પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. તેમ તેમ ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. ભાજપ પણ પશ્ચિમ બંગાળમાં કોઈ કસર છોડવા માંગતું નથી. જેથી ભાજપ હવે બોલિવૂડનો સહારો લઈ રહ્યો છે. હાલમાં કહેવાઈ રહ્યું છે કે ફિલ્મ અભિનેતા અને ટીએમસીના રાજ્યસભાના સાંસદ મિથુન ચક્રવર્તી પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. સૂત્રોના અનુસાર મિથુન ચક્રવર્તી સાત માર્ચ એટલે કે આવતીકાલે કોલકત્તાના બ્રિગેડ મેદાનમાં થનારી પીએમ મોદીની રેલીમાં પણ હાજર રહેશે.

જાણો ક્યારે ચક્રવર્તી જોડાશે ભાજપમાં?
મહત્વનું છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 પહેલા મિથુન ચક્રવર્તી અને સંઘના પ્રમુખ મોહન ભાગવતની વચ્ચે થેયલી બેઠક અંગે અભિનેતા મિથુન ચક્રવર્તીએ રાજકીય અટકળો પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો હતો. બેઠક અંગે તેમણે કહ્યું હતું કે કોઈ રાજકિય વાત થઈ નથી. અમે અગાઉ પણ મુંબઈમાં બેઠક કરી ચૂક્યા છીએ. ત્યારે શુક્રવારે ભાજપ સાંસદ અને પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહે ઈશારો કરતાં કહ્યું કે જો મિશુન ચક્રવર્તિ રેલીમાં આવે છે તો બંગાળ અને આપણી પાર્ટી ભાજપ એમ બંને માટે સારૂ છે. જો કે પીએમ મોદીની રેલીના મંચ પર ભાજપમાં સામેલ થશે તો બંગાળની જનતા ખુશ થશે. મળતી માહિતી અનુસાર 7 માર્ચે ભાજપમાં જોડાઈ શકે છે.
સૌરવ ગાંગુલીનું નામ પણ ચર્ચામાં
તમને જણાવી દઈએ કે સંઘના વડા મોહન ભાગવત મિથુન ચક્રવર્તીના મુંબઇ સ્થિત ઘરે પહોંચ્યા હતા. બંને વચ્ચે લગભગ એક કલાક વાતચીત થઈ હતી. જે પછી પશ્ચિમ બંગાળનું રાજકીય પારો વધ્યો હતો. ખરેખર મિથુન ચક્રવર્તીને ડાબેરીઓની નજીક માનવામાં આવે છે. આમ મિથુન ચક્રવર્તીની જેમ અત્યારે ભાજપમાં સૌરવ ગાંગુલીનું નામ પણ સામેલ થવાની ખબર સામે આવી રહી છે.

ભાજપમાં સામેલ થઈ શકે છે ચક્રવર્તી
ઉલ્લેખનીય છે કે મિથુન ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ રાજ્યસભામાં મોકલ્યા હતાં અને તે એપ્રિલ 2014થી ડિસેમ્બર 2016 સુધી ગૃહમાં રહ્યા હતા. જે બાદ તેને રાજીનામુ આપી દીધુ હતું. ત્યારે થોડા સમય પહેલા એટલે કે 16 ફેબ્રુઆરીએ મિથુન ચક્રવર્તીની આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત થઇ હતી. આ પછી મિથુન ચક્રવર્તીની બીજેપીમાં સામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.

8 તબક્કામાં મતદાન યોજાશે
બંગાળમાં મમતાને હરાવવા માટે ભાજપ નવા ચહેરા મેદાનમાં ઉતારી રહ્યાં છે. મહત્વનું છે કે બંગાળમાં 294 બેઠકો માટે આઠ તબક્કામાં મતદાન યોજાવવાનુ છે. પહેલા તબક્કામાં 38 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કાનુ મતદાન 1 એપ્રિલે થશે. આ અંતર્ગત 30 બેઠકો પર લોકો મતદાન કરશે. ત્રીજા તબક્કાના મતદાન માટે 6 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે, જ્યાં 31 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 10 એપ્રિલના ચોથા તબક્કામાં 44 બેઠકો પર મતદાન થશે, પાંચમા તબક્કાની ચૂંટણી 17 એપ્રિલે થશે, જ્યાં 45 બેઠકો પર મતદાન યોજાશે. આ ઉપરાંત 22 એપ્રિલે છઠ્ઠા તબક્કામાં 41 બેઠકો, 26 એપ્રિલે સાતમા તબક્કા અંતર્ગત 36 બેઠકો તો વળી અંતિમ અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. પરિણામ 2 મેએ જાહેર કરવામાં આવશે.
RTP Live Slot Spam4d