પ્રેમ હોય તો આવો… દુલ્હને કારમાં નહી પણ હેલિકોપ્ટરમાં જાન લાવવાની જિદ્દ કરી, તો વરરાજો હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યો...
પ્રેમ હોય તો આવો… દુલ્હને કારમાં નહી પણ હેલિકોપ્ટરમાં જાન લાવવાની જિદ્દ કરી, તો વરરાજો  હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યો…

પ્રેમ હોય તો આવો… દુલ્હને કારમાં નહી પણ હેલિકોપ્ટરમાં જાન લાવવાની જિદ્દ કરી, તો વરરાજો હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યો…

કહેવાય છે કે પ્રેમ આંધળો છે. પ્રેમ કરવામાં આવતો નથી એ તો બસ થઈ જાય છે. ત્યારે આજે અમે આપને એક એવી કહાની જણાવીશું કે તો પણ એકવાર કહેશો કે પ્રેમ તો આને કહેવાય હો…

આજકાલના સમયમાં મોટાભાગની જાન વરઘોડા સાથે અને મોંઘી મોંધી લક્ઝુરિયસ કારમાં જાન આવે છે. પણ બદલાતા જતા સમયમાં હવે હેલિકોપ્ટરમાં પણ જાન આવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. એક દુલ્હને દુલ્હા પાસે માંગ કરી કે તેની જાન કારમાં નહીં પણ હેલિકોપ્ટરમાં લાવવામાં આવે…

આ ડિમાન્ડ સાંભળતા જ વરરાજો હેલિકોપ્ટરમાં જાન લઈને આવવા માટે તૈયાર થઈ ગયો.. તમને જણાવી દયે કે ડીસાના પઢિયારમાં દિકરીના લગ્ન યોજાયા હતા. જેમાં વરરાજો લક્ઝરીયસ કાર લઈને નહીં પણ હેલિકોપ્ટર લઈને આવ્યો હતો.

દુલ્હનની જીદ પૂરી કરવા માટે વરરાજો રાજસ્થાનના આબુ રોડ વિસ્તામાંથી હેલિકોપ્ટરમાં જાન લઇને ડીસા આવ્યો હતો. હેલિકોપ્ટરમાં જાન આવતા જોવા માટે આજુબાજુના વિસ્તારોના લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. કારણ કે ગામમાં પહેલી વખત હેલિકોપ્ટરમાં જાન આવી હતી.

તમને જણાવી દયે કે પઢિયારમાં રહેતા પરિવારની દિકરીના લગ્ન રાજસ્થાનના આબુ રોડ ખાતે રહેતા માલી સમાજના યુવક સાથે શાહી લગ્ન કર્યા હતા. રાજસ્થાનના માળી પરિવારનો સુરેન્દ્ર રાઠોડ પોતાની જાન હેલિકોપ્ટરમાં લઈ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવ્યો હતો.

પત્ની હનીની જીદ પૂરી કરવા માટે દુલ્હા સુરેન્દ્રએ 20 લાખનો ખર્ચો કરી હેલિકોપ્ટર ભાડે કરી જાન લઇ ડીસા આવ્યો હતો, જેનું લેન્ડિંગ ડીસાની અંતરા હોટલના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું.