ગાંધીના ગુજરાતમાં જાણે દારૂની રેલમછેલ ચાલતી હોય તેમ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાંથી પોલીસે દારૂની મહેફિલ માણતા નબીરાઓને રંગે હાથ ઝડપી પાડ્યાં છે અને એ પણ કરોડપતિ મા-બાપના છોકરાઓને. દારૂના મહેફિલની ઘટના બની છે વડોદરામાં. વડોદરા ગોત્રી વિસ્તારમાં આવેલા ન્યૂ અલકાપુરીમાં આવેલી નેપ્ચ્યુન ગ્રીનવુડ્સ બંગલોઝમાંથી બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 10 યુવકોને પોલીસે ઝડપી પાડ્યાં હતા. આ સાથે જ પાર્ટીમાંથી માલેતુજાર પરિવારોની 13 યુવતીઓ પણ હાજર હતી.

10 યુવકો સામે ગુનો નોંધાયો
વડોદરા પોલીસે બાતમીના આધારે બર્થ ડે પાર્ટીમાં રેડ પાડી હતી. જે દરમિયાન દારૂની મહેફિલ માણતા 13 નબીરાઓ રંગે હાથ ઝડપાયા હતા. બર્થ ડે પાર્ટીમાંથી પોલીસે માલેતુજા પરિવારની 13 યુવતીઓ પણ મળી આવી હતી. જેના પોલીસે બ્લડ સેમ્પલ લીધા છે. જેના રિપોર્ટ બાદ આ તમામ યુવતીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તો દારૂની મહેફિલ માણતા 10 યુવકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે સ્થળ પર શું જપ્ત કર્યું?
- વિદેશી દારૂની 5 બોટલ
- 4 લક્ઝુરીયસ કાર
- કોલ્ડ્રિંક્સ
- 10 મોબાઈલ
- કુલ 27 લાખનો મુદ્દામાલ

યુવતીઓ સામે પણ થઈ શકે છે કાર્યવાહી
સમગ્ર મામલે વડોદરા પોલીસે જણાવ્યું હતું કે 3 યુવતીઓ સહિત 23 લોકો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. જેમાંથી 10 યુવકોએ દારૂનું સેવન કર્યું હોવાથી તેમની સામે આવ્યું હતું જેથી તેની સામે ગુનો નોંધાયો છે. જ્યારે 13 યુવતીઓના બ્લડ સેમ્પલ લઇ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. જો યુવતીઓએ પણ આલ્કોહોલનું સેવન કર્યા અંગેનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે. વધુમાં જણાવ્યું હતું કે નબીરાઓ ટેબલ પર બેસીને દારૂની મહેફિલ માણી રહ્યાં હતા અને નશામાં ચૂર હતા.

દારૂની મહેફિલમાં પકડાયેલા યુવકો નામ
- માલવેગ કેતનભાઇ પ્રજાપતિ (રહેવાસી, 201,202, વ્રજનંદન ફ્લેટ, ગોત્રી, વડોદરા)
- વાત્સલ્ય પંકજભાઇ શાહ (રહેવાસી, અંતરીક્ષ એલીગંજ, વાસણા રોડ, વડોદરા)
- આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમાર (રહેવાસી, 11, નિર્મલનગર સોસાયટી, અકોટા, વડોદરા)
- વ્રજ સચિનભાઇ શેઠ (રહેવાસી, 41, શ્રીનગર સોસાયટી, અકોટા, વડોદરા)
- મારુક સાદ્દીકઅલી પાદરી, (રહેવાસી, 3/4, આંગન બંગ્લોઝ, તાંદલજા, વડોદરા)
- વરૂણ ગૌતમભાઇ અમીન (રહેવાસી, 53, સેવાશ્રમ સોસાયટી, વાસણા રોડ, વડોદરા)
- રાજ હિતેશભાઇ ચગ(પંજાબી), (રહેવાસી, 5, નેપ્ચ્યુન ગ્રીનવુડ, ન્યુ અલકાપુરી, ગોત્રી, વડોદરા)
- શાલિન વિશાલભાઇ શર્મા, (રહેવાસી, ડી-501, સ્પ્રીંગ રીટ્રીટ, વાસણા-ભાયલી રોડ, વડોદરા )
- રોહિત વિષ્ણુભાઇ પટેલ (રહેવાસી, 20, ભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા, વડોદરા)
- ધ્રુવિલ કેતનભાઇ પરમાર (રહેવાસી, એ-102, સાંકેત એપાર્ટમેન્ટ, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા )