પ્રદોષ વ્રતના દિવસ આ પાઠથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ,સુખ-સમૃદ્ધિનું વરદાન મળવાની છે માન્યતા
પ્રદોષ વ્રતના દિવસ આ પાઠથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ,સુખ-સમૃદ્ધિનું વરદાન મળવાની છે માન્યતા

પ્રદોષ વ્રતના દિવસ આ પાઠથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ,સુખ-સમૃદ્ધિનું વરદાન મળવાની છે માન્યતા

પ્રદોષ વ્રતના દિવસ ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. આ વ્રતને ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસ જે વ્યક્તિ વ્રત કરે છે તેમના તમામ દુખ- વિઘ્ન દૂર થઈ જાય છે. બધા જ શિવ ભક્તોએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વખતે પ્રદોષ વ્રત 15 સપ્ટેમબર મંગળવારના રોજ આવી રહ્યું છે.

માન્યતા છે કે જે વ્યક્તિ શિવ પ્રદોષ વ્રત સાચા મનથી રાખે છે ભગવાન શિવ સ્વંય તેમની રક્ષા કરે છે. આ વ્રત શિવ કૃપા મેળવવા માટે ઔલોકિક માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે બધા દેવી-દેવતાઓએ ત્રયોદશી તિથિને ન શ્રેષ્ઠમાની ત્યાગ આપ્યો હતો. ત્યારે ભગવાન શિવે આ તિથિને અપનાવી હતી. ભગવાન શિવ આ દિવસ વ્રત રાખનાર ભક્તોનો હાથ હંમેશા પકડીને રાખે છે. મહાદેવને ખૂબ ભોળા અને આશુતોષ માનવામાં આવે છે, એટલા માટે તે પોતાના ભક્તોના અપરાધો પણ વહેલા ક્ષમા કરી દે છે.

હિન્દુ કેલેન્ડર મુજબ, દર મહિનાની બંને પક્ષોમાંની ત્રયોદશી તિથિએ આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત મહિનામાં બે વાર આવે છે. ભગવાન શિવના ભક્તો આ દિવસ ઉપવાસ રાખે છે. કહેવાય છે કે આ દિવસ વ્રત રાખવાથી ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ એવી માન્યતા છે કે પ્રદોષ વ્રતના દિવસ જે વ્યક્તિ ભગવા શિવના અષ્ટક એટલે શિવાષ્ટકનો પાઠ કરે છે તેને સુખ-સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે.

॥ अथ श्री शिवाष्टकं ॥

प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् ।
भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे॥

गले रुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशाधिपालम् ।
जटाजूटगङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भमीशानमीडे॥

मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरं तम् ।
अनादिह्यपारं महामोहहारं शिवं शङ्करं शम्भुमीशानमीडे॥

वटाधोनिवासं महाट्टाट्टहासं महापापनाशं सदासुप्रकाशम् ।
गिरीशं गणेशं महेशं सुरेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे॥

गिरिन्द्रात्मजासंग्रहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा सन्नगेहम् ।
परब्रह्मब्रह्मादिभिर्वन्ध्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे॥

कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनम्राय कामं ददानम् ।
बलीवर्दयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे॥

शरच्चन्द्रगात्रं गुणानन्द पात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् ।
अपर्णाकलत्रं चरित्रं विचित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे॥

हरं सर्पहारं चिता भूविहारं भवं वेदसारं सदा निर्विकारम् ।
श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे॥

स्तवं यः प्रभाते नरः शूलपाणे पठेत् सर्वदा भर्गभावानुरक्तः ।
स पुत्रं धनं धान्यमित्रं कलत्रं विचित्रं समासाद्य मोक्षं प्रयाति॥

॥ इति शिवाष्टकम् ॥–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *