વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેને પ્રેમિયોના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ યુવાઓ પોતાના પાર્ટનરમાં ખાસ હોવાનો અનુભવ કરાવે છે. હવે જ્યારે વેલેન્ટાઈન ડેને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે, જે ખાસ પ્રેમીઓ માટે છે. જી હા…ખરેખર અહીં પ્રેમિકા મેળવવા માટે આ મંદિરમાં યુવા પૂજા કરે છે. એટલું જ નહીં આ મંદિરમાં તો બાળકો અને વૃદ્ધોને જવાની પણ પરવાનગી નથી.
દેવી માને બતાવવામાં આવે છે પ્રેમિકાની તસવીર
છત્તીસગઢના આદિવાસી બહુલ દંતેવાડા જિલ્લાના એક ગામમાં યુવા પોતાની પ્રેમિકાને મેળવવા માટે એક ઉજાડ મંદિરમાં માતા મુકડી માવલીની (વન રાક્ષસી) પૂજા કરે છે. દંતેવાડા જિલ્લા મુખ્યાલયથી આશરે 40 કિમી દૂર છિંદનાર ગામથી ચાર કિલોમીટરની દૂરીની એક ટેકરી પર માતા મુકડી માવલીનું મંદિર આવેલું છે.
જનશ્રુતિયોના અનુસાર, માતા મુકડી માવલી મંદિરની માતાને યુવક પ્રેમિકાની તસવીર બતાવે છે. અથવા તો તેના કપડાના ટુકડા બતાવીને પૂજા કરે છે. નહીં તો, પાસે રહેલા પથ્થર નીચે દબાવી દે છે. એવું કહેવાય છે કે, આવું કરવાથી મા પ્રસન્ન થઈને પ્રેમી-પ્રેમિકાનું મિલન કરાવે છે.
મનોકામના પૂરી થવા પર ભોગ ચઢાવવામાં આવે છે
મનોકામના પૂરી થવા દેવીને ભોગમાં બકરો, મરઘી અને બતક ચઢાવવામાં આવે છે. અહીંના પૂજારી મનોહરના જણાવ્યાનુસાર, મંદિરમાં ફક્ત યુવકોને જ પ્રવેશ આપવામાં આવે છે. તેઓ પણ દૂરથી પ્રાર્થન દ્વારા મા સુધી પોતાની વાત પહોંચાડે છે. યુવકોને પૂજા માટે પ્રેમિકાની તસવીર નહીં તો તેમના કપડાનો ટુકડો લાવવાનો હોય છે.
તેમણે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, અહીં દેવી પૂજા માટે કોઈ ખાસ દિવસ નક્કી હોતો નથી. અષાઢ મહિનામાં અહીં મેળો થાય છે. જો કે, વેલેન્ટાઈનના દિવસોમાં આ મંદિરમાં યુવાઓ મોટી સંખ્યામાં આ મંદિરે આવે છે.