લંકાપતિ રાવણના ભાઈ વિશે તો કુંભકર્ણ વિશે તો તમે સાંભળ્યું જ હશે. જે છ મહિના જાગતો અને છ મહિના સૂતો હતો. આજે અમે તમને આવા જ એક ગામ વિશે જણાવવાના છે. જ્યાં આ આખું ગામ છ મહિના જાગે છે અને છ મહિના સુધી કુંભકર્ણની જેમ સૂવે છે. આવો જાણીએ આ અનોખા ગામ વિશે…
તમને આ ગામ વિશે જાણીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. જી હા…આ અજીબોગરીબ ગામનું નામ કલાંચી છે. તો ચાલો જાણીએ આ ગામ સાથે જોડાયેલી વિચિત્રતા વિશે..

કજાકિસ્તાનમાં આવેલું છે અજીબોગરીબ ગામ
કજાકિસ્તાનના કલાચી ગામમાં લોકો ઘણા મહીનાઓ સુધી સૂતા રહી જાય છે. આ કારણે આ ગામને સ્લીપી હોલો પણ કહેવામાં આવે છે. અહીંયા લોકો ઘણી વખત સૂતા જ જોવા મળે છે. આ કારણે આ લોકો પર ઘણા શોધ પણ કરવામાં આવી ચૂક્યા છે.
વૈજ્ઞાનિકોએ લોકોને મહીનાઓ સુધી સૂઈ રહેવાનું જણાવ્યું કારણ
આ ગામના લોકોની કુંભકર્ણ જેવી નિંદ્રા પાછળ એક મહત્વપૂર્ણ કારણ રહેવું છે. અહીંયા યૂરેનિયમ નામનો ખૂબ જ ઝેરીલી ગેસ નીકળે છે. જેના કારણે અહીંયાના લોકો સૂતા રહે છે. યૂરેનિયમના ઝેરી ગેસના કારણે આ ગામનું પાણી પણ ખૂબ જ દૂષિત થઈ ગયુ છે. વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જણાવ્યું હતું કે, અહીંયાના પાણીમાં કાર્બન મોનો ઓક્સાઈડગેસ છે, જેના કારણે અહીંયાના લોકો મહીનાઓ સુધી સૂતા રહે છે.
ઊઘ્યાં પછી બધું ભૂલી જાય છે ગામના લોકો
કજાકિસ્તાનના કલાચી ગામમાં આશરે 600 લોકો રહે છે. જેમને ઊંઘ્યાં બાદ઼ કંઈપણ યાદ રહેતુ નથી. આ ગામના મોટાભાગના લોકો આ બીમારીથી પીડાઈ રહ્યાં છે. આ ગામના લોકોનું કહેવું કે, તેમને કંઈ જ યાદ રહેતું નથી. બીજા લોકોના જણાવવા પર જ આ તેમનને પોતાની વાતો યાદ આવે છે.
અહીંયાના લોકોને નહી થતો ઊંઘનો અનુભવ
આ ગામના લોકોની વધુ એક વાત સાંભળીને તમે નવાઈ લાગશે કે, આ ગામના લોકો કોઈપણ જગ્યાએ સૂઈ જાય છે. કારણ કે, તેઓ ઊંઘની અજીબોગરીબ બીમારીથી પીડાઈ રહ્યાં છે. અહીંના લોકો ચાલતા-ચાલતાં, ખાતા-ખાતા અને ન્હાતા સમયે કોઈ કામ કરતાં-કરતાં સૂઈ જાય છે. આ અજીબોગરીબ ગામના લોકોનું કહેવું છે કે, તેમને એ ભાન થતું નથી કે, તેમને ક્યારે ઊંઘ આવી જાય છે.