દુનિયામાં લોકોને અજીબો ગરીબ શોખ છે. કોઈને નવી સ્ટાઈલ કરવાનો તો કોઈને ખાવા-પીવાનો. ઘણા લોકો એવા પણ હોય છે જેમની આદતો ઘણી વિચિત્ર હોય છે. જેના કારણે તેમને પાછળથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
તમે સાંભળ્યું હશે અને કદાચ જોયું પણ હશે કે, ઘણાં લોકોને માટી ખાવાની આદત હોય છે, કોઈને, ચોક, ઈંટના ટેખારા તો કોઈને કાગળ. પણ શું તમે કોઈને વાળ ખાતા જોયું છે. જો તમારો જબાવ ના છે. તમને અમારી આ સ્ટોરી આશ્વર્યમાં મૂકી દેશે. જી હા…આજે અમે એક એવી એક છોકરીની વાત કરવાના છે, જેને વાળ ખાવાની વિચિત્ર આદત હતી.
તમને આ સાંભળીને થતું હશે કે, આપણા ખાવામાં જો ક્યાંક વાળ આવી જાય તો કમમીયા આવી જાય છે. તો આ છોકરી વાળ કેવી રીતે ખાતી હશે. તમે બરાબર વિચારો છો, પણ આ છોકરીને આ વિચિત્ર આદત હતી, જેના કારણે તેને મોતનો સામનો કરવો પડ્યો હતો. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના…
ઈગ્લેન્ડમાં ડૉક્ટરની ટીમે 17 વર્ષિય છોકરીના પેટમાંથી દોઢ ફૂટનો વાળનો ગુચ્છો કાઢ્યો છે. જી હા..આ છોકરીને વાળ ખાવાની આદત હતી જેના કારણે તેની તબિયત એટલી બધી બગડી ગઈ હતી કે, તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, દર્દી દર્દી રેપુન્ઝલ સિન્ડ્રોમથી પીડિત છે. આ રેર કન્ડિશનમાં માણસ પોતે જ પોતાના વાળ ખાય છે. આગળ જતા તે કેટલું ગંભીર બનશે તેની દર્દીને પણ ખબર હોતી નથી.
આ કેસ BMJ જર્નલમાં પબ્લિશ થયો છે. દર્દી બે વખત ચક્કર ખાઈને પડી જતા તેને ચહેરા અને માથામાં પર ઇજા થઇ હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. માથામાં ઇન્જરી જોવા સ્કેન કર્યો. તેનો રિપોર્ટ જોઈને ડૉક્ટર હેરાન થઈ ગયા હતા. તેના પેટમાં લંબગોળ આકારનો મોટો વાળનો ગુચ્છો હતો. જેના લીધે છોકરીને છેલ્લા 5 મહિનાથી પેટમાં દુખાવો થતો હતો પણ તેણે કોઈને કહ્યું નહોતું.
આ વાળ તેના પેટના અંગોને ચોંટી ગયા હતા. તેનું ઓપરેશન ઇંગ્લેન્ડની કવીન્સ મેડિકલ સેન્ટરમાં થયું. ડૉક્ટરે કહ્યું, આ ગૂંચળું એટલું મોટું હતું કે તે આખા પેટમાં ફેલાઈ ગયું હતું.એટલે તાત્કાલિક સર્જરી કરવી પડી હતી.
લગભગ એક અઠવાડિયા બાદ તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેને એક મહિના માટે સાઇક્યાટ્રિસ્ટ પાસે સારવાર માટે મોકલવામાં આવી હતી. હાલ તે ધીમે-ધીમે રીકવર થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ બીમારીનું પ્રમાણ 13થી 20 વર્ષની ઉંમરના લોકોમાં સૌથી વધારે જોવા મળે છે. વર્ષ 2017માં ઈગ્લેન્ડમાં 16 વર્ષની છોકરીનું રેપુન્ઝલ બીમારીના કારણે મોત થયું હતું. કહેવાય છે કે, તેને વાળના ગુચ્છાને કારણે પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું.