો નીચે કરી દીધી હતી અને હાથ જોડીને ઘૂંટણિયે પડી ગયા હતા. ત્યાર પછી અધિકારીઓએ નનને વિશ્વાસ અપાવ્યો હતો કે હવે હિંસા કરવામાં નહીં આવે, ત્યાર પછી સિસ્ટર રોઝ ત્યાંથી ખસી ગયા હતા.
લોકો કર્ફ્યૂ તોડીને બહાર નીકળ્યા
ઘણા વર્શોની લડાઈ બાદ મ્યાનમારમાં લોકતંત્ર આવ્યું હતું. પણ અહિંયા ફરીથી સેનાનું સાશન થઈ ગયું છે. મ્યાનમારમાં બળવાખોરી પછીથી જ લોકો સૈન્યશાસન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. દર વખતે સેનાએ પ્રદર્શનકારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. સત્તા સંભાળતી સેનાએ લોકતંત્ર સમર્થકો સામે કડક પગલાં લેવાની વાત કરી છે. દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યાર પછી મ્યાનમારમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં સૂની પાર્ટીએ બહુમતી મેળવી હતી, પરંતુ સેનાની દખલગીરીની વાત કરીને પરિણામોને સ્વીકારવામાં આવ્યાં નથી.
સ્થિતિ દર્શાવતાં રડી પડ્યા હતા એમ્બેસેડર
યુનાઈટેડ નેશન (UN)માં મ્યાનમારના રાજદૂત ક્યો મા તુને માહિતી આપતા રડી પડ્યાં હતા. તેમણે UNને અપીલ કરી હતી કે મ્યાનમારના સૈન્યશાસન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. લોકતાંત્રિક વ્યવસ્તાને તરત લાગુ કરી દેવામાં આવે.